________________
મૂળશુદ્ધિ ભાગ-૧ ખેંચાતો એક વિશેષ રથ જે ધાર્મિક કાર્યમાં જવા માટે વપરાય છે.) વાહન, શ્રેષ્ઠ રથ, હાથી, ઘોડાઓથી પરિવરેલો રાજા નગરથી નીકળ્યો. શીધ્ર થોડો ભાગ આગળ જઈ દવે રચેલ સમવસરણને દેખી હાથી ઉપરથી ઉતરી ગયો. (૨૩૧) હરખથી પુલકિત રાજા પરિવાર સાથે ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ્યો, અને જગતમાં વિખ્યાત જિનેશ્વરને નજરે નિહાળ્યાં. જગમાં દીપક સમાન જિનવરને જોઈ હર્ષથી રોમાશ્ચિત અંગવાળો ભૂમિએ ભાલસ્તલ અને કરયુગલસંપુટ = અંજલિ લગાડીને = પંચાંગ પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યો...... (૨૩૩)
હે કામદેવના બાણના પ્રસારને વારનારા ! હાથી જેવી સુંદર ગતિવાળા ! ત્રણ લોકને જાણનારા ! મોક્ષપદના પ્રકૃષ્ટ સાધક ! મદને હણનારા ! મૃગલાઓને-મરનારને શરણભૂત ! યુદ્ધ વગરના ! સમસ્ત ઉપદ્રવને હણનાર ! ગર્વ વગરના ! કષાયને જીતનારા ! શ્રેષ્ઠ બ્રહ્મા ! સુંદર હાથવાળા ! ઇન્દ્રિયોને વિષયોથી નિવારનારા ! કર્મજ રૂપ મળને સાફ કરવામાં પાણી સમાન! દુઃખ રૂપી વૃક્ષને બાળવામાં આગ સમાન ! મધ્યાહ્ન સૂર્ય જેવી પ્રભાવાળા ! અંતર શત્રુઓના સુભટ સમૂહને હતપ્રભ કરનારા ! નમસ્કાર કરનારના શરણભૂત ! પ્રકૃષ્ટ નયોની દેશના આપનાર હે જિનેશ્વર ! એવા આપને સદા ખૂબ ખુબ=ઘણાં ઘણાં નમન ! ઇંદ્રને પણ નમન યોગ્ય (નમસ્કરણીય) પ્રસિદ્ધ સ્યાદ્વાદથી પદાર્થ સ્વરૂપને પ્રગટ કરનારા ! ભાવનયના મોટા મહોત્સવ સમાન ! મને શાશ્વત સુખ આપો. (૨૩૭)
એ પ્રમાણે સ્તુતિ કરીને ગણધરાદિ સાધુઓને પણ વાંદી ઇંદ્રાદિના ક્રમથી પોતાનાં સ્થાને રાજા બેઠો.
ત્યારે પ્રભુએ યોજનગામી મધુર ધ્વનિએ સંસાર સમુદ્રને તરવા સારુ જહાજ સમાન ધર્મને કહેવાનો પ્રારંભ કર્યો. પ્રાણીઓને દુર્દીત પાંચ ઇન્દ્રિયો સંસારનું કારણ બને છે, અને દમન કરેલી તે ઇન્દ્રિયો મોક્ષ માટે થાય છે. બેકાબુ ઇન્દ્રિયોથી આત્મા બલાત્કારે ઉન્માર્ગમાં પછડાય છે, જેમ યુદ્ધમાં બેકાબુ બનેલ ઘોડાઓથી સારથીઓ ઉન્માર્ગે જાય છે, પ્રથમ વિષય સંબદ્ધ મનને જીતીને વિવેકરૂપી હાથી ઉપર આરુઢ થયેલ શૂરવીર હાથમાં હથિયાર ધરી મન અને કષાયને જીતીને જે સારી રીતે તપ કરે છે તે શુદ્ધ આત્મા દેદીપ્યમાન બને છે, જેમ ઘી નાંખવાથી અગ્નિ. જે સમક્તિમાં ગાઢરત હોય, વીર, ક્રોધનું દમન કરનાર, ઇંદ્રિયને જીતનાર અને મોક્ષમાં જ લયલીન હોય તેને દેવો પણ નમે છે. (૨૪૫).
| સર્વજ્ઞને અનુસરનારી જિનેશ્વરે ભાખેલી સર્વ આજ્ઞાને સારી રીતે અભિનંદન કરતા-હર્ષભરે આચરતા જીવાત્માઓ સર્વ બંધનોથી મુક્ત બને છે. નિર્મોહી, દાંત, બુદ્ધિશાળીઓએ કહેલાનું જેઓ અભિનંદન કરતા નથી તેઓ દુઃખભાગી બને છે. શુભભાવથી જેઓ જિનાજ્ઞાને વખાણે છે. તેઓને કલ્યાણાદિ સુખાદિ ઋદ્ધિ, સિદ્ધિ કશું પણ દુર્લભ નથી. એમ દેશના આપી પરમાત્મા મૌન થયે છતે હાથ જોડીને બેસેલી પર્ષદા-સભા ઘણો જ સંવેગ પામી, ભૂમિએ મસ્તક નમાવી “અમો આપણું અનુશાસન ઇચ્છીએ છીએ.” એમ બોલી કંઈક નમેલા મુખવાળી સભા પોતાના સ્થાને ગઈ, તેમાં કેટલાક સમકિત, બીજા દેશવિરતિવ્રત પામ્યા, અને બીજા કેટલાક શાંતભાવવાળા