________________
મૂળશુદ્ધિ ભાગ-૧
શિખરસેન કથા મનુષ્ય જન્મ મેળવીને જેઓ વિષયલુબ્ધ બની ધર્મ કરતા નથી તેઓ ચંદનને બાળી અંગારા વેચવાનું કામ કરે છે, તેમ જાણવું. ધર્મથી સર્વભાવો સુખ આપનારા બને છે. ધર્મથી ટૂંક સમયમાં શાશ્વત સુખવાળું સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. ત્યાં ધર્મનું મહત્વ સાંભળી, શુદ્ધભાવે જિનેશ્વરે ભાખેલ ધર્મનો સ્વીકાર કર્યો અને યથાશક્તિ વિરતિ સ્વીકારી થોડીક વેળા ત્યાં રહી તેજ પ્રમાણે સાધ્વીઓને નમન કરી ઘરભણી જવા લાગ્યા, ત્યારે ગણિનીએ કહ્યું- દુઃખને દૂર કરવા માટે વિરેચન સમાન એવા વીતરાગ પરમાત્માએ ફરમાવેલ ધર્મને સાંભળવા દરરોજ આવજો. ગણિણીના વચન સ્વીકારી ઘેર ગયા, હર્ષિત હૃદયવાળા ધર્મમાં અનુરાગવાળા તેઓ કેટલાક દિવસમાં ઉચ્ચ ભક્તિવાળા બની વિષયસુખથી મનને વાળી ઉત્તમ શ્રાવક થયા. (૧૦૩).
દરરોજ ત્યાં આવવા લાગ્યા અને ઉત્તમ શ્રાવક ધર્મ પાળી મરીને બ્રહ્મદેવલોકે ગયા. કાંઈક અધિક સાત સાગરોપમ સુધી શ્રેષ્ઠ સુખ અનુભવી ત્યાંથી ચ્યવી આજ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મિથિલાનગરીમાં કિર્તિધર્મ રાજાની શ્રીકાંતા રાણીની કુક્ષિમાં ભિલજીવ ઉપન્યો. ત્યારે રાણીએ મુખથી ઉદરમાં લીલાથી પ્રવેશતો સિંહ કિશોર દેખ્યો. તેથી રાણી ઘબરાટ સાથે જાગી ઉઠી ૧૦૭
રાજા પાસે જઈ અંજલિ જોડી સ્વપ્ન કહેવા લાગી. તે સાંભળી રાજા કદંબ પુષ્પની જેમ રોમાશ્ચિત થયો. સ્વપ્નઅર્થ વિચારી રાજા હર્ષવશે અટકતો કોયલ જેવી કોમલ વાણીથી રાણીને કહેવા લાગ્યો, હે દેવી ! અભિમાની શ્રેષ્ઠ માણસરૂપી હાથીને ફાડી નાંખવા માટે સિંહ સમાન “અસામાન્ય તીક્ષ્ણ નખવાળો પૃથ્વીમાં અજબ કોટીનો વિર” પુરુષજાતિમાં સિંહ સમાન પરાક્રમી એવો તારે પુત્ર થશે. રાજાના તે વચનને બહુમાનથી સ્વીકારી સુપ્રશસ્ત દોહલાને પૂર્ણ કરી ગર્ભધારણ કરે છે. અનુક્રમે પ્રસૂતિ સમયે આવતા શુભદિવસે દેવકુમાર સરખો પુત્ર જન્મ્યો. (૧૧૨)
પ્રિયંગુલતા દાસીએ રાજાને વધામણી આપી. દાસીને પ્રીતિદાન આપી મસ્તક ધૂએ છે, એટલે તેનું દાસત્વ ધોઈ નાખે છે. ત્યારપછી બધુંસરી, મુશલ, ધ્વજા, ઘાણીના ચક્રને ઉંચા મૂકાવી દીધા છે, એટલે આવા કષ્ટદાયક વ્યાપાર બંધ કરાવ્યા, અથવા ધ્વજ પતાકા વગેરેથી રાજય સજાવ્યું,” એવો વધામણી મહોત્સવ રાજાના આદેશથી સમસ્ત રાજ્યમાં શરૂ થયો. (૧૧૪)
વળી સર્વ બંદીજનો છૂટા કરાઈ રહ્યા છે, વાજીંત્ર વાગી રહ્યા છે, નારી સમૂહ નાચી રહ્યો છે. માથાના વસ્ત્ર હરાઈ (ઉડી) રહ્યા છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. બજારો શણગારાઈ રહી છે, કંચુકીઓ ગોળ ભમી રહ્યા છે, કુબડા અને લંગડા આળોટી રહ્યા છે, ભાટચારણો રાજાને વખાણી રહ્યા છે. હાથી રથ અપાઈ રહ્યા છે. ઝળહળતા હારો તુટી રહ્યા છે, (ખંડીયારાજાને). સામંતોને ખુશ કરાય છે, બહુ દાન અપાઈ રહ્યું છે, મીઠા જળ પીવાઈ રહ્યા છે. વિવિધ ભોજન જમાઈ રહ્યા છે, અનેક આશ્ચર્યો દેખાઈ રહ્યા છે, પૂજાપાત્રો-ચોખાના ભરેલા થાળ વધામણી નિમિત્તે આવી રહ્યા છે, પાત્રદાન દેવા યોગ્ય ગુણી લોકો પૂજાઈ રહ્યા છે, છત્રો ઉંચા અને ખુલ્લા કરાઈ રહ્યા છે, ક્ષત્રિયોને માન- પાન અપાઈ રહ્યા છે, “અક્ષતથી વધાવી રહ્યા છે” બાલકોનું રક્ષણ કરાઈ રહ્યું છે, દુશ્મનોને દુઃખ ઉપજી રહ્યું છે. મિત્રો મજા માણી રહ્યા છે, આ વધામણીના મહોત્સવમાં મહાલી રહેલા રાજાનો સેંકડો મનોરથ સાથે અનુક્રમે મહીનો પૂરો થઈ ગયો, (૧૨૧)
શુભદિવસે રાજાએ મિત્ર સ્વજન અને બન્ધવર્ગ (સગાસંબંધી)નો આદર સત્કાર કરી પુત્રનું વિજયવર્મ નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી લાલન પાલન કરાતો અનુક્રમે આઠ વર્ષનો થતા