________________
૫ ૨
મૂળશુદ્ધિ ભાગ-૧ પ્રકારના પોતાનાં શૌચધર્મની વાત કરવા લાગી કે જે બાળકોને સારી લાગે. તે સાંભળી જિનાગમથી ભાવિત જયેષ્ઠાએ કહ્યું છે હલાલોહિથી ખરડાયેલું વસ લોહિથી સ્વચ્છ ન થાય. તેમ પાપથી નિર્મિત અશુદ્ધિ શૌચધર્મવડે ન જાય. ઇત્યાદિ વચનથી તેને નિરૂત્તર કરી મુખથી ઘણાં પ્રકારની મશ્કરી કરતી-ચાળાપાડતી હસતી જયેષ્ઠાની દાસીઓએ તેને ગળાથી પકડી રાજમહેલથી બહાર કાઢી. ત્યારે અનેક પ્રકારના કૂડ કપટવાળી ક્રોધથી ધગધગતી પરિવ્રાજિકા વિચારવા લાગી કે પાંડિત્યથી ગર્વિષ્ઠ આ પાપિણીને દુઃખમાં પાડુ, એમ વિચારી જયેષ્ઠાનું ચિત્ર બનાવી શ્રેણીક રાજા પાસે ગઈ. વિનય બહુમાનથી ઉપચાર કરતી પોતાના કાર્યમાં સારભૂત -હોંશીયાર પરિવ્રાજિકાએ રાજાને તે ચિત્ર દેખાડ્યું. ત્યારે નિર્વિણ છતાં અનુરાગથી યોગ્ય વિકાર પામેલ શ્રેણીક રાજાએ, પૂછ્યું, શું અનેક સાગરમય રસાતલમાં આવું રૂપ છે કે ચિતર્યું છે? ત્યારે પરિવારિકા કહેવા લાગી કે આવું રૂપ કોણ આલેખી શકે? હે પ્રભુ ! તો (માત્ર) આરિસામાં કોઈ જોઈ શકે. આ તો ચેડા રાજાની પુત્રી છે. તારે અનુરૂપ મેં કહ્યું છે” એમ બોલી હરખાયેલી પરિવ્રાજિકા પોતાનાં સ્થાને ગઈ. ત્યારે શલ્યસ્વરૂપ તેનાં રૂપને દેખી મૂછ પામી પરમધ્યાની યોગીની જેમ શ્રેણીક નિશ્ચલ ચેતનાવાળો થઈ ગયો.
(૯). તે દેખી એ અરસામાં અભયકુમાર આવ્યો. જે પોતાનાં પિતાશ્રીનો હંમેશ માટે ભક્ત છે, તે બનાવને નહિ જાણી પ્રણામ કરીને બેઠો. ત્યારે પિતાશ્રીનું ચિત્ત નાશ પામેલું જાણી, મતિવિશાળ દેશકાલને જાણનારો અભયકુમાર પગે મસ્તક લગાડી પૂછવા લાગ્યો.
આપ આજે ચિંતાતુર કેમ લાગો છો ? મને કહો તો તેનો ઉકેલ લાવું, ત્યારે રાજામાં ફરી ચેતનાનો સંચાર થતાં તે રાજાએ અભયને સર્વ વાત કરી, ચિંતા ના કરો, તે કન્યાને વરવા માટે ચેડા રાજા પાસે મોડું નહિ કરનારો દૂત મોકલો ત્યારે શ્રેણીક રાજાએ દૂત મોકલ્યો, તીવ્ર ઝડપે ત્યાં પહોંચ્યો, દ્વારપાલવડે નિવેદન કરાયેલ દૂત સભામાં પ્રવેશ્યો, નમસ્કાર કરીને બેઠો.
ચેટક રાજાએ યોગ્ય ઉપચાર કર્યા. (ક્રમપાટીથી) પગે પડી દૂત વિનંતિ કરવા લાગ્યો કે હે રાજન ! તમારે સર્વકલાઆગમ ગુણમાં વિશાળ એવી કોઈ દીકરી છે, તેને વરવા સારુ શ્રેષ્ઠ સુભટના સૈન્યવાળા શ્રેણીક રાજાએ મને અહીં મોકલ્યો છે. ત્યારે ચેડા રાજા ક્રોધથી ધમધમી ઉઠ્યો, હે દૂત ! હયકુલમાં ઉપજેલી પુત્રીને વાહિક કુલમાં હું ન આપું. દુતે તે વાત આવીને જેની નજીકમાં અભય છે એવા શ્રેણીકને કહી. ત્યાં તો શ્રેણીક જાણે ચંદ્ર રાહુથી ગ્રસિત થઈ ગયો હોય તેવા કાળા મુખવાળો થઈ ગયો. ત્યારે અભયએ કહ્યું કે ચિત્તને શાંત કરો, કાર્ય સાધી આપીશ. તે સાંભળી રાજા ફરી હરખાયો અને રોમાગ્નિત શરીરવાળો થઈ ગયો. ત્યારે અભયે પણ વાહિક કુલ વંશમાં ઉત્પન્ન થયેલ શ્રેણીકનું સુવિભક્ત અતિશયવાળું રૂપ ચિતર્યું.
(૧૦) | ગુટિકાથી સ્વર બદલાવી, સ્વાભાવિક રૂપ તેજવાળો ચિત્ર સાથે વણિકવેશ કરી વૈશાલીમાં પ્રવેશ કર્યો. રાજભવનનાં દ્વારની પાસે સુગંધી દ્રવ્યોની મોટી દુકાન ખોલીને રહ્યો,. ત્યાં જયેષ્ઠાની દાસી સુગંધી દ્રવ્ય લેવા આવે ત્યારે અભય વિશેષથી આપે અને શ્રેણીની પૂજા કરે છે. દાસીએ પૂછયું. “આવું રૂપ કોનું છે?” હે મૃગાક્ષી ! આ શ્રેણીક રાજાનું ચિત્ર છે. અને મારા સ્વામી છે. તેથી ભક્તિથી ત્રણેકાળ આરાખું છું. ત્યારે તે દાસી કન્યાઓની આગળ કહે છે કે અમે આજે