________________
૬.૨
મૂળશુદ્ધિ ભાગ-૧ છોડી સર્વને પૂર્વના સ્થાને મૂકી આવ્યો.
“ઈંદ્રદત્ત કથાપુરી” જેમ અનેક યક્ષની પૂજા = આકાંક્ષા દોષમાટે થઈ તેમ અહીં પણ જાણવું.
વિચિકિત્સાકાર - વિચિકિત્સા એટલે અનુષ્ઠાનના ફળમાં અવિશ્વાસરૂપ મનનું ડગુમગુ થવું, એટલે કે આ અનુષ્ઠાથી મને સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત થશે કે નહિ.
વિદ્વત જુગુપ્સા - વિદ્વાન - મુનિ તેઓની નિન્દા કરવી, મુનિઓનાં મલિન ગાત્રાદિ જોઈ ધૃણા - જુગુપ્સા કરવી, બંને સ્વરૂપ માટે એક દ્રષ્ટાંત ગ્રન્થકાર રજૂ કરે છે.
(પૃથ્વીસાર અને કીર્તિદેવ) આ જંબુદ્વીપના મહાવિદેહમાં નગરગુણોનું નિવાસ સ્થાન, નિરુપત - (ઉપદ્રવ વગરનું) અને જે જિનેશ્વરનાં વચન જેમ નૈગમ સંગ્રહ વ્યવહારનયથી ભાવિત (યુક્ત) આચારપ્રધાન હોય છે, તેમ આ નગર અનેક રસ્તા, સંગ્રહસ્થાન, અને વ્યાપારથી યુક્ત અને પ્રધાન આકારવાળુ છે. ગગનતલ જેમ સૂર્ય, ચંદ્ર, મંગળ, ગુરુ, બુધ, શુક્રથી વ્યાપ્ત અને ચિત્રા નક્ષત્રથી શોભે છે, તેમ આ નગર શૂરવીર રાજા, મંગલ, પંડિત, ગુરુ, કવિ, હંસ, પોપટ વિ. પક્ષીઓથી ભરપૂર અને ચિત્રોથી સોહામણું છે. વિષ્ણુ જેમ સુદર્શન ચક્રનો આધાર અને લક્ષ્મી(નું) સાથે વાસ કરનારો છે. તેમ આ નગર સમકિતધારીઓનો આધાર અને લક્ષ્મી-સંપત્તિનું નિવાસ સ્થાન છે. શ્રેષ્ઠ પહાડ જેમ સૈકડો વાંસથી યુક્ત અને જંગલી પશુઓથી વ્યાપ્ત હોય, તેમ આ નગર સેંકડો કુલવંશવાળુ અને શ્રાવક કુલવાળું છે. ધનુષ જેમ બાણવાળું અને દોરીવાળું હોય તેમ આ નગર મકાન અને ગુણોથી યુક્ત છે. ઘણું કહેવાથી સર્યું. દેવનગર સમાન આ શ્રેષ્ઠ નગરનું શ્રીપુર નામ છે.
તેનું શત્રુરૂપી હાથીનો નાશ કરવામાં વનરાજા - જંગલી સિંહસમાન, ભટ સમૂહથી યુક્ત શત્રુજ્ય નામનો રાજા પાલન કરે છે. જે રાજા જેમ પિતા સંતાનનું પાલન કરવામાં ઉદ્યમી હોય છે, તેમ આ રાજા પ્રજાનું પરિપાલન કરવામાં ઉદ્યમી છે, મહાન ધનુર્ધારી જેમ વાંકો નથી હોતો તેમ સરલ નવયૌવનથી ઉશ્રુંખલ કામુક જેમ પ્રિયાને બોલનારો (/બોલાવનારો) હોય તેમ રાજા પ્રિય બોલનાર છે. ત્રિકૂટ પર્વત જેમ વાંસ વગરનો હોય, તેમ કલંક વગરનો, શંકર જેમ ભભૂતિ રાખવાળો હોય તેમ આ રાજા વિભૂતિ - આબાદીવાળો છે. સૂર્ય જેમ ગો - કિરણોનો સ્વામી છે, તેમ ગો-ઘોડ/હીરાનો આ સ્વામી છે, ઘણુ શું કહેવું - સુવિસુંદર વર્તન કે સારુ ધન જેમ ગુણ સમૂહ ઉત્પાદન કરવામાં સમર્થ હોય તેમ આ નવાનવા ગુણો પેદા કરવાને યોગ્ય-સમર્થ છે, તેને સૌભાગ્યથી ગર્વિષ્ઠ જયશ્રી નામે પ્રિયા છે. - તે જયશ્રી જેમ હંસીની બંને પાંખ એકદમ સ્વચ્છ હોય તેમ તેનો સાસરિયા પક્ષ અને પિયરપક્ષ બંને પવિત્ર છે. બાણની ગતિ સીધી હોય છે, તેમ તે સરલ સ્વભાવવાળી, સૂર્યબિમ્બ જેમ એકદમ ગોળાકાર હોય છે તેમ સુંદર આચરણવાળી, શરદકાળની રાત્રિમાં આકાશ બિસ્કુલ સ્વચ્છ હોય તેમ સ્વચ્છ નખવાળી, કાળી ગાય જેમ ઘણી દૂધાળુ હોય તેમ સુંદર પગ વાળી, શ્રેષ્ઠ સૂત્રધાર = સોમપુરા થી બનાવેલ દેવકુલિકા જેમ સુંદર-મજબૂત પાયાવાળી હોય તેમ સુંદર સુવ્યવસ્થિત જંઘાવાળી છે, પર્વત મેખલા જેમ સુંદર નિતમ્બવાળી હોય, મેખલા = (પર્વતનો ઢળાન ભાગ જેમ ઉંચો અને ઉતરતો ઢોળાવવાળો હોય તેમ) ભારે અને ઢળતા કૂલો (થાપો) વાળી, મોટું વન જેમ ભૂંડવાળું હોય તેમ સુંદર