________________
૨૦
મૂળશુદ્ધિ ભાગ-૧ બહાને ભોજન ગ્રહણ કરી તે જ નગરમાં વસનારી તેની બહેનનું રૂપ લઈ આવી. અને કહેવા લાગી હે ભાઈ ! ઊભો થા. તારા માટે સરસ ભોજન લાવી છું. તું ખા ! અને તે પણ ખાવા લાગ્યો. શ્રાવિકાએ કહ્યું અરે ! પચ્ચખાણ લઈને આ શું? તમે તો ખાવા લાગ્યા. “તારા પચ્ચકખાણ રૂપ પ્રલાપ સાથે અમારે શું લેવા દેવા !” એમ તે બોલ્યો. દેવીએ પણ ક્રોધિત થઈ તમાચો લગાવી બન્ને આંખ ભૂમિ ઉપર પાડી દીધી. અને તેને નિંદીને પોતાના સ્થાને ગઈ. શ્રાવિકાએ પણ આમાં તો મારો અપયશ થયો. એમ વિચારી દેવતાને મનમાં ધારી કાઉસગ્નમાં રહી તેથી દેવી ફરી આવીને કહેવા લાગી. જે કામ હોય તે કહો, શ્રાવિકાં બોલી તમે જાતે કરેલાં મારા અપયશને દૂર કરો.
તત્ક્ષણ મરેલાં ઘેટાની આંખ લાવી દેવીએ જોડી અને સ્વસ્થાને ગઈ. સવારે નગરજનોએ પૂછ્યું “તારી આંખ ઘેટા જેવી કેમ લાગે છે.” તેણે રાત્રિનો સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારથી માંડી તે પણ ગુણ સમૃદ્ધિવાળો સુશ્રાવક થયો. આ વૃત્તાંત પણ સર્વ ઠેકાણે પ્રસિદ્ધ થયો. કુતૂહલથી માણસો બીજેથી ત્યાં આવે છે. તેઓને કોઈ પૂછે કે ક્યાં જાઓ છો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે “એલકાક્ષ નગરમાં જઈએ છીએ” એમ એલકાક્ષ નગરની ઉત્પત્તિ થઈ. ત્યાં ગજાગ્રપદ પર્વત છે. જે જિનભવનોથી વ્યાપ્ત છે. તે પછી
ગજાગ્રપદ તેનાં નામની ઉત્પત્તિ જણાવે છે. - પૂર્વે તેનું નામ દશાર્ણકૂટ હતું. અત્યારે ગજાગ્રપદ નામ જે રીતે પ્રસિદ્ધ થયું તે કહે છે તે સાંભળો. તે નગરમાં શૂર, વીર, પ્રિયવાદી, સરલ, સર્વકલાકુશળ, શ્રાવક ધર્મમાં ઉઘુક્ત, પ્રણામ કરતાં અનેક સામંત રાજાઓનાં મસ્તક મુકુટના મણિથી ઉજ્જવલ કરાયેલ = ચમકેલી અને વિશાળ પાદપીઠવાળો, સર્વ શત્રુઓનું દલન કર્યું છે જેણે એવો દશાર્ણભદ્રા નામનો રાજા હતો. તે રાજા જેમાં યુદ્ધ, ઉપદ્રવ શાંત થયેલા છે એવાં નિરુપદ્રવ તેમજ કુલક્રમથી આવેલ રાજ્યને પાળે છે. અને તેણે પોતાની લાંબી પહોળી વિશાળ સત્તાસંપત્તિનો ઘણો ગર્વ હતો. આ બાજુ ભરતક્ષેત્રમાં વિરાટ દેશમાં ધન અને જનથી સમૃદ્ધ ગુણથી સંયુક્ત ધનપૂરક નામે ગામ છે. ત્યાં એક ગામમુખીનો પુત્ર છે. જે પ્રયત્નશીલ હતો. - જ્યારે તેની પત્ની કુલટા હતી. જે કોટવાલ સાથે વસે છે. એક વખત ત્યાં રમ્ય નાટક થતું હતું. તેમાં કંકણને ધારણ કરેલ સ્ત્રીવેશધારી નટને કુલટાએ જોયો. તેને પુરુષ જાણી તેનાં ઉપર તેણીને અનુરાગ થયો. અને સૂત્રધારને કહ્યું જો આ મારી સાથે આ જ વેષે રમે તો ૧૦૮ દ્રમ્મ (રૂપીયા) આપું. તેણે સ્વીકારીને કહ્યું આ તારી પાછળ જ આવે છે. તેથી તેણીએ ઘરની નિશાની જણાવીને ખીર રાંધવા લાગી. અને નટ આવ્યો, તેના પગ ધોયા અને ખીર પીરસી, ઘી, ગોળ ભરેલો થાળ મૂક્યો. તેટલામાં કોટવાલ આવ્યો તેણીએ નટને કહ્યું તું તલના કોઠામાં ઘુસી જા. એટલામાં હું આને પટાવીને પાછો વાળું. કોટવાલે કહ્યું “શું કરે છે?” તેણીએ કહ્યું જમુ છું. ઉભી રહે ! મારે ખાવું છે. તે પણ બળજબરીએ જમવા બેઠો. ત્યાં તો પતિ આવ્યો તેણીએ કોટવાલને ઈશારાથી કહ્યું તું આમાં પેસી જા, પણ આગળ કાળો નાગ છે, માટે દૂર ના જતો. પતિએ પૂછ્યું શું કરે છે ? ત્યારે કહ્યું હે નાથ ! ભુખ લાગી છે, માટે જમું છું. પતિ કહે તું ઉભી રહે મને જમવા દે. તેણીએ કહ્યું પણ તમે હાયા વિના ક્યાં જમો છો. આજે આઠમ છે, માટે જાઈને જમો. તે બોલ્યો હું જમું ત્યાં સુધી તું ન્હાઈ લે. એમ કહી જમવા લાગ્યો. //૬