________________
મૂળશુદ્ધિ ભાગ-૧ શિખરસેન કથા
૪૩ તપાસ કરવા કહ્યું. તેટલામાં કવચને ધારણ કરનાર ડમરીથી રંગાયેલા શરીરવાળો ઉતાવળા પગે દ્રઢવીર્ય ત્યાં આવ્યો, હે રાજન ! જયપામો એ પ્રમાણે બોલતો વિનંતિ કરવા લાગ્યો કે આજે મન અને પવન સરખા વેગવાળા ઘોડા ઉપર સવાર થઈ સપરિવાર નગરની દક્ષિણ દિશામાં દુષ્ટપુરુષોની તપાસ માટે ગયો, તેટલામાં મોટો યુદ્ધનો અવાજ સંભળાયો, મેં ત્યાં જઈને જોયું તો એક રાજકુમાર શ્રેષ્ઠ ઐરાવણ હાથી ઉપર ચઢેલો હતો, અને ચારે બાજુ ઘેરીને સુભટો તેનાં ઉપર પ્રહાર કરી રહ્યા છે, જાણે ઈન્દ્રને ઘેરી અસુરો પ્રહાર કરતા ન હોય, તેટલામાં બહુ પ્રહારથી પ્રહત બનેલ (ઇજા પામેલ) હાથી ઘણો ગુસ્સે થયો, તેમજ ચિંઘાડ કરવા લાગ્યો તેવા હાથીને કુમાર ધીરે ધીરે હંકારવા લાગ્યો, કુમારે હાથીને થપથપાવ્યો ત્યારે તે હાથી સુભટસમૂહને ચૂરવા લાગ્યો, એટલામાં હાથીના ભયથી બધા દૂર દૂર સરકી ગયા, ત્યારે તે હાથી સુભટોને હણી અહીં આવ્યો, અને તે દેવ ! પ્રહારથી-ઘાવથી જખમી થયેલો તે હાથી સાગરઆવર્ત નામના સરોવરમાં જલ પીવા માટે પેઠો અને કુમાર પણ જલક્રીડા કરવા લાગ્યો. અમે પણ તેની પાછળ પાછળ આવ્યા અને તેને જોવા લાગ્યા, તેટલામાં હાથીથી ઉતરીને રાજકુમારને એક ઝાડ નીચે આરામ કરતો દેખ્યો. (૧૫)
એ અરસામાં અનેક વાજિત્રોના નાદથી અંબરકુક્ષિને ભરતો ચતુરંગ સૈન્ય સાથે શૂરરથ રાજા ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે “હે પાપિષ્ઠ ! દુષ્ટ ! નિર્લજ્જ ! મારા સુભટોને મારી અહીં નિરાંતે સૂતો છે. હજી તો પહેલાનું તારા પિતાનું વેર મને ભુલાતું નથી અને તે પાપી! આ તે ફરી નવું વેર ઉભુ કર્યું, તેથી તું સામે આવ ! અથવા તે દુષ્ટ તું કોઈનું પણ શરણ લે કે પાતાલમાં પેસ, આજે તું છુટી શકે એમ નથી, તે સાંભળી વીરરસથી રુવેરુવ જેનાં ખડા થઈ ગયા છે એવો કુમાર કહેવા લાગ્યો હે રાજન ! શું ઉત્તમ પુરુષો પોતાની પ્રશંસા જાતે કરે ખરા?” છે નરેન્દ્ર ! પૂર્વપુરુષોએ મેળવેલા યશનો આજે તે નાશ કર્યો છે, કે જેથી પુરુષકાર પુરુષાર્થવિનાનું નકામું આ પ્રમાણે બોલે છે. (૧૯૧).
ત્યારે રોષે ભરાયેલા શૂરથે ધનુષ્યનો ટંકાર કર્યો, તેટલામાં કુમાર પણ તેજ હાથી ઉપર ચડ્યો. પણ તે હાથી કોઈપણ હિસાબે જલમાંથી બહાર ન નીકળતાં માછલાંની જેમ પડખુ ફેરવી અન્ય હાથી ઉપર બેસી તેનાં સવારને હણી શ્રેષ્ઠ ધનુષ્યને દોરી બાંધી તૈયાર કરે છે. ત્યારે અમે પણ તેનાં પક્ષમાં (આધાર વર્ગમાં) મળ્યા. ત્યારે શૂરરથ રાજા મને કહેવા લાગ્યો આ તારે શરણે આવેલ નથી, મારા શત્રુ ખાતર તું યમ ઘેર જા નહિ, માટે તું તારા સ્વામીની પ્રીતિને ન તોડ. તે સાંભળી સૈનિકો ગોઠવી હું એકલો જ તમારી પાસે નિવેદન કરવા આવ્યો છું. હવે આપ કહો તેમ કરીએ. (૧૬૭) "
ત્યારે રાજાએ હોઠ કરડી ભવાં ચડાવી યુદ્ધ ભેરી વગાડવાની આજ્ઞા કરી, જલ્દીથી જલ્દી તૈયાર થાઓ, મારી સામે આવેલા પરોણા) અતિ અદ્દભૂત વીર્યવાળા તે મહાનુભાવનું ઘણું અહિત ન થાય તે માટે જલ્દી કરો, એમ કહી વિમલાક્ષ રાજા વેગવાન શ્રેષ્ઠ રથમાં બેસી ચતુરંગ સેના સાથે ક્ષણવારમાં યુદ્ધ મેદાનમાં આવી ગયો. એટલામાં દ્રઢવીર્ય જે સિપાઈઓને કુમાર પાસે મૂકી ગયો હતો તે શત્રના પ્રહારથી નાશી ગયા. આહ્વાન કરતા, કુદતાં અને સામે ચડીને ભીંડાયેલા વિમલાક્ષ રાજાના સૈન્યને દેખી શત્રુસેના ભાગ્યે છતે અભિમાનથી ઉશૃંખલા બનેલી, સ્વામીનું કાર્ય કરવા ઉદ્યમવાળી, વિજય મેળવવાની લાલચી એવી બન્ને સેનાઓ વચ્ચે ભયંકર ઘમસાણ