________________
મૂળશુદ્ધિ ભાગ-૧
સંગ છોડી સાધુ બન્યા. (૨૫૦)
એ અરસામાં સમવસરણમાં રાણીને દેખી, અને તેને ચિંતા થઈ અરે ! અહીં દેવી ક્યાંથી ? પૂર્વમંત્રસિદ્ધે કહેલા વચન યાદ આવ્યા, અને વિચાર કર્યો કે જિનેશ્વરને પૂછી લઉં, ઘણા વિચારચિંતાથી શું મતલબ હે ભગવન્ ! મેં પૂર્વભવમાં શું કર્યું કે જેના લીધે આવો વિપાક થયો કે પહેલાં મેં રાણીના સંગમથી અતુલસુખ ચાખ્યું, અને પાછળથી તેનાં વિરહમાં કોઈની સાથે તુલના ન કરી શકાય એવું નારક દુઃખ સરીખું દુઃખ અનુભવ્યું.
પ્રભુએ કહ્યું કે તેં પૂર્વભિલ્લના ભવમાં ઘણાં મૃગયુગલોને વિખૂટા પાડ્યા અને રાણીએ તેની અનુમોદના કરી તે કર્મનું આ ફળ છે. જેના કારણે તે નરકમાં ઘણાં દુઃખ અનુભવ્યા અને ક્ષુદ્રજાતિઓમાં ઉપન્યો હતો. અત્યારે તારું કર્મ ક્ષય પામ્યું છે. જે સુખ મળ્યુ તેનું કારણ એ છે કે તેં સુસાધુની ભક્તિ કરેલી, સ્વર્ગઅપવર્ગને આપનાર આ જ ભક્તિ છે. જગતમાં આના જેટલું બીજું કશું શ્રેષ્ઠ નથી. માટે નિપુણ માણસોએ આ સાધુની ભક્તિ વિષે ઉદ્યમ કરવો યોગ્ય છે. માટે હે નરનાથ ! સાધુ ભક્તિમાં અતુલ પ્રયત્ન કર ! (૨૬૧)
સુલસાકથા
૪૭
તે વચન સાંભળી કામભોગથી વિરક્ત બનેલ હૈં રાજ્યને વ્યવસ્થિત કરી તમારી પાસે દીક્ષા લઈશ. રાણી વિગેરેએ પણ એમ કહ્યું. ત્યારે ભગવાને કહ્યું આ અનિત્ય-સંસારમાં વિલંબ - રાગ ના કરો.... જાતિસ્મરણથી પૂર્વભવ જાણી વિરક્ત થયેલો યશોવર્મનો રાજ્યાભિષેક કરી દેવી પ્રમુખની સાથે પાલખીમાં બેસી પ્રભુ પાસે જઈ મુનિજને સેવેલી દીક્ષા લીધી, બાર અંગનો અભ્યાસ કર્યો. ગુરુએ સૂરિપદ આપ્યું. ચંદ્રવર્મા સાધ્વી પણ અગ્યાર અંગ ભણી અને પ્રવર્તિની થઈ, શુભભાવથી તપ આચરે છે. બન્નેએ ગામાર્દિમાં ભવ્યજીવોને પ્રતિબોધ કરી કેવલજ્ઞાન ઉત્પન્ન કરી આત્માને મોક્ષ સુખમાં સ્થાપ્યો.
હવે પાંચમું ભૂષણ સ્થિરતા-પરતીર્થિકોની ઋદ્ધિ દેખી ક્ષોભિત ન થવું. તેમાં ‘સુલસા'નું દૃષ્ટાંત કહે છે.
સુલસા કથાનક (૧)
સમસ્ત દ્વીપની મધ્યે રહેલ અનાદિકાલનાં આ જંબુદ્વીપના દક્ષિણ ભરતમાં જિનેશ્વરે દર્શાવેલ મધ્યખંડમાં મગધ દેશ છે. જે સુપ્રસિદ્ધ છે, અનેક જાતનાં લોક અને ધનધાન્યથી ભરપૂર, ગ્રામ, આકર, ગોકુલોથી રમ્ય વિવિધ જાતનાં ઝાડોથી છવાયેલ, મઠ-વિહાર, (જિનાલયો વિ.) ઉદ્યાનોથી શોભિત, પરચક્ર-શત્રુસૈન્ય પોતાની ઉપર આવી પડે તેવાં ભયથી બિલ્કુલ મુક્ત, હર્ષિત માણસો માટેના સેંકડો ક્રીડાસ્થાનોથી યુક્ત, જિન અને ગણધરોના ચરણોના સ્પર્શથી પવિત્ર છે.
ઘણુ શું કહીએ ? તે મગધદેશમાં અતિ અદ્ભુત સારવાળી રાજગૃહી નામે નગરી છે. રાજાના ગુણસમૂહને વિસ્તારનારી, ચોતરફ પ્રકાશ ફેલાવનારી, રમણીયતાનો વિચાર કરીએ તો દેવનગરીની સમકક્ષમાં આવે, કૂવા, સરોવર, વાવડી, વનખંડથી શોભનારી, સોનાનાં બનાવેલ ગઢથી ઝગમગતી, દુકાન, પરબ, સભાગૃહથી શોભાયમાન, હાથીની સૂંઢરૂપ ધનુષ્યથી તોરણવાળી છે. તેનું શ્રેણિક મહારાજા પરિપાલન કરે છે. ઘરમાં અને યુદ્ધમાં પણ ત્યાગ જેનાં હાથમાં જ છે. કામિનીના કઠોર કટાક્ષ જેની કાયા ઉપર પડે છે, પણ જેની કાયા શ્રેષ્ઠ સિપાઈનાં સમૂહથી પરાસ્ત થાય એમ નથી. શત્રુરૂપી હાથીના ગણ્ડસ્થલને વિદા૨વામાં સિંહ સમાન, શત્રુનાં પુરુષાર્થનાં