________________
૩૮
મૂળશુદ્ધિ ભાગ-૧ વિગેરેના ઘરેણાંવાળી, શ્રીમતી નામે ભાર્યા છે. તેની સાથે ગિરિનિકુંજ - લતાગૃહમાં વિષયસુખ ભોગવે છે, હરણ વગેરેના યુગલોને વિખુટા પાડે છે. અને તે શ્રીમતી પણ વિખુટા કરાયેલા હરણ યુગલોને દેખી તે હર્ષથી ભરેલા અંગવાળી, ઉછલતા સ્તનવાળી હસે છે.
એક વખત કુરાજાની જેમ સર્વજનને દાહ કરનારી ગ્રીષ્મઋતુ આવી, જગતરૂપી કોઠા મળે રહેલ લોઢાના તત ગોળા સમાન સર્વજનોને દાહ કરનાર સૂર્યને જાણે પ્રચંડ પવન ધમી (ટૂંકી) રહ્યો છે. (તેનાં તાપને વધારી રહ્યો છે.) કલિકાલ જેવા જગતમાં ઝાડોના પાંદડા પડવા લાગ્યા. અભિમાની નારીની જેમ હલકી જઈ વિકસી રહી છે. જરાક રાતા પુષ્પથી ભવાં ચડાવેલી નયણોવાળા પાટવૃક્ષો જાણે જગતને તપાવનારાં ઉનાળાને રોષથી દેખી રહ્યા છે. આ બધા ઝાડોને પુષ્પસમૃદ્ધિ વગરના દેખી કાળા પડેલા શિરીષના ઝાડો પોતાના નીલાપુષ્પની લક્ષ્મીથી જાણે સજ્જન માણસની જેમ શરમાઈ રહ્યા છે. જગતને સંતાપ કરનારી લૂ વાયી રહી છે. અગ્નિજવાલાની જેમ પ્રચંડ સૂર્યકિરણો બધાને દઝાડી રહ્યા છે.
લોકનો સંતાપ દેખી ખુશ થવાથી દિવસો મોટા થઇ રહ્યા છે. સજ્જનની જેમ બીજાની પીડા જોઈ રાત્રીઓ નાની નાની થઈ રહી છે. કંઠ અને હોઠ સુકાઈ જવાથી લોકો વારંવાર પાણી પીએ છે. પરસેવાથી ભીના-મેલા શરીરવાળા લોકો સતત ખેદ પામે છે. ગરમીથી પીડાયેલા વટેમાર્ગ પરબમાં પાણી પીને છાયામાં આરામ કરતાં હા હા હાશ! એમ બોલે છે. ચંદ્ર-પુષ્પમાળા ક્રીડાગૃહ, પંખો, કિસલય, પાણીથી ભીના જલાશયો, ચંદનનો વિલેપન વિગેરે અમૃતજેવા લાગે છે. આવા ઉનાળામાં શ્રીમતી સાથે શિખરસેન સ્વચ્છેદ લીલાથી ભમતો હતો. તેટલામાં પથથી પરિભ્રષ્ટ સાધુ સમુદાય ભમતો દેખાયો. ત્યારે અનુકંપાથી મનમાં શિખરસેન વિચારવા લાગ્યો. “આ વિષમ પ્રદેશમાં એઓ કેમ ભમે છે?” સાધુઓએ કહ્યું કે શ્રાવક ! અમો માર્ગ ભૂલી ગયા છીએ. ત્યારે શિખરસેન શ્રીમતીને ઉદેશીને કહેવા લાગ્યો ! હે દેવી ! જો તો ખરી આ ગુણના ભંડાર ભાગ્ય વશથી આજે કેવી અતિવિષમ દશાને પામ્યા છે. ત્યારે શ્રીમતિએ શિખરસેનને કહ્યું કે સ્વામીનાથ! એઓ મહાતપસ્વી છે. ભયાનક વિંધ્ય વનથી આ પુણ્યશાળીઓને પાર ઉતારો. અતિવિષમતપથી પરિક્ષીણ શરીરવાળા આવાં સાધુઓને ફળમૂળાદિથી તૃપ્ત કરો. એમને પ્રણામ કરવો તે ખરેખર નિધાન મેળવવા સમાન છે. એમ કહીને સંભ્રમ અને હર્ષના વશથી રોમાંચિત દેહવાળા શિખરસેન ભિલપતિએ સુંદર ફળમૂળ લઈને સવિનય લાભ દેવા કહ્યું.
સાધુઓએ કહ્યું અમારે વર્ણગંધથી રહિત થયેલા ખપે તો પણ અમારા ઉપર ઉપકાર કરો, નહિ તો અમને ઘણું જ દુઃખથશે. ઘણાં ગુણોને પેદા કરનારી શ્રેષ્ઠ શ્રદ્ધાને જાણી તેઓના હૃદયમાં અન્યગુણોની વાવણી કરવા સારુ સાધુઓએ કહ્યું જો તમારો આટલો બધો આગ્રહ હોયતો લાંબા કાળથી ગ્રહણ કરેલાં વર્ણ ગંધાદિ જેનાં બદલાઈ ગયા છે એવા ફળો વહોરાવો. તેવાં પ્રાસુક ફળથી પડિલાભી ભાર્યા સાથે પોતાને કૃતાર્થ માનતો રસ્તે ચડાવા ગયો. સાધુઓએ જિનધર્મ ઓળખાવ્યો.
કર્મનો ઉપશમ થવાથી સહર્ષ તેઓએ સારી રીતે તે ધર્મને સ્વીકાર્યો અને શાશ્વત શિવસુખના કારણભૂત નવકાર આપ્યો. બહુમાન ભક્તિસમૂહથી પૂર્ણ અંગવાળા તેઓએ ગ્રહણ કર્યો. તથા તેઓનો જન્મ કર્માનુભાવને ચરિત (યોગ્ય)-અનુસરનારો જાણી પખવાડીયામાં એક દિવસ સર્વસાવદ્ય આરંભ છોડી એક સ્થાને બેસી નવકારનું સ્મરણ કરવાનું કહ્યું. અને શરીરનો ઘાત