________________
મૂળશુદ્ધિ ભાગ-૧
સેંકડો વ્યાધિરૂપી બાણ ચડાવી, જરારૂપી ધનુષ હાથમાં લઈને, મનુષ્યરૂપી મૃગયૂથને મારતો, વિધાતારૂપી ઘોડે ચઢી યમ આવી રહ્યો છે. તેને કોઈ રોકી શકતું નથી. દુઃખ (આપત્તિ) પ્રતિકાર કે લાંબાકાળની અનુકૂલ પ્રવૃત્તિને તે ગણકારતો નથી. પણ સ્વછંદ રીતે મૃત્યુ જીવોને હણે છે. જેમ સિંહ મૃગલાઓને હણે તથા ઘણાં રોગરૂપી ફણાંથી શોભિત વ્યસન/આપત્તિ રૂપી વિષવાળી લાંબી દાઢાવાળા યમરૂપી કાળા સાપના બચ્ચાથી ક્યાં ગયેલો (જીવ) છટકી/બચી શકશે. કૃતાંતરૂપી હાથીની સામે યુદ્ધમાં પલાયન (નાશી જવું) કે ભય યોગ્ય નથી, વળી તેની સૂંઢ = તેનો હાથ દેખાતો નથી પણ જોરથી પકડી રાખે છે, કે જેથી છૂટી ન શકાય. જેમ ખેડૂત કાલવડે પરિણત થયે છતે ઘાસને લૂણી નાંખે છે. તેમ કૃતાંત પ્રાણીઓનો નાશ કરે છે. તેથી તું વિષાદ કરીશ મા. મૃત્યની દાઢામાં ફસાયેલાને ઈન્દ્ર પણ છોડાવી શકે એમ નથી. ધર્મમાં ઉદ્યમ કર, જેથી દુ:ખથી ભરપૂર સંસારરૂપી અટવી પાર પામીશ. કેવલજ્ઞાનથી જાણી મને ધર્મઘોષસૂરિએ તને વ્રત આપવા મોકલ્યો છે. તેથી તું વિલંબ ના કર ! મુનિ ભગવંતોએ આચરેલી સર્વદુઃખ રૂપી પર્વતસમૂહને ચૂરવા માટે ઈન્દ્રના અન્ન = (વજ) સમાન આ દીક્ષાને તું ગ્રહણ કર. અને આ સાંભળી ચારિત્રના પરિણામ જાગ્યા અને મા બાપની સમ્મતિ લઈને દીક્ષા ગ્રહણ કરી, ગીતાર્થ થયો. ગુરુએ સ્વપદે સ્થાપ્યો, શુક્લધ્યાનરૂપી અગ્નિથી ઘનઘાતીકર્મ બાળી કેવલજ્ઞાન પેદા કર્યું. વિચરતો તે જ હું અહીં આવ્યો છે.
દ
આ જ શ્રીપુર નગરમાં વીરચન્દ્ર શૂરચંદ્ર વ્યંતર યોનીથી આવી ઉપન્યા છે. કેવલી ભગવંત જેટલામાં એટલુ બોલે છે તેટલામાં તેમને મૂર્છા આવી અને ભૂમિ ઉપર પડ્યા. શીતોપચારથી સ્વચ્છ થયા. ત્યારે રાજાએ પૂછ્યું કે વત્સ ! આ શું ? કુમારોએ કહ્યું કે અમારા પ્રતિબોધ માટે અમારું જ આ ચરિત્ર ભગવાને કહ્યું છે. જાતિસ્મરણથી અમને સર્વ પ્રત્યક્ષ થયું. અધધ... પરલોક માટે ચિંતવેલ દુષ્કૃતકર્મનો આટલો દારૂણ વિપાક અમારે ભોગવવો પડ્યો. જેની વિચારણા કરતા પણ ત્રાહિમામ્ પોકારી જવાય. અથવા અમારા જેવા પાપિષ્ઠ જીવ બીજો કોઈ નથી. કારણ કે અમે સર્વજ્ઞનાં વચનમાં પણ આવી રીતે વિચિકિત્સા કરી.
હવે કીર્તિદેવ કહેવા લાગ્યો હે તાત ! મહામોહથી મુગ્ધ બનેલને વિચિકિત્સાથી આત્માને દુઃખમાં નાંખ્યો. હે તાત ! સંગ, મમત્વ અને ગર્વ વગરનાં ગુણથી સમૃદ્ધ સાધુ મહાત્માઓની વિચિકિત્સાનું આ તો કેટલું ફળ કહેવાય ? કારણ કે વિચિકિત્સાથી ઘણાં ભયંકર અનેક જાતનાં દુ:ખને વેઠતા જીવ સંસારરૂપી વનમાં રખડે છે. અને પૂર્વ આચરિત વિચિકિત્સાનો પશ્ચાતાપ કરવા લાગ્યા. તેથી અત્યારે આપને જે મનગમતું હોય તેમ અમો કરીશું. રાજાએ કહ્યું કે પુત્રો ! તમે ધર્મ સ્વીકારો એ જ અમને ઈષ્ટ છે. ત્યારે વંદન કરી વિનંતી કરવા લાગ્યા. હે ભગવંત, ! અત્યારે અમારે જે કરવા યોગ્ય છે તેનો આદેશ કરો. કેવલી ભગવંતે પણ તેઓને શ્રાવક ધર્મને યોગ્ય જાણી તેનો ઉપદેશ તે બંનેને આપ્યો. અને તેઓએ ભાવપૂર્વક શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તે વખતે લલાટે અંજલિ કરી શત્રુંજ્ય રાજાએ વિનંતી કરી કે હે ભગવંત ! જેટલામાં હું કુમારને રાજ્યે સ્થાપું તેટલામાં આપનાં ચરણકમળમાં સર્વ સંગને ત્યજી હાથીના કાન સરખા મનુષ્ય અવતારને સફળ કરું. ભગવાને કહ્યું - હે દેવાનુપ્રિયે ! વિલંબ કરીશ મા ! ત્યારે ઈચ્છું કહી રાજા ઘેર ગયો.