________________
૩૦
મૂળશુદ્ધિ ભાગ-૧"} મૂકી જાયું આ તો આરામશોભાનો બાપ છે. અને આના ભાથામાં દુષ્ટ બ્રાહ્મણીએ ઝેરી લાડું મૂક્યાં છે. દેખીને વિચાર્યું તેની માતાની દુષ્ટતા તો જુઓ ! ત્યારે હું વિદ્યમાન છતાં એવું કેવી રીતે બની શકે. તેથી ઝેરી લાડુઓ લઈ અમૃત લાડુઓ મૂકી દીધા. થોડીવારમાં બ્રાહ્મણ પણ ઉઠી નગરમાં ગયો અને રાજમંદિરે પહોંચ્યો. ત્યારે દ્વારપાલને કહ્યું કે “રાજાને નિવેદન કરો કે દ્વારે ઉભા રહેલાં આરામશોભાના પિતા રાજાના દર્શનની ઝંખના કરે છે. દ્વારપાલે રાજાને નિવેદન કરતાં રાજાએ કહ્યું જલ્દી અંદર બોલાવો. રાજઆદેશ પછી તરત દ્વારપાલે બ્રાહ્મણને અંદર મોકલ્યો. અગ્નિશર્મા પણ રાજા પાસે આવીને....
ૐ ભૂર્ભુવઃ સ્વસ્તિ સ્વાહા વષડૂ ઈન્દ્રાય” ઈત્યાદિ મંત્રપાઠ પૂર્વક રાજાની પાસે બેઠેલી આરામશોભાને ભેટશું આપ્યું, અને કહ્યું કે પુત્રીની માતાએ જણાવ્ય-વિનવ્યું છે કે આરામશોભા માટે જવું કે તેવું આ ભાથું માતાના સ્નેહથી મેં મોકલ્યું છે. એથી જ મેં પુત્રીને સોંપ્યું છે. ઘણું શું કહું “રાજ દરબારમાં હું ઉપહાસ પાત્ર ન બને તેમ કરો !” રાજાએ રાણી તરફ જોયું, રાણીએ પોતાની દાસીના હાથમાં ઘડો આપી પોતાના મહેલમાં મોકલાવ્યો. ઘરેણાં વસ્ત્ર વિગેરે આપી બ્રાહ્મણનો આદર સત્કાર કર્યો.
રાણી પોતાના મહેલમાં ગઈ, દરબાર ઉઠતા રાજા પણ રાણીના મહેલમાં ગયો. રાણીએ વિનંતિ કરી સુખદાયક આસન ઉપર બેસાડ્યા, વળી વિનંતિ કરી કે હે દેવ ! મારા ઉપર મહેરબાની કરો, આ ઘડા ઉપર નજર નાખો, (આપ સંમતિ આપો) કે જેથી અત્યારે આ ઘડો ઉઘાડું ! ત્યારે રાજાએ કહ્યું વિકલ્પ કરવાની જરૂર નથી. જે કાંઈ હોય તે આપણા માટે પ્રમાણ (બરાબર) છે. તેથી તે ઘડાને જલ્દી ઉઘાડ જેટલામાં રાણીએ ઘડો ખોલ્યો. તેટલામાં એકાએક તેમાંથી મર્યલોકમાં દુર્લભ ઉત્તમગંધ નીકળવા લાગી. તે ગંધથી રાજા આકર્ષિત થઈ ગયો, જ્યારે ઘડાની અંદર અમૃત ફળ સમાન યોગ્ય પ્રમાણવાળા દિવ્ય લાડુઓને દેખે છે. ત્યારે ઘણાં કુતૂહલથી ચકોર (ચાલાક) પ્રાણીઓને દેખાડી તે લાડુને ખાતા રાજા ઘણો જ વિસ્મય પામ્યો, ત્યારે રાજાએ કહ્યું આનો અપૂર્વ રસ છે. તેથી તારી બેન (શોક્યો) ને એક એક લાડુ આપ. તેણીએ તેમજ કર્યું. ત્યારે તેની માતાનાં ઘણાં વખાણ થયા, બીજાની પાસે આવી કલા નથી અને ત્યારે વિદાય પામેલ અગ્નિશર્માએ કહ્યું પુત્રીને થોડા દિવસ મોકલો. રાજાએ કહ્યું રાણીઓ બહાર ન જાય. કારણ કે રાણીઓ તો સૂર્યને પણ ન દેખે, તેથી નિશ્ચય જાણી બ્રાહ્મણ ઘેર ગયો. અને પોતાની પત્નીને સર્વ વૃત્તાંત કહ્યો. તેથી સાવકી માએ વિચાર્યું. આ બધુ તો ફોગટ થયું. ખરેખર સુંદર ઝેર હશે, એટલે તે ઝેરની તીવ્રતા જોઈએ એટલી નહી હોય, જેથી બચી ગઈ. તેથી બીજી વેળાએ વધારે સુંદર = બરાબર ચકાસણી પૂર્વક કરીશ. થોડા દિવસ પછી બીજીવાર ફેણીનો ડબ્બો આપીને અગ્નિશર્માને મોકલ્યો. ફરીથી તેમજ થયું. ત્રીજીવાર આરામશોભાને ગર્ભવતી જાણી. બરાબર પારખું કરેલાં તાલપુટ ઝેરથી મિશ્રિત માલપુઆનો ડબ્બો આપીને અગ્નિશર્માને કહ્યું કે એ પ્રમાણે કરજો કે દીકરી અહીં આવી પુત્રને જન્મ આપે, જો રાજા ન માને તો બ્રાહ્મણસ્વરૂપ દેખાડજો, વડના ઝાડપાસે જતા દેવે ઝેર હરણ કરી લીધું, તેજ ક્રમથી રાજાને વિનંતિ કરી કે - હે રાજનું ! અત્યારે મારી પુત્રીને વિદાય આપો કે મારે ઘેર પ્રસરે, રાજાએ ના પાડી, ત્યારે બ્રાહ્મણે પેટે છરી મુકી કહ્યું હું બ્રાહ્મણ હત્યા તમારા ઉપર મૂકીશ. તેથી મંત્રી અને ઘણી સામગ્રી સાથે મોકલી.