________________
મૂળશુદ્ધિ ભાગ-૧
શિખરસેન કથા
૪૫
લગ્ન કરાવી યોગ્ય વ્યવહાર કરીને વિદાય આપી. પોતાના નગરે જઈ ઇચ્છામુજબ ભોગભોગવવા લાગ્યા. અન્યદા કીર્તિવર્ષ રાજાએ કુમારને રાજ્ય સોંપી દેવેન્દ્રમુનિપતિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ઉદાર તપ આદર્યો, નિર્મલ કેવલજ્ઞાન મેળવી આઠ કર્મ ખપાવી મોક્ષે સીધાવ્યા. (૨૦૩)
બીજો રાજા વિજયવર્ગ પણ ઘણાં માંડલિક રાજાઓને સાધી (જીતી)ને ચન્દ્રવર્મા સાથે ભોગ સંપત્તિને ભોગવે છે, જન્માંતરના સ્નેહતંતુથી બંધાયેલી ચન્દ્રવર્મા સાથે વસતા કુમારને કેટલો સમય વઈ (વીતી) ગયો તેની પણ જાણ ન થઈ. (૨૦૫)
એક દિવસ રાજા રાજસભામાં બેઠો હતો ત્યારે આ ચંદ્રવર્મા સ્ત્રીરત્ન છે” એમ જાણી મંત્ર વિધાનનિમિત્તે રાજાના મનને નહિં જાણનાર કોઈક મંત્રસિદ્ધે રાણીવાસમાં રહેલી ચંદ્રવર્માનું અપહરણ કર્યું. માતાએ તે વાત કુમારને કરતાં તે મૂર્છાખાઈ નીચે પડ્યો. વારાંગનાઓએ ચંદનરસથી સીંચી તાલવૃંત પંખાથી વીંઝતા મહામુશ્કેલે પ્રતિબોધ પામ્યો- ભાનમાં આવ્યો. કહી ન શકાય એટલે ભારે દુઃખી થયો મહાદુ:ખથી ત્રણ દિવસ પૂરા કર્યા. ત્યારે ચોથા દિવસે તીવ્રતપથી ક્ષીણ શ૨ી૨વાળો, જેણે શરીરે ભભૂતિ લગાડી છે, જટાધારી, પેલો મંત્રસિદ્ધ આવીને કહેવા લાગ્યો કે હે રાજા ! તું વિના કારણે “આટલો બધો આકુલ વ્યાકુલ કેમ થઈ ગયો છે ?” તારી પત્નીને મંત્ર વિધાનના નિમિત્તે હું લઈ ગયો છું. તેનાં શીલનો ભંગ કે શરીરપીડા કાંઈ થવાની નથી. પણ આવો કલ્પ (આચાર) હોવાથી મેં પહેલા તને જણાવ્યું નહિં, છ મહિને તેનો ચોક્કસ સંયોગ થશે, માટે તું સંતાપ ન પામ” એમ કહી તે અદૃશ્ય થઈ ગયો. રાજા પણ પાછો મૂર્છા પામ્યો, પરિવારે માંડ માંડ ભાનમાં લાવ્યો. તે રાજા હા દૈવિ ! દીર્ઘ વિરહવાળી ! તું ક્યાં છે ? મને જવાબ તો આપ ! મોહવશ થયેલા જે જે આલાપો કરતા હોય તે બધા આલાપોથી તે સમયે રાજા બધુ રાજકાજ છોડી વિલાપ કરવા લાગ્યો, રાજભવનની વાવડીમાં રત હંસયુગલોને વિલાસ કરતા દેખી ઘણીવાર પરિવારને પણ પીડા ઉપજાવે એવાં મોહને પામે છે. ઘણું શું કહિએ ? નરક સમાન દુઃખ અનુભવતા મોહથી વલવલતા તેણે પલ્યોપમ સમાન પાંચ મહીના કેમે કરીને વીતાવ્યા. કેટલાક દિવસે નિમિત્ત વિના દુઃખથી મુક્ત થઈ ગયો. પરિવારને આનંદ આપનારો એવો મહાહર્ષ તેણે થયો. તેને ચિંતા જાગી (વિચાર જાગ્યો) કે ખરેખર મારો અંતરાત્મા બીજો છે, તેથી તે પ્રસન્ન મનવાળો બન્યો, “અહીં દુ:ખી થવાનું કારણ જ શું છે ?” (૨૨૦)
એ અરસામાં એકાએક વિકસિત નયનવાળા વધામણી આપનારે રાજાને કહ્યું કે તીર્થંકર સમવસર્યા છે- તે સાંભળી બડબડાટ કરતા રૂંવાટા બેઠા થયા એવા રાજાએ તરત જ વર્ષાપકને ઉચિતદાન આપી, જિનેશ્વર તરફ થોડા ડગલા જઈ ત્યાંજ રહેલા રાજાઓથી પરિવરેલા વિજયવર્ષે નમસ્કાર કર્યા. અને આદેશ કર્યો કે જલ્દી હાથી, ઘોડા તૈયાર કરો, આપણે પરમાત્માને વાંદવા જઈએ, વસ્ત્રાભરણોથી પોતાને શણગારી, પોતે પણ જિનેશ્વર પાસે જવા માટે તૈયાર થયો. તેટલામાં ઇન્દ્રના આદેશથી દેવોએ જગદ્ગુરુનું સમવસરણ રચ્યું. જે ત્રિભુવન લક્ષ્મીનું ઘર લાગે છે. અતિશય આશ્ચર્યભૂત, પ્રભુ ત્રણે લોકના સ્વામી છે, એવું સૂચન કરનાર (ઘણું જ) અજબ કોટિનું ઉંચુ જાણે જિનેશ્વરનાં પુણ્યનો ઢગ ન હોય એવું સમવસરણ નગરની પૂર્વોત્તરદિશા (ઇશાનખૂણા)માં બનાવામાં આવ્યુ. તે શ્રેષ્ઠ સમવસરણમાં આવેલા બીજા કલ્યાણ સમાન તેની રાણી ત્યાં જ દેખાશે / દેખાઈ એથી કરીને ત્યાર પછી જિનેશ્વરને વાંદવા જલ્દી તૈયાર થયો, સજાવેલાં ઉંચા ધોળા હાથી ઉપર આરુઢ થઈ રવાના થયો. વાજિંત્રના નાદ છેક દિશોદિશ પહોંચવા લાગ્યા. પાલખી, યાન (= બળદથી