________________
મૂળશુદ્ધિ ભાગ-૧
પૃથ્વી સાર-કીર્તિદેવ કથા ને ઘેર આવી મંત્રી સામતાદિને પૂછી તેમનાં મત પ્રમાણે પૃથ્વી સારનો રાજ્યાભિષેક કર્યો. ભગવાનના પ્રભાવથી અને ધર્મના સામર્થ્યથી રોગ રહિત થયેલા કીર્તિદેવને યુવરાજ પદવી આપી. અને સર્વ રાજય સુવ્યવસ્થિત કરી ઠાઠમાઠથી રાજાએ દીક્ષા સ્વીકારી. નિરતિચાર ચારિત્ર પાળી અંતકૃત કેવળી થઈ સર્વ દુઃખ વગરનાં મોક્ષને પામ્યા.
તે બંને પણ પ્રચંડ આજ્ઞા/શાસનવાળા મહારાજા બન્યા. અને ત્રણે વર્ગનું સંપાદન કરવામાં તત્પર રાજય સુખને અનુભવતાં તેઓનો સમય વીતવા લાગ્યો.
કેટલો કાળ જતાં બંને છેલ્લા પહોરે સારી રીતે ધર્મધ્યાનમાં પ્રવર્તવા રૂપ સુદક્ષનાગરિકોને કરતા એ પ્રમાણે વિચારવા લાગ્યા કે જન્માંતરમાં કરેલી વિચિકિત્સાનાં કર્મ વિપાકને જોઈને પણ હા! અનેક આપત્તિને કરનાર, દુર્ગતિમાં જવા સારુ તૈયાર માર્ગ, કલેશ-કંકાસનું ઘર, પ્રમાદનો પરમમિત્ર, અશુભ અધ્યવસાયનું કારણ એવાં અત્યારે આપણે કેવી રીતે રાજ્યમાં આસક્ત થઈને પડ્યા છીએ. હવે તો ભગવાન પાસે દીક્ષા લઈ લઈએ. અને સંયમમાં ઉદ્યમ કરીએ. ત્યાં તો જેઓનો સમય પાકી ગયો છે, એમ જાણી સંયમસિંહસૂરિ પધાર્યા. તેઓશ્રીની જાણ માટે ગોઠવેલ માણસો પાસેથી તેઓશ્રીનું આગમન સાંભળી હરખઘેલા બની ભગવાનને વાંદવા ગયા, ભાવપૂર્વક વાંદીને તેઓશ્રીની પાસે બેઠા, અને ધર્મ સાંભળ્યો, ત્યારે ગુરુને પોતાના અભિપ્રાયનું નિવેદન કરી નગરમાં ગયા પુત્રને રાજ્ય સ્થાપી પ્રધાન પુરુષો જેમની પાછળ પાછળ ચાલી રહ્યા છે, એવા તે બંને (પૃથ્વી સાર - કિર્તીસાર) ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી સંવેગાદિના અતિશયથી તપસંયમમાં ઉદ્યમ કરી જીવનપર્યત નિરતિચાર ચારિત્ર પાળી મૃત્યુ સમયે મરણ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. ત્યાંથી આવી તેજ વિજયમાં રાજપુરનગરમાં રાજપુત્રો થઈ મોક્ષે જશે.
(ઈતિ પૃથ્વીસાર કીર્તિદેવકથા સમાપ્ત)
એ પ્રમાણે વિચિકિત્સા સમકિતને દૂષિત કરે છે, અને અનર્થનું કારણ હોવાથી ત્યજવી જોઈએ. - હવે “ચતુર્થદૂષણ કુતીર્થકોની પ્રકટ પ્રશંસા કરવી સૌગત વિગેરેની ઘણાં જનોની સમક્ષ સ્તુતિ કરવાથી અન્યજનોનું મિથ્યાત્વ સ્થિર થવાથી મહાદોષ થાય છે. એ અર્થને જણાવા માટે પ્રકટ વિશેષણ મૂક્યુ છે. ગુપ્ત રીતે પ્રશંસા કરતા (માત્ર) પોતાનું સમકિત દૂષિત બને છે.
નિશીથમાં પણ કહ્યું છે કે .... (પ્રશંસા - સ્તુતિ = તેમના ગુણો ગાવા) અનાદિકાળનાં સ્વભાવથી બીજી રીતે પણ આત્માનું મિથ્યાત્વ વધે છે. તો પછી અવિરત અજ્ઞાનીઓ મળે જ સાધુ મિથ્યાદર્શનની પ્રશંસા કરે છે, તેનું શું થશે?
અહિ વિપરીત રૂપે સુલસાનું દ્રષ્ટાંત જાણવું. જેમ સુલસાએ કુતીર્થકોની પ્રશંસા ન કરી તેમ બીજાઓએ ન કરવી જોઈએ. તે દ્રષ્ટાંત ભૂષણ દ્વારમાં કહેવાઈ ગયું છે. પાંચમું દૂષણ વારંવાર કુતીર્થીકોનો પરિચય કરવો, તે ક્યારેક રાજા વિ.ના આગ્રહથી સેવા પરિચય કરવો પડે તો દૂષણ રૂપ નથી. તે જણાવા સારુ “અભિખણંપદ કહ્યું આ સતત પરિચય પણ મહાઅનર્થ નો હેતુ હોવાથી તેનું વર્જન કરવું. અહિં જિનદાસનું કથાનક કહે છે.