________________
મૂળશુદ્ધિ ભાગ-૧ સુલ સાકથા
૪૯ સાંભળેલું કરનારી, ચિંતામાં પણ સહચારિણી (ગુણવાનું, રૂપવાન, કુલીન, પ્રશાંત તેમજ સમક્તિધારી) સુલસા નામે નાગરથીની ભાર્યા છે.
એક વખત પતિને ચિંતાતુર જાણી તેનું કારણ પૂછ્યું હે નાથ ! જાણે કે (વારિ - હાથી બાંધવાનો રસ્સો) હાથીને પકડવાનો ખાડો) વારિબંધથી બંધાયેલા હાથીની જેમ, જાણે કે રાજપુત્રને રાજયથી વારવામાં આવ્યો હોય તેનાં જેવાં, નીચા નમેલા પુષ્પવાળી જુઈની જેમ, જુગારિયાની ટોળકીથી ફેંકાયેલા જુગારીની જેમ, શત્રુઓથી ઘેરાયેલા કાયર પુરુષની જેમ, રણાંગણમાં ખૂટી ગયેલા હથિયારવાળા સુભટની જેમ, નભાંગણમાં નાશ પામેલી વિદ્યાવાળા વિદ્યાધરની જેમ, દિશા ભૂલી ગયેલા નિર્યામકની જેમ, જેનું વાહણ ભંગાઈ રહ્યું છે એવા માલ વેચવા લઈ જનાર વ્યાપારીની જેમ, મહાભંયકર વનમાં સ્વામી નાશ પામી ગયા છે એવા વટેમાર્ગુની જેમ, જેનાથી વેશ્યાઓ પરાડમુખ છે એવા કામાતુરની જેમ, ભ્રષ્ટવ્રતવાળા ભાવિત ઉત્તમમુનિની જેમ, (ભાવુક મુનિ ભૂલમાં પણ વ્રત ભંગ થતાં ઘણાં જ ચિંતાતુર બની જાય છે.) તમે ચિંતાતુર કેમ દેખાઓ છો ?
શું રાજાએ કાંઈ તમારું અપમાન કર્યું ? અથવા કોઈ કપટીએ તમને છેતરી લીધા છે ? શું મહાજન તમારે વિરોધી થયું છે ? શું નિધાનમાંથી અંગારા નીકળ્યા ? શું બાલકો હૃદયમાં ખટકે છે ? શું મરણ નજીક આવી ગયું છે ? હે નાથ ! જો અતિગુપ્ત વાત ન હોય તો મને કહો, તે સાંભળી, જરાક હસી નાગરથીએ તેને જવાબ આપ્યો. (૩).
હે કાંતા ! મારે એવું કોઈ અતિગુપ્ત કામ નથી કે જે તને ના કહેવાય, . પરંતુ તમારે પુત્ર નથી આ મારા હૃદયમાં ખટકે છે. ત્યારે સુલસા કહેવા લાગી જિનવચનમાં વિદગ્ધ-સૂક્ષ્મદર્શીને ખેદ ક્યાંથી હોય? હે નાથ ! શા માટે ખેદ કરો છો, જે કોઈ નરકમાં પડિ રહ્યો હોય તેનું રક્ષણ પુત્ર કરી શકતો નથી, ગુણવાન અને રૂપાળો પુત્ર પણ છે સ્વામી! આવતા રોગવિકારને દૂર કરી શકતો નથી, “શું પુત્ર સ્વર્ગ, મોક્ષ આપે છે ખરો ?” પરંતુ તે નાથ ! પુત્ર તો સંસારનું કારણ બને છે. નાગરથી, હે પ્રિયે ! હું બધું જાણું છું, પણ અપુત્રિયાનું ધન રાજા લઈ લે છે. સકલ પરિવાર (લક્ષ્મી જોઈને) ભેગો થાય છે. અન્યથા સગો ભાઈ પણ સંઘર્ષ કરશે. તો હે નાથ ! આપ અન્યકુમારીને પરણી લો, પતિએ કહ્યું કે મને કોઈ રાજ્ય આપે તો પણ તારા સિવાય બીજી પત્નીથી મારે કામ નથી, જો કેમે કરીને તારે પુત્ર થાય તો ઠીક છે, તેનાથી મારા મનને શાંતિ થશે, સકર્ણક = સમાધિવાળું થશે. (વિદ્વતાનું ફળ સમાધિ છે માટે). પતિનો આવો નિશ્ચય જાણી તે દેવને આરાધવા બેઠી, સુવિશુદ્ધ બ્રહ્મચર્યને પાળે છે, ભૂમિ સંથારો કરે છે. જિનપ્રતિમાની પૂજા કરે અને કરાવે છે, ભક્તિથી શ્રમણ સંઘને વહોરાવે છે, અને આયંબિલનો તપ આદરે છે. અને મનમાં હરિબૈગમેષીદેવને ધારણ કર્યો. વ્રતનિયમમાં રહેલી બીજું પણ ઘણું કરવા લાગી, સ્થિરપણે અનુષ્ઠાનને વિષે રહી તેટલામાં,
હરિબૈગમેષીદેવનું આસન ચલાયમાન થયું. તે જોઈ મનમાં ચમકી “શું મારું ચ્યવન થવાનું છે ?” આવી શંકાથી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ત્યારે સુલસાનો વૃત્તાંત જાણી સુરસેનાપતિ તરત જ ઉત્તરવૈક્રિય શરીર કરી ચાલ્યો, સ્કુરાયમાન મુગટવાળો, રણરણ કરતી ઘુઘરીવાળો, (સણોસ્વનઃ - અવાજ) ચલાયમાન સુંદર કુંડલવાળો, જેની ચોતરફ તેજસ્વી મંડલ રહેલું છે, ઝૂલતા