________________
૪૨
મૂળશુદ્ધિ ભાગ-૧
કલાગ્રહણ કરી, સર્વકલામાં સંપન્ન અને કામદેવના રાજભવન સમાન નવીન વયમાં આવેલો જાણી રાજાએ કુલીન, ઉત્કૃષ્ટ લાવણ્યકાંતિવાળી, ફાટફાટ થતા યૌવનવાળી નવયૌવનથી ફાટુ ફાટુ થતી સ્વચ્છંદ રતિરસથી ભરેલી તલાવડી સમાન, સર્વકલામાં કુશલ,અતિશય શોભાયમાન આકૃતિવાળી અને શરીર પર વસ્ત્રાદિની સજાવટવાળી બત્રીશ શ્રેષ્ઠ કન્યાઓ પરણાવી. (૧૨૬)
આ બાજુ ભિલ્લરાણી આ જ ભરતમાં પૃથ્વીનારીના તિલકસમાન, સારા પ્રકાશવાળા અને જે ધનધાન્યથી સંપન્ન છે, એવા શુભવાસ નામના નગરમાં વિમલાક્ષ નામે રાજા છે. જેણે શત્રુપક્ષનો નાશ કરી દીધો છે. જે અક્ષત/સુંદર ઇંદ્રિયોવાળો છે, જે ઘણાં લોકોનો રક્ષણ કરનારો અને સર્વકલાઆગમશાસ્ત્રમાં દક્ષ છે, તેને ગુણનો ભંડાર, નારીની લીલાથી ત્રણે લોકને તોલનારી (ત્રણે લોકમાં શ્રેષ્ઠ) કમળના પાંદડા સરખા દીર્ઘ નયણોવાળી કમલાવતી નામે રાણી છે. તેની કુક્ષિમાં બ્રહ્મદેવલોકથી ચ્યવી તે શ્રીમતીનો જીવ (ભિલ્લરાણી) પુત્રીરૂપે ઉપજી, પોતાના ખોળામાં ચંદ્રકલાને સ્વપ્નમાં જોઈ પતિને વાત કરી પતિએ કહ્યું તારે પુત્રી જન્મશે, જેનાં દોહલાં પૂર્ણ થઈ ગયા છે એવી રાણીએ શુભદિવસે સુખપૂર્વક શ્રેષ્ઠ બાલિકાને જન્મ આપ્યો. (૧૩૨)
બાર દિવસ થતાં ગ્રહાધિષ્ઠાયક દેવનું, સ્વજનોનું સન્માન કરી સ્વપ્ન અનુસારે રાજાએ તેનું ચન્દ્રવર્મા નામ પાડ્યું, પાંચ ધાવમાતાઓથી લાલન કરાતી અનુક્રમે કાંઈક ઉણા આઠ વર્ષની થઈ ત્યારે કલા શિખવાડી. એક દિવસ સર્વશણગાર સજી વિવિધ વિનોદ કરતી રાજાના ખોળામાં બેઠી છે, ત્યારે તેનું રૂપ જોઈ રાજાએ કન્યાને વિદાય કરી, અને ચિંતાતુર બનેલો રાજા મતિસાગર મંત્રીને ઉદ્દેશીને કહેવા લાગ્યો, “હે મંત્રીશ્વર ! આ કન્યાનું વર્ણન કરવા કોણ સમર્થ થઈ શકે ?” કારણ કે આ વિંધ્યાચલનું જંગલ જેમ સુંદર હાથીવાળું હોય તેમ આ સુંદર વાણીવાળી છે, બ્રાહ્મણની જીભ આશીર્વાદમાં રત હોય, (કન્યાપક્ષે) મંગલકારી દાંતવાળી, વેદવચન સુંદર પાદવાળા હોય, (કન્યાપક્ષે) સુંદર પગવાળી, (વિળયમુનાયા ય ગરુઙમુત્તિવ્ઝ) ગરુડમૂર્તિ જેમ વિનતા માતાથી જન્મેલ છે (કન્યાપક્ષે) વિનયથી સુંદર વિષ્ણુની દેહ જેમ સત્યભામાયુક્ત હોય છે તેમ સત્યવચનવાળી, ટંકશાળ જેમ ચલણી સિક્કાવાળી હોય તેમ (કન્યાપક્ષે) જ્ઞાનવાળી, મેરુપર્વત (પર્વતની વનરાજી) સુંદર સરલ ઝાડવાળો (કન્યાપક્ષે) તેમ સીધીસાદી, જિનેશ્વરની વાણી નિર્મલ, નિર્દોષ આલાવાવાળી હોય તેમ (કન્યાપક્ષે) મીઠું બોલનારી, વરસાદની મોસમ વાદળાવાળી હોય (કન્યાપક્ષે) સુંદર બુદ્ધિશાળી, ચંદ્રકલા કલંક વગરની હોય (કન્યાપક્ષે) કલંક વગરની, હૂઁ માનું છું કે સૌભાગ્ય, રૂપ, લાવણ્ય, કાંતિ અને દીપ્તિથી આ કન્યા મહાદેવ, કામદેવ, વિષ્ણુ, ચંદ્ર અને ઇન્દ્રની પટરાણીને જિતનારી છે. જેણીનાં ઉંચા અને પીન સ્તન ગોલ અને સુંદર છે, જેણીનું નિતંબતટ (પૂંઠનો ભાગ-થાપો) વિસ્તૃત છે. અને જે સઘળાય વિલાસનો ખજાનો છે આવી કન્યા યૌવનવયમાં વર્તી રહી છે. તેથી “આને અનુરૂપ વર આ જગતમાં કોણ થશે /હશે ?” આ કારણથી હું ઘણો જ ચિંતાતુર થયો છું. (૧૪૨)
આ વચન સાંભળી મતિસાગર મંત્રીએ કહ્યું કે રાજન્ ! ચિંતા કરશો મા, આ બાબતે વિધિ (વિધાતા) સાવધાન જ હોય છે, તેટલામાં નગરની એક દિશામાં હણો હણો એવા શબ્દવાળો મોટો કલકલ અવાજ (ઘોંઘાટ) થયો, અને પુષ્કલ ઘોડાની ખુરથી ઉખડેલી ધૂળ સમૂહથી દિશાઓ તમાલપત્ર સરખી કાલીભટ્ટ થઈ ગઈ. આ શું છે ?” અવાવિતર્કવાળા રાજાએ પ્રતિહારને જેટલામાં