________________
દાત છે.
મૂળશુદ્ધિ ભાગ-૧ પાંચ દૂષણ-શ્રીધરકથા
૫૯ પણ આ ગુણો વડે શોભે છે. જેમ અલંકારવાળું કાવ્ય વિદ્વાનની સભામાં શોભે છે, તેમ આ અલંકારો વડે જ સમકિત શોભે છે. આ પ્રમાણે સમકિતનાં ભૂષણો કહ્યાં. &
હવે બીજું દુષણ દ્વાર કહે છે તેનું સ્વરૂપ કહેવા સારુ ગાથા પર संका य करवा य तहा विगंछा कुतित्थियाणं पयडा पसमा ५ ગમવ@vi સંથવા વ તેલ, ટૂતિ સત્તાને તો પાભિનીતી. અમદાવાદ
શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદર્શનીઓની પ્રગટ પ્રશંસા, વારેવારે તેમનો પરિચય આ દોષો સમકિતરત્નને અશુદ્ધ બનાવે છે.
ચકાર દેશ - સર્વ શંકાનો સૂચક છે, ત્યાં દેશ શંકા “શું સાધુઓને ઋદ્ધિ હોય કે નહિ? ” ઈત્યાદિ સ્વરૂપવાળી શંકા છે. વળી સર્વશંકા તો “આ બધુ જિનદર્શન સાચું છે કે ધુતારાએ કલ્પેલું છે.” આ સ્વરૂપવાળી છે. બંને પ્રકારની શંકા સમકિતને દૂષિત કરે છે. ઈહલોક વિષયવાળી શંકા પણ મોટા અનર્થ માટે થાય છે. તેમાં શ્રીધરનું દ્રષ્ટાંત છે.
(શ્રીધરની વાર્તા) આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની અંદર ઉત્તરપથમાં = ઉત્તરીયદેશમાં ગિરિપુર નામે નગર છે. ત્યાં મહાન સામંતોનો સ્વામી અજિતસેન રાજા છે. તેને રૂપિણીનામે રાણી છે. ત્યાં શ્રીધર નામે બન્યવાદી છે. તે લોક પ્રવાહોથી નિધાનો ખોદે છે. પણ સામગ્રીની ખોટ ના લીધે એક પણ નિધાન હાથમાં આવતું નથી. એમ કેટલોય કાળ ગયો.
એક વખત ભમતા શ્રીપુર તીર્થમાં ગયો. ત્યાં એક પ્રદેશમાં “પ્રતિપટ્ટ- દરેક પત્ર પઢાંકુશથી વિટલાયેલું છે” રેશમી વસ્ત્રના ઉપર સ્થાપન કરાયેલ છે. પાંચ વર્ણના ફુલડાથી પૂજાયેલ, કપૂર અગર મદન વિના ધૂપની અતિપ્રબલ ગંધથી મનોહર, ગોરોચન રક્તચંદન કુંકુમ અને ચંદનથી જેના ઉપર તિલક કરાયેલ છે, સુગંધિ બારમતિ ડાંગર અને ચોખાથી જેના ઉપર બલિકર્મ કરાયેલ છે, સુગંધિ વાસક્ષેપથી વાસિત એવું રમ્ય ઉત્તમ પુસ્તકરત્ન જોયું. હાથમાં લઈ હર્ષથી રોમાંચિત દેહડીવાળો પુસ્તકને બહાર કાઢે છે. ત્યારે હીરામણિ-માણેકથી જડિત રેશમીવસ્ત્રથી યુક્ત, રત્નમય પુષ્પવાળું સોનાની દોરીથી બંધાયેલું જોયું. તે જોઈ ચોક્કસ આમાં કાંક અદૂભૂત હશે “એમ વિચારી, છોડીને વાંચવા લાગ્યો, ત્યારે અને પ્રભાવશાળી મંત્ર, તંત્ર, વક્રોક્તિ, કૌતુકોની વચ્ચે રહેલું મંડલવિધાન મંત્રરણાથી યુક્ત ખન્યવાદી કલ્પ જુએ છે. . અને જોઈ ઉલ્લાસ પામ્યો વાહ ! જે મેળવવાનું હતું તે મળી ગયું. એમ વિચારી તેમાં કહેલ ઉપાય પ્રમાણે નિધાન જોવા લાગ્યો. જોતાં જોતાં એક સ્થાને મહાનિધાન જણાયું, ત્યારે એક દિવસે તે પ્રદેશમાં મહાબલિ વિધાન કરી માંડલું દોર્યું. ચારે બાજુ તાડના પાંદડા સરખી કાળી અને ભયંકર એવી ખુલ્લી તલવાર હાથમાં લઈ ને ઉભેલા દિશાપાળ પુરુષો સ્થાપ્યા. કેટલાક લોકોએ ખણવાનો આરંભ કર્યો. સ્વયં મંત્ર જપવા બેઠો, બલિવિધાનમાં ઘણો ખર્ચ કર્યો, અરે ! હજી નિધાન દેખાતું નથી, અહિ કાંઈ હશે કે નહિ ? ત્યારે શંકાથી ચલચિત્ત જાણી નિધાન દેવતા ભયંકર વેતાલ રૂપો કરી અટ્ટહાસ કરવા લાગ્યા. અને ડાકિણી પુત્કાર કરવા લાગી. શિયાળીયા રડવા લાગ્યા, રાક્ષસો નાચવા લાગ્યા,