________________
૫૦
મૂળશુદ્ધિ ભાગ-૧ અને ચમકતા હારવાળો, લટકતા વસ્ત્રોને ધારણ કરનારો, સુરમ્ય તાળવૃક્ષના ફળની માળાવાળોખંડિત મસ્તકની માળાવાળો, (ઘૂઘરીના) અવાજથી યુક્ત સુંદર દોરા (કંઠી)ને ધારણ કરનાર, પ્રકૃષ્ટ ઋદ્ધિના સમૂહને ધારનાર, વારનાર = ઝાંખી પાડનાર, સુગંધી પુષ્પની માથે રહેલી કલગીવાળો, ઈન્દ્રની સેનાનો નાયક, હરણસરખી આંખવાળો, સંપૂર્ણરૂપ યૌવનવાળો, સમુદ્રના ઘોષ-શબ્દ સરખા અવાજવાળો, શત્રુ પક્ષ માટે ભયંકર, સુવેગા નામની ગતિવાળો, નમતાં જીવોનું કાર્ય કરનાર, મહાન ભક્તિથી પ્રેરાયેલો હરિબૈગમેષી દેવ આવ્યો. હવે તે પવિત્રદેવ (પોતાના તેજ થી) આંગણાને પ્રકાશિત કરનાર શીધ્ર સુલતાની સામે ઉભો રહ્યો. ત્યારે સુલતાએ સંભ્રમથી તેને દેખી વિભ્રમવગરની બની = ક્ષોભ દૂર કરી રજવગરનું = સ્વચ્છ અને શ્રેષ્ઠ આસન આપ્યું.
ત્યારે દેવે કહ્યું કે શ્રાવિકા ! શું મને યાદ કર્યો ? ત્રણે લોકમાં જે કામ મારાથી સાધી શકાય તેવું તમારે જે કાંઈ કામ હોય તે મને કહો. સુલતાએ કહ્યું હે ગુરુશક્તિયુક્ત ! સુરસેનાપતિ ! તમે તો દિવ્યજ્ઞાની છો ! સમસ્ત પદાર્થ શાસ્ત્રને જાણો છો. શું મારી મનરુચિ નથી જાણતા ? તે સાંભળી ત્યારે હસમુખવદને દેવે તેને બત્રીસ ગુટિકા આપી, અને “અનુક્રમે એક એક ખાવાનું કહ્યું. તેથી તારે જલ્દી ગુણવાન કુંદના પુષ્પ સરખા બત્રીસ પુત્રો થશે. તારે કાંઈ કામ પડે તો હે કુંદસરખા દાંતવાળી ! મને યાદ કરજે, એમ કહી દેવ અદશ્ય થઈ ગયો. ફરીથી તેની પૂજા કરી સુલસા શ્રેષ્ઠ ભોગ ભોગવતી થઈ, ઋતુ સમય આવતા તેને મોટી ચિંતા થઈ, કે “ઈષ્ટ છતાં બત્રીસ છોકરાઓના મળ-મૂત્ર ધોવાની પળોજણ કોણ કરે ? આના કરતા બત્રીસ ગુટિકા એક સાથે ખાઈ લઉં જેથી એક ઉત્તમશક્તિ યુક્ત બત્રીસ લક્ષણવાળો પુત્ર થાય.” એમ વિચારી એક સાથે બત્રીસ ગુટિકા ખાઈ ગઈ. તેનાં પ્રભાવથી બત્રીશે બત્રીશ વિભક્ત-જુદા શરીરવાળા ગર્ભ થયા. તેની વૃદ્ધિથી ઉદરમાં ભારે વેદના થવા લાગી. તેથી તે વેદના સહન કરવા સમર્થ ન થઈ. ત્યારે પુનઃ દેવને મનમાં ધારી કાઉસગ્નમાં રહી. ત્યારે દેવે આવી કહ્યું કે હે શ્રાવિકા ! જે કાંઈ કામ હોય તે કહે, સુલસાએ પોતાની બુદ્ધિથી જે પોતે કર્યું તે બધી વાત કરી, ત્યારે દેવે કહ્યું કે હે મુગ્ધા ! નિર્મલકુલથી વિશુદ્ધ તેં આ અકાર્ય કેમ કર્યું? આનાથી તો તારે સરખા આયુષ્યવાળા બત્રીસ પુત્રો થશે. નહિ તો ભિન્ન ભિન્ન આયુવાળા થાત.
હે દેવ ! જેણે જેવું કર્મ બાંધ્યું હોય તેને તે રૂપેજ પરિણમે છે. “કર્મમાં લખેલા લેખને કોઈ અન્યથા કરી શકતું નથી.” ધર્મવાન ! તમારે તો આ બધુ સાધ્ય છે, માટે, તમે મારી આ પીડા દૂર કરો, ત્યારે હરણવદનવાળા તેણે તુલસાના શરીરની પીડા દૂર કરી દેવ સ્વર્ગે ગયો. પીડાવગરની સુલસા ધર્મ પરાયણ થઈ, સુખપૂર્વક સ્થિરતાથી ગર્ભને વહન કરે છે. દેવથી પૂજાયેલ પરિવારવાળાને ઉણપ ક્યાંથી હોય ?
નવમાસ અને સાડાસાત દિવસ પરિપૂર્ણ થતા સુલસાએ બત્રીસ પુત્રોને જન્મ આપ્યો. તે વખતે નક્ષત્ર શુભ હતું, અને પરિવારવર્ગ નજીકમાં રહેલો હતો. તે બત્રીશ પુત્રો સર્વ લક્ષણોથી યુક્ત છે. જાણે કોઈક પ્રયોજનથી બત્રીસ ઇન્દ્રો ભેગાં થયાં ન હોય તેમ તેઓએ પોતાની કાંતિથી ગર્ભગૃહને પ્રકાશિત કરી દીધું. પ્રિયંકરા દાસીએ તરત જ સંભ્રમથી નાગરથીને વધામણી આપી. ખુશ થયેલા નાગરથીએ તેને દાન આપ્યું. અને અમાપ-મોટો મહોત્સવ કર્યો.