________________
૫૬
મૂળશુદ્ધિ ભાગ-૧
બળને હરનારા ! અન્ય દર્શનનાં બળને હરનારા જય પામો ! આપત્તિની ધૂળને શમાવવામાં વાદળ સમાન ! મનુષ્યરૂપી ભ્રમર માટે શ્રેષ્ઠ કમળ સમાન, અતિશય વિકસિત કમળ સરખા નયણોવાળા ! મોક્ષમાં ગમન કરાવા સારુ નયન (નેતા) સમાન જય પામો ! આખુંય જગત જેમને પ્રણામ કરે છે ! કાષ્ઠ, ધન અને રત્ન ઉપર સમદ્રષ્ટિ રાખનાર ! શ્રેષ્ઠ, કાન, હાથ અને દાંતવાળા જય પામો ! પાણીવાળા વાદળાની જેમ વિસ્તાર પામેલ ! કપટરૂપી ભટના ફેલાવનો ક્ષય કરનાર, યશ પ્રસારથી શ્વેત ઉજળા, ઈન્દ્રિયરૂપી ઘોડાને દમનારા ! મદોન્મત્ત હાથી જેવી ચાલવાળા,.છલરૂપી સાપનો છેદ કરવામાં કર્પર (હથિયાર વિશેષ) સમાન, ભવરૂપી રત્નાકરથી તરનારા પ્રભુ જય પામો ! અસ્ખલિત શાસનવાળા (જેમનાં શાસનને કોઈ પરાસ્ત ન કરી શકે) ભવભયનો નાશ કરનારા, મળ વગરના દેવેન્દ્રથી વંદિત ચરણકમળવાળા હે વીરનાથ ! દીન એવા અમારા ઉપર દયા કરો, મને શિવસુખ આપો.
૧૫
એ પ્રમાણે સ્તુતિ કરી. ગુણરાશિવાળી ધર્મદેશના સાંભળી પ્રભુને નમી ક્યું કે હું રાજગૃહી નગરી જાઉં છું.
ત્યારે જગદીશ્વરે ચૈત્ર મહિનામાં મત્ત બનેલી કોયલ જેવા મધુર સ્વરે કહ્યું કે સુલસા શ્રાવિકાને મારા તરફથી પ્રવૃત્તિ પૂછજે.“ઈચ્છું” કહી ક્ષણવારમાં ગગનમાર્ગે રાજગૃહી આવ્યો. સુલસામાં કોઈક ગુણના કારણે વીતરાગનો પણ સુલસા પ્રત્યે સુરનર સભા વચ્ચે પણ આવો પક્ષપાત છે. “તે સર્વ પરીક્ષા કરું” એમ મનથી વિચારી અન્યરૂપે તેનાં ઘરે જઈ આદરથી ભોજન માંગ્યું. ધર્માર્થી તે સુલસા કોઈ પણ રીતે કશું આપતી નથી. તેથી નગરની બહાર નીકળી જાય છે. હવે પૂર્વ દ્વારે ચારમુખવાળા, પદ્માસને બેસેલ, હંસવાહનવાળા, સુંદર ચારભુજાવાળા, બ્રહ્માની જપમાળા, બ્રહ્માક્ષસૂત્ર, જટામુગુટથી યુક્ત, સાવિત્રી (બ્રહ્માની પત્ની) થી સંબદ્ધ, નગરજનો સમક્ષ ધર્મ કહેવા લાગ્યાં. જ્યારે એવું બ્રહ્માનું રૂપ કરીને રહ્યો. ત્યારે નગરજનો તેને દેખી “અહો ! આ તો બ્રહ્મા પધાર્યા” એમ માની ઘણાં જ આકર્ષિત-પ્રસન્ન થયા. સખીઓએ સુલસાને પણ આવવાનું કહ્યું. “આ તો દાંભિક છે.” એમ સમજી નિશ્ચલ મનથી ઘેર જ રહી. ત્યારે બીજા દિવસે દક્ષિણ દિશામાં ગરુડ ઉપર બેસેલ, લક્ષ્મીયુક્ત, જેનાં હાથમાં ગદા, શંખ, ચક્ર, સારંગ નામનું ધનુષ, (ગંધર્વ જાતિની દેવીઓની) વહુની કાંતિને હરનાર, કપટની ખાણ એવા વિષ્ણુનું રૂપ કર્યું. તેનાથી પણ સુલસા રંજિત ન થઈ, ત્યારે ત્રીજા દિવસે પશ્ચિમદ્વારે ચંદ્રના તિલકવાળા, રાખ ચોપડેલા શરીરવાળા, બળદ ઉપર સવાર થયેલ, જેનો અર્ધો ભાગ પાર્વતીથી યુક્ત છે, જેનાં હાથમાં ડમરુક, ખટવાંગ (શિવનું શસ્ર) ત્રિશુલ છે શિવના સેવક ગણ વિશેષથી પરિવરેલ શંકરનું રૂપ લીધું. એ ધર્મ શાસ્ત્ર કહેવા લાગ્યો. તો પણ ગુણથી વિશાલ સુલસા ન આવી, ત્યારે ચોથા દિવસે ઉત્તર દિશામાં રત્ન, સોના, ચાંદીના ત્રણ ગઢ બનાવ્યાં જે કાંગરા (કોટના તોરણ ઉપરનું નકશીવાળુ ચણતર) તોરણ, દ્વારથી વિસ્તૃત છે, તે સમવસરણની મધ્યે આસોપાલવની નીચે સમુજ્જવલ સિંહાસન ઉપર ચાર રૂપધારી, કર્મ શત્રુને ભગાડી કાઢવામાં વીર એવાં જિનેશ્વર બેસેલ છે અને અષ્ટ પ્રાતિહાર્ય બનાવ્યા, વૈર શાંત થઈ ગયુ છે એવા પશુઓ દેખાડ્યા, આવું તીર્થંકરનું રૂપ ધારણ
–