________________
મૂળશુદ્ધિ ભાગ-૧
સુલાકથા કરી ધર્મ દેશના દેવા લાગ્યો. તેમાં ચાર પ્રકારનો ધર્મ અને મુનિ, શ્રાવકના ભેદવાળા અતિશય સુંદર ધર્મનું વ્યાખ્યાન કરે છે. તે સાંભળી રોમાશ્ચિત બનેલા લોકો હાઈ ધોઈ ભક્તિથી તેમની પાસે જવા લાગ્યા. સુલસાને અંબડે કહેવડાવ્યું કે જિનવંદન કરી તારા પાપ ધો ! સુલતાએ કહ્યું કે ઈન્દ્રવૃંદ જેમને નમન કરે છે એવાં વીર પ્રભુ અહીં પધાર્યા નથી. (જો પ્રભુ પધારે તો મારો દેહ રોમાંચિત થયા વિના રહે નહિ.) આઠ કર્મરૂપી શત્રુનો નાશ કરનારા તીર્થકરો ચોવીશ જ હોય છે.
તેણે કહેવરાવ્યું અરે ! તું તો સાવ ભોળી છે, આ તો પચીસમા તીર્થંકર છે. આવ, તારી શુદ્ધિ થશે. પચીસમા તીર્થંકર ક્યારે ન હોય આ તો કોઈ કપટી માણસોને ઠગવા માટે જિનવરનાં ધર્મ શાસ્ત્રને કહી રહ્યો છે. (કોઈકે અંબડે) કહ્યું તું ઘબરા નહિ, આનાથી (તારા આવવાથી) તો શાસન પ્રભાવના થશે, તુલસા બોલી ખોટા ઢોંગથી પ્રભાવના ન થાય. આવી પરિસ્થિતિમાં પણ સુલસા પ્રેરાઈ નહિ. એમ સુલતાને ચલાયમાન ન કરી શક્યો ત્યારે અંબડ વિચારવા લાગ્યો. દઢસમકિતના કારણે પ્રભુએ પ્રશંસા કરી તે યોગ્ય જ છે.
(૧૬) ત્યારે સર્વમાયાજાળ સમેટીને મૂળરૂપમાં સુલતાને ઘેર આવ્યો. એટલામાં નીસિહી કરે છે, તેટલામાં તુલસા સામે ગઈ અને કહેવા લાગી. . પધારો ! શ્રાવક પધારો ! અહો ગુણાઢ્ય, મહાધર્મબંધુ (સાધર્મિક) જિન ધર્મ ઉપર શ્રદ્ધાવાળા તમારું સ્વાગત હો ! સ્વાગત હો ! અતિવાત્સલ્કવાળી પોતાની માતાની પેઠે તેનાં પગ ધોયા ગૃહચૈત્યો દેખાડ્યા. અંબડે પણ વિધિ પૂર્વ વંદન કર્યું. અને અંબડ ઉત્તમ આસને બેસે છે અને મનમાં અતિશય હરખને ધારણ કરીને તે કહે છે કે હે શ્રાવિકા ! તે મને શાશ્વતાં અશાશ્વતાં ચૈત્યોને વંદાવ્યા. ત્યારે મનમાં ઘણી સંતોષ પામી મસ્તક-હાથ ધરણિતલે લગાડી તે સુલસા વાંદે છે. અંબડ કહેવા લાગ્યો તું સર્વથી ધન્ય છે. પુણ્યવાનું છે, કૃતાર્થ છે, તારો જન્મ સફળ છે, તને ઈંદ્ર પણ નમે છે. જેથી કારણ કે તેજથી ભાસુર એવાં મનુષ્યતિર્યંચ સુરાસુરોની મધ્યે રહેલાં કામદેવરૂપી શત્રુનો નાશ કરવામાં અસમાન શૂરવીર એવાં વીર જીનેશ્વર તારા સમાચાર પૂછે છે. તે સાંભળી હર્ષથી પુલકિત શરીરવાળી સુલસા સ્તુતિ કરવા લાગી.
વીર જિનેશ્વર જય પામો ! મિથ્યાત્વરૂપી વાદળાનો નાશ કરવા માટે પવન સમાન, મોહમલ્લના બલનો નાશ કરવામાં ધીર ! જય પામો, સુરાસુરના ઈંદ્ર અને ચંદ્ર પણ જેમને નમન કરે છે. પગની આંગળીથી જેમને મેરુપર્વત ડોળાવી દીધો એવા વીર પ્રભુ જય પામો !
કેવલજ્ઞાનથી સંસાર સ્વરૂપને જાણનારા, ત્રણ લોકમાં સહુથી અતિશયવાળા, જયપામો ! એ પ્રમાણે સ્તુતિ કરી સુલસા ધરણીતળે શીશ લગાડી કલેશ-કષાય વિનાના જિનેશ્વરને વારંવાર વાંદવા લાગી, ત્યારે ફરીથી પણ વિશેષ પરીક્ષા કરવામાં વિચક્ષણ એવા અંબડે પૂછ્યું, કુતૂહલથી પણ તું પૂર્વાદિ દ્વારે બ્રહ્માદિ પાસે કેમ ના આવી? તે કહેવા લાગી છે સુભગ ! અતિ અજ્ઞાનીની જેમ તું એમ કેમ બોલે છે? કે જે વીર પ્રભુને નમી, મારું મન જેનો વૃતાંત બંધ બેસતો નથીઃ જેમની વાતોનો કે ચરિત્રના કોઈ ઢંગધડા નથી એવા અન્યદેવમાં કેવી રીતે જાય કારણ કે,
કહ્યું છે કે – જે ભમરાએ ઐરાવણ હાથીના ગંડસ્થલથી ઝરતાં મકરંદની સુગંધ સુંઘી હોય,