________________
મૂળશુદ્ધિ ભાગ-૧ સુલસા કથા
૫૩ વેપારી પાસે જે આશ્ચર્ય દેખું, ખરેખર એમાં કોઈ ભ્રાંતિ-શંકા નથી. (ત્યારે દાસીએ જ્યેષ્ઠા પાસે જઈને કહ્યું કે આજે મેં આશ્ચર્ય દેવું.) જ્યેષ્ઠાએ કહ્યું શું દેવું? ત્યારે દાસીએ સર્વ વૃતાંત કહ્યો. મને ભારે કૌતુક ઉપન્યું છે માટે તું જલ્દી તે ચિત્ર લાવ, ત્યારે દાસીએ તે ચિત્ર માંગ્યું. અભય પણ દાસીને તે ચિત્ર આપતો નથી. મને ખાત્રી છે કે તમે ત્યાં લઈ જઈ મારા સ્વામીની અવજ્ઞા કરશો. ત્યારે ઘણી જાતનાં સોગંધ ખાઈ વિશ્વાસ બેસાડી ઢાંકીને ચિત્ર લઈ જાય છે. રાજહંસ અને - હાથી સમાન ગતિવાળી પોતાની સ્વામિનીને દેખાડે છે. સોગંદ આપી લઈ ગઈ. તે દેખતા જ
જયેષ્ઠા કામને વશ થઈ ગઈ. તું શેઠને જઈને કહે કે આ તમારો દેવ મારો પ્રિયતમ બને, તો મારું જીવન છે, એમાં કોઈ ભ્રાંતિ-શંકા નથી, નહિં તો મારું હૃદય ફાટી જશે. દાસીઓએ અભયને સર્વ વાત કરી, ત્યારે અભયએ ગર્વ કરી કહ્યું જો કુમારીનો આવો નિશ્ચય હોય તો લાંબો વિચાર નહિ કરનારીનું હું કાર્ય કરી આપું.
અમુક ઠેકાણે રહેલ સુરંગ મુખ પાસે અમુક પૂર્ણિમાએ આવીને ઉભું રહેવું. હું સર્વ શાસ્ત્ર ભણાવી- બધી સમજ પાડી ત્યાં રાજાને લાવીશ. ત્યાં શ્રેણીક રાજા આવશે અને સંકેત કરશે એમ સંકેત કરીને મનમાં હસી અભયે તે વાત શ્રેણીક રાજાને જણાવી. અભયકુમારે જણાવ્યું કે મંત્રીઓ સાથે સુરંગ દ્વારા શીઘ આવે.
ત્યારે શ્રેણીક રાજાએ વિશેષ પ્રકારે શરીરને શણગાર્યું / શણગારીને (રથની પાસે) આવ્યો. અનેક જાતનાં હથિયાર જેમાં તૈયાર પડેલા છે, એવાં ઉત્તમ રથમાં બેસી બત્રીસ સુંદર રથવાળા, નિયમિત કાર્યવાળા, સદા વાત્સલ્યવાળા, અપરાધ અને છલની અવજ્ઞા કરનાર, બત્રીસ સુલતા પુગ્રો સાથે તેત્રીસ રથો વડે સુરંગ દ્વારથી પ્રવેશ કરી જયાં કુમારી ઉભી છે ત્યાં પહોંચ્યા. સંકેત સ્થાનને કહી અને હંસના અવાજે કહ્યું કે હે મૃગાક્ષી ! તારા કાજે આવી ગયો છું. ઈચ્છા હોય તો હે તેજસ્વી ! રથમાં ચડી જા, તે જવા લાગી જેણે જવાનું મન છે એવી તે રાજકુમારી ચેલણાને પૂછે છે, ત્યારે ચેલ્લણા કહેવા લાગી છે હંસગતિવાળી બહેન ! હું પણ તારી સાથે આવું. ત્યારે ચેલ્લણા સાથે રોમાશ્ચિત અંગવાળી અને રૂપથી સુંદર જયેષ્ઠા જેટલામાં રથમાં ચઢે છે. તેટલામાં યેષ્ઠા કહેવા લાગી, હું રત્નપૂર્ણ ઘણાં સોનાવાળો કરંડિયો ભૂલી ગઈ, પ્રભુ હું લઈ આવું ત્યાં સુધી રાહ જુઓ, જ્યેષ્ઠા કરંડિયો લેવા ગઈ. ત્યારે પગે નમી તુલસાપુત્રોએ કહ્યું આ શત્રુઘર છે. અહિં વધારે રોકાવું સારું નહિ. તેથી રૂપવતી ચેલ્લણાને લઈ જલ્દી નીકળી ગયો. એટલામાં ઉતાવળના કારણે વિકૃત બનેલી (કે મનોહર) જયેષ્ઠા સુરંગ દ્વારે આવી અને શુન્ય દેખી વગર વિનાશે-વિના સંઘર્ષે દોડીને મોટો અવાજ કરવા લાગી હાં ! ચોર ચોર ! દોડો દોડો ! બિચારી મારી બેન હરાઈ રહી છે. જલ્દી આવો તે સાંભળી ક્રોધથી થરથરતાં હોઠવાળા હાથનાં ઘાતથી હાથ પટકી જમીનમાં તિરાડ પાડી દીધી છે એવાં ચેડા રાજા તૈયાર થયા છે. ત્યારે વીરાંગે કહ્યું કે મને આદેશ આપો કે હું જાઉં. ત્યારે ચેડા રાજાએ જાતે પાન બીડું આપી તેને રવાના કર્યો અને જલ્દી સુરંગ પાસે આવ્યો ત્યારે સૂર્યના રથ સમાન તેઓના રથ દેખ્યાં. અને દેવોમાં અસુરોની જેમ ક્રમશઃ તે રથોમાં રહેલા નાગરથીના પુત્રોને જોયા. અને એક જ બાણે વીંધી નાંખ્યા. સુરંગનું