________________
४८
મૂળશુદ્ધિ ભાગ-૧ ગર્વના લેશ (બિન્દુ)ને પણ સાફ કરવામાં અગ્રેસર, ક્ષાયિક સમકિતી, જેને દેવેન્દ્રો પણ ભક્તિથી વખાણે છે. તેની પત્ની સુનંદા છે, જે ગુણવાળી, અભયકુમારની માતા = જન્મ આપનારી, ઘણી જ પ્રસન્નમનવાળી, શીલરૂપી આભરણથી અલંકૃત શ્રેણિકરાજાની અતિ વહાલી, જિનેશ્વરની ભક્તાણી છે. અપુણ્યશાળીને દુર્લભ છે, તે (શ્રેણિકરાજા) સુનંદાથી યુક્ત, વિદ્વાનો તેનાં વખાણ કરે છે, એવાં શ્રેણિકરાજા રાજલક્ષ્મીનું પરિપાલન કરે છે, અને તે દેવેન્દ્રો પણ જેને નમે એવાં શ્રી વીર જિનેશ્વરની ભક્તિથી પોતાની કર્મરજને પખાળી રહ્યો છે.
(૨) તેજ નગરીમાં “નાગરથી” રહે છે જે અર્થિકોને = યાચકવર્ગને દાન આપતો પ્રફુલ્લ બને છે. વળી તે જ્ઞાનદર્શન ચારિત્રથી યુક્ત, જિનેશ્વર અને મુનિમહાત્માનાં ચરણકમળનો ભક્ત, બાંધવરૂપી કુમુદોને આનંદ આપવામાં ચંદ્ર સમાન, લોભ-માન વગરનો, સરલ, પરસ્ત્રીથી મનને દૂર રાખનાર, કલિકાલ જેણે કોઈપણ હિસાબે સ્પર્શી શક્યો નથી, યૌવન રૂપ લવણિમાથી મનોહર, અત્યંતર રત્નરાશિનો રત્નાકર છે. તેને તમામ નારીઓમાં ગુણવાળી, સુકુલીન, પ્રશાંત તુલસા નામની પત્ની છે. અને વળી જે પવિત્ર શીલથી સજાયેલી, સમક્તિરત્નમાં શંકા વિનાની, જેની ગુણરૂપી ઉત્તમકંઠી શોભી રહી છે. જે મોક્ષસુખમાં હમેશા ઉત્કંઠાવાળી છે, તેને ધર્મથી કોઈ ચલાવી ન શકે, કલાગુણોથી જે સદા મહાલી રહી છે, જે વીરપ્રભુના ચરમકમળમાં આસક્ત છે. સાધુ સાધ્વીની નિયમા ભક્તિ કરે છે, જે સાધર્મિકની ભક્તિ કરવામાં નિપુણ છે. જે પોતાનાં પરિજન વિષે સદા આશીર્વાદ રૂપ છે. જે જીવાદિ પદાર્થને જાણનારી છે, જે રૂપલાવણ્યથી પ્રશંસા પાત્ર છે.
વળી જેનાં કાચબાની જેમ ઉન્નત ચરણો એવી રીતે શોભી રહ્યા છે કે જાણે પૃથ્વી તલ ઉપર કમલો ચાલતા ન હોય, જેનાં જંઘાયુગલ એવાં શોભી રહ્યા છે કે જાણે કામદેવના ભવનનાં શ્રેષ્ઠ તોરણ ન હોય, જેની કેડ ગંગાનદીના પુલિન સરખી ઘણી જ સારી અને બહુ જ સારી રીતે વિસ્તાર પામેલી છે, સમુદ્રના આવર્ત સરખું તેનું નાભિમંડલ મદનના મહેલરૂપે માહિત પડે છે. વજની જેમ ઘણો જ પતળો જેનો મધ્યભાગ રતિસુખનાં બાગની જેમ શોભે છે. જેના પુષ્ટ અને ઉન્નત તેમજ ગોળ સુંદર સ્તનો કામદેવના હાથીના કુંભ સરખા ઘણાં જ મનોહર છે. જેની સરળભુજાઓ અતિસુકોમલતાને લીધે કામના તાપને દૂર કરવામાં જાણે ભીંત વિનાનું ખુલ્લું ઘર ના હોય, જેનાં સુપ્રશસ્ત લાલ હાથ જાણે લાલ અશોકવૃક્ષનાં પલ્લવો ના હોય, જેની સુશોભિત બનાવેલી ગળાની રેખાઓ માણસને મોહ પમાડે છે, તે શંખ સરખી દેખાય છે, જેનું વિકસિત કમળની શોભાના વિલાસવાળું મુખ બધા લોકોને આશ્ચર્ય પમાડે છે, જેનાં ગુંથાયેલા અંબોડાના સૂક્ષ્મ-ઝીણા કોમલ વાળ જંગલી ભેંસ = રોઝ, ભમરાના સમૂહ અને મોરના ગળા સરખા (કાલાં ભમ્મર) છે. | (સુલસાના) ઘણાં વખાણ શું કરીએ ? જેને જિનેશ્વરે પણ સમ્યકત્વમાં શ્રેષ્ઠ માની છે. “સમકિતી કેવો હોય તે સમજાવવા તેની ઉપમા આપે છે. જિનમુનિની ભક્તિ કરતી પોતાના પતિ સાથે વિષયસુખ માણતી, સંતાન વિનાની, દૌર્ગત્ય વિનાની, નિશ્ચયથી સૌભાગ્યશાળી કાલ પસાર કરી રહી છે.