________________
મૂળશુદ્ધિ ભાગ-૧
ઇન્દ્રદત્ત કથા
૬૧
વિનીત, કૃતજ્ઞ, ઉત્તર પ્રત્યુત્તર આપવામાં નિપુણ ઈન્દ્રદત્ત નામે કુલપુત્ર છે. તેને અનુરાગી ગુણવતી નામે પત્ની છે. રાજાએ તેનાં ગુણો સાંભળ્યા તેથી રાજાએ કોઈક રાજા પાસે મોકલ્યો. તે વિશેષરૂપે કામ કરીને આવ્યો. ત્યારે આ સારો છે એથી કરીને રાજકાજ માટે સર્વરાજકુલમાં તેનેજ મોકલે છે. અને તે ઈંદ્રદત્ત પણ દાક્ષિણ્યના લીધે રાજ આદેશની અવજ્ઞા કરી શકતો નથી. અને તેથી તે કાલે અકાલે સર્વ ઠેકાણે જવા લાગ્યો.
એક વખત વર્ષાકાળે ઉજ્જૈનીમાં મોકલ્યો. તેની ભાર્યા દેવાલય કરી યજ્ઞ પ્રતિમા સ્થાપી તેનું વંદન, પ્રક્ષાલન વિગેરે કરી વિનંતી કરે છે કે મહાયશવાળા હે યક્ષરાજ ! માર્ગ નગરાદિમાં તેમનું રક્ષણ કરજે. હે યક્ષ ! હંમેશા સર્વ ઠેકાણે મારા પતિનું સાંનિધ્ય કરજે. કારણ કે તમારા જેવા પ્રણામ કરનારા ઉપર વાત્સલ્ય વેલડીથી વિંટાઈ જનારા હોય છે. યક્ષ પણ તેની બહુમાન ભક્તિ પૂર્વક ઘણી વિનંતીથી તુષ્ટ થઈ તેનું (ઈન્દ્રદત્તનું) સાંનિધ્ય કરે છે. ઈન્દ્રદત્ત પણ ઉજ્જયનીમાં રાજકાર્યથી ઘેર આવતા રસ્તામાં નદી ઉતરતા વરસાદના કારણે પૂર આવવાથી તણાવા લાગ્યો. ત્યારે ચલાયમાન મણિકુંડલવાળા, દીપતા મુગુટમણિથી ભાસુર, હારથી શોભતી છાતીવાળા, આભરણોથી શોભતાં યક્ષે હથેળીમાં લઈ પાર ઉતાર્યો. ઉતારીને યક્ષ અદ્રશ્ય થઈ ગયો
તે ઈન્દ્રદત્ત તે બીનાને સ્વપ્નની જેમ માનતો પોતાનાં નગરમાં ગયો. રાજકાર્ય નિવેદન કરી ઘેર આવી સર્વ વાત કરી, ત્યારે પત્નીએ કહ્યું તે તો યક્ષ હતો. તમારા રક્ષણ માટે હું તમે ગયા ત્યારથી દરરોજ યક્ષની આરાધના કરું છું.
ઈન્દ્રદત્ત - તે યક્ષ ક્યાં છે ? ગુણવંતીએ દેવલુકમાં રહેલ યક્ષ (પ્રતિમા) દેખાડી. પતિએ કહ્યું જો એકનો આટલો પ્રભાવ હોય તો “સર્વ દેવોની પ્રતિમા દેવાલયમાં બેસાડી આરાધના કર!” ત્યારે ઝાડ વિગેરેના નીચેથી સર્વ દેવોની પ્રતિમા લાવીને દેવાલયમાં સ્થાપી. દ૨૨ોજ આરાધવા લાગી. એકવાર ફરી વર્ષાકાળ આવ્યો. તમાળના પાંદડા સરખા કાળા વાદળાના વલયથી આકાશતલ અંધાર્યું. યમની જીભ સરખી વીજ ચમકવા લાગી. તે સમયે ફ૨ી ૨ાજકાર્ય માટે રાજા દ્વારા પ્રેરણા કરાયો ત્યારે પૂર્વે ભય જોયેલો હોવાથી તેણે સવિશેષ પૂજા સત્કારાદિથી સર્વ દેવોને આરાધવાની પત્નીને ભલામણ કરી. ઈન્દ્રદત્ત કાર્યકરી જેટલામાં પાછો આવે છે, તેટલામાં નદીમાં પૂરથી તણાઈ છ યોજન ગયો. આયુષ્ય શેષ હોવાથી બચી ગયો.
ઘેર આવતાં ક્રોધથી ધમધમી પત્નીને કહેવા લાગ્યો, હે પાપિણી ! તે દેવતાઓની પૂજા કરી નહિં હોય, જેથી કોઈએ મારી સહાય ન કરી. તે બોલી ગુસ્સે ના થાઓ. જો મારાં ઉપર વિશ્વાસ ન હોય તો તમે જઈને જુઓ મેં તો સવિશેષ પૂજા કરી છે.
તે પ્રમાણે દેખી ક્રોધને વશ બનેલ તે ઈન્દ્રદત્ત ફરશી ઉપાડી પ્રતિમાઓ તોડવા તૈયાર થયો, ત્યારે પૂર્વયક્ષે હાથ પકડ્યો. અને કહ્યું આમ ન કર. પહેલાં મને એકને પૂજતો હોવાથી સ્વઅપવાદનાં (મને પૂજનારની હું સહાય ન કરું તો મારી હલકાઈ દેખાશે એવાં) ભયથી સદા પાસે રહેતો. અત્યારે આ કરશે, પેલો કરશે, એમ અમે સર્વ યક્ષોએ ઉપેક્ષા કરી. ત્યારે તેનાં વચનથી પ્રતિબોધ પામી એકને