________________
મૂળશુદ્ધિ ભાગ-૧ શિખરસેન કથા
૩૭ તેથી ઘેર બેઠી જ ઉગ્ર તપ-ચરણ કરુ, એવો વિચાર કરી. સવારે તેજ કરવાનો આરંભ કર્યો. એટલામાં શરીર તપથી સુકાઈ ગયું ત્યાં સુધી વિશેષ પ્રકારે તપાદિ અનુષ્ઠાન કરવાનો આરંભ કર્યો. છેલ્લે અનશન કરી સૌધર્મ દેવલોકે દેવ બની, ત્યાંથી વિધુત્રભા થઈ. માણીભદ્ર શેઠ પણ દેવ થઈ અવીને મનુષ્ય થઈ પુનઃ નાગકુમાર દેવ થયો. પિતાના ઘેર મિથ્યાત્વના મોહથી જે આચરણ કર્યું તેનાં કારણે પહેલાં દુઃખ પછી સુખ મળ્યું. અને જિનભવનનો બાગ પલ્લવિત કરવાથી તારી સાથે આ ઉદ્યાન ફરે છે. જિનભક્તિનાં કારણે રાજ્ય પ્રાપ્ત થયું. ત્રણ છત્ર આપવાથી સદા તું છત્ર છાયામાં હરે ફરે છે. જેતે ઘણા પ્રકારના સુંદર પૂજાના ઉપકરણો આવ્યા, તેથી તારે ભોગ સામગ્રી થઈ. એ પ્રમાણે જિનભક્તિથી દેવલોકમાં શ્રેષ્ઠસુખરૂપે ફળની પ્રાપ્તિ અને આ મૃત્યુલોકમાં રાજયસુખ પ્રાપ્ત થયા કરશે અને અનુક્રમે સિદ્ધિ પ્રાપ્ત થશે.૧૮૮માં
તે સાંભળી મૂછ વશથી વિશેષ ચેતના નાશ પામી અને બધાની સામે જ ઘસ દઈને ભૂમિ ઉપર પડી ગઈ. અને પરિવારે ક્ષણવારમાં પવન નાખી સ્વસ્થ કરી. ત્યારે સૂરિવર્યના ચરણે પડી પરમ વિનયથી વિનવવા લાગી કે જે આપે દિવ્યજ્ઞાનથી જાણીને કહ્યું તે અત્યારે જાતિસ્મરણ થી સાક્ષાત થયું. તમારા વચન સાંભળવાથી અને સ્વચરિત્રને જાતે જોતાં મારું મન સંસારવાસથીભવથી વિરક્ત થયું છે. તે સ્વામી ! જેટલામાં રાજા પાસે રજા લઉં તેટલામાં તમારા ચરણકમળમાં સેંકડો ભવોનાં દુઃખને દળી નાંખનાર પ્રવજયાને હું ગ્રહણ કરીશ. આ રાણીના વચન સાંભળી રાજા પણ કહેવા લાગ્યો. “હે ભગવંત ! આવું જાણીને સંસારમાં કોણ રમે ?” બસ આરામશોભાના પુત્ર મલયસુંદરનો રાજયાભિષેક કરી હું પણ તમારી પાસે દીક્ષા લઈશ. ગુરુએ કહ્યું ભો ! ભો ! ઘાસના અગ્રભાગે રહેલ જલબિંદુ સરખા ચંચલ જીવલોકમાં પળમાત્રનો પણ વિલંબ ન કરવો. ત્યારે મલયસુંદર રાજકુમારને રાજયે સ્થાપી મોટા પરિવાર સાથે બંને જણે દીક્ષા લીધી, ગુરુચરણમાં બંને પ્રકારની શિક્ષા મેળવી અનુક્રમે ગીતાર્થ બન્યા. ગુરુએ બન્નેને પોતાના પદે અને પ્રવર્તિની ના પદે સ્થાપ્યા ભવ્યજીવોને બોધ પમાડીને છેલ્લે અનશન કરી સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવી મનુષ્ય અને સુર સંબંધી સુખ અનુભવી અનુક્રમે શિવસંપત્તિને વરશે.... આ પ્રમાણે જિનભક્તિથી અસામાન્ય ફળ પ્રાપ્ત થાય છે.
(આરામશોભા કથા પુરી) - સાધુની ભક્તિથી કલ્યાણ પરંપરાને જીવ મેળવે છે, અને સમક્તિ શુદ્ધ થાય છે. એમાં કોઈ સંદેહ નથી. તેના વિષે શિખરસેન'નું ઉદાહરણ કહેવાય છે.
( શિખરસેન કથા) આ ભરતક્ષેત્રમાં શિખર સમૂહ ઉપર દેદીપ્યમાન ઔષધિ સમૂહથી યુક્ત, અભિમાનીહાથીઓથી નાશ કરાયેલ પરિણતહરિચંદન-પરિપક્વ પીળાચંદનની ગંધથી સુગંધી, ફળફૂલવાળા ઝાડે બેઠેલા પંખીઓનાં અવાજથી શબ્દમય બનેલ, ઝરતાં ઝરણાંના ઝંકારથી જેની દશે દિશાઓ પુરાઈ ગઈ છે, જેની મેખલા ઉપર સેંકડો જંગલી જાનવરો ભમી રહ્યા છે, એવા વિંધ્યાચલ પર્વત ઉપર “શિખરસેન' નામે ભિલપતિ રહે છે. જે પ્રાણીઓને હણવામાં નિરત અને વિષયમાં ઘણો જ આસક્ત હતો. તેની નવયૌવનથી ભરપૂર, વલ્કલ વસ્ત્રને પહેરનારી, ચણોઠી
-
-