________________
૩ ૨.
મૂળશુદ્ધિ ભાગ-૧ બગીચા વિષે પૂછ્યું તો કહ્યું કે એ તો પાણી પીવા પાછળ રહ્યો છે, પણ રાજાને તેનું શરીર બરાબર દેખી શંકા થઈ આ દેવી તે જ છે કે અન્ય ? એક વખત રાજાએ બગીચો લાવવાનું કહ્યું, ત્યારે બોલી કે અવસરે લાવીશ, એ પ્રમાણે બોલતી તે રાણીના હોઠપડલને શૂન્ય દેખી - લાલિમા વિનાના અધર બિમ્બને જોઈ રાજાને વધારે શંકા થઈ, હું માનું છું કે “આ તે જ આરામશોભા નથી પણ બીજી કોઈક છે” આવા વિકલ્પ કરતો તે રહેવા લાગ્યો.
આ બાજુ આરામશોભાએ દેવને કહ્યું કે મને કુમારનો વિરહ બહુ સતાવે છે. તેથી મને કુમારના દર્શન કરાવો. તું મારી શક્તિથી ત્યાં જા પણ કુમારના દર્શન કરી જલ્દી પાછું આવવું પડશે. સૂર્યોદય ન થાય ત્યાં સુધી રહી શકીશ. ત્યારપછી રહીશ તો મારું દર્શન નહિ થાય. હું પાછો નહિ આવું તેની પ્રતીતિ કરવા હું તારા કેશપાશમાંથી પડતુ મૃતક નાગનુંરૂપ દેખાડીશ. દેવ પ્રભાવથી ક્ષણ માત્રમાં પાટલીપુત્રમાં પહોંચી ગઈ. વાસભવનમાં પ્રવેશ કર્યો.
તે પ્રજવલિત રત્નદીવડાવાળું, મણિ મૌકિક રત્નોથી મણ્ડિત, પુષ્પોથી શણગારેલું, મઘમઘતા ધૂપથી વાસિત, કંકોલ-એક જાતનું સુગંધી ફળ, એલચી, લવિંગ કપૂર યુક્ત પડલમાં મુકેલાં નાગવલ્લીના બીડા અને સોપારીના સંઘાતવાળું, ઘણાં પ્રકારનાં ખાદ્ય અને પેય યુક્ત; સંયોજિત યંત્ર શકુનથી વ્યાપ્ત, સુતેલા રાજા અને પોતાની બહેનયુક્ત પલંગવાળું વાસભવન છે.
તે ભવન દેખી, પૂર્વની રતિ યાદ આવવાથી ઉત્પન્ન થયેલ કામના વશથી શૃંગાર રસથી ભરાઈ ગઈ, પોતાના પતિને આલિંગન આપીને સૂતેલી બેનને દેખી ઈર્ષ્યા જાગી. માતાએ મને ફૂઆમાં નાખી તે યાદ આવવાથી ક્રોધ ઉત્પન્ન થયો. પુત્રની યાદથી સ્નેહ પેદા થયો. સમસ્ત નિજ પરિવાર જોવાથી પેદા થયેલ અતિ હર્ષના કારણે આનંદના આંસુની ધારા પડવા લાગી. એક ક્ષણ રહી.” જેની આજુબાજુ ધાવમાતાઓ સુતી છે તેમજ જે રત્નજડિત સોનાના પારણામાં રહેલો છે, એવા કુમાર પાસે ગઈ. કોમલકરથી પુત્રને રમાડી પોતાના બાગના ફળફૂલને ત્યાં નાંખી સ્વસ્થાને ગઈ. તેથી સવારે કુમારની ધાવમાએ રાજાને જણાવ્યું કે હે દેવ ! આજે વિશેષ પ્રકારે કુમારની કોઈએ ફળ ફૂળથી પૂજા કરી લાગે છે, તે સાંભળી રાજા તે જગ્યાએ ગયો, અને ફળફૂળનો ઢગલો જોયો. તે દેખી રાજાએ તેની બેનને પૂછ્યું. આ “ફળદુલથી કુમારની પૂજા કોણે કરી ?” તેણીએ કહ્યું યાદ કરીને મેં બગીચામાંથી લાવ્યા છે. રાજાએ કહ્યું અત્યારે લાવને, દિવસે લાવવા શક્ય નથી. તેણીનું શુષ્ક-લાલિમા વગરનું ઓષ્ઠપડલ અને પ્લાન મુખ દેખી રાજાએ વિચાર્યું કે નિશ્ચય કાંઈક ગોટાળો લાગે છે. (બીજા દિવસે પણ તેવું દેખ્યું.
ત્રીજા દિવસે હાથમાં તલવાર લઈ અંગ સંકોચી દીવાની છાયા પાછળ ઉભો રહ્યો. થોડીવારમાં આરામશોભા આવી. તેણે જોઈ રાજાએ વિચાર્યું કે આ મારી પ્રિયપત્ની છે.અને આ તો કોઈ અન્ય છે. એમાં શું પરમાર્થ છે, તે હું જાણતો નથી. એમ વિચારતા તે આરામશોભા તો પૂર્વ રીતે કરીને ગઈ. રાજા પણ અનેક વિકલ્પથી આકુળ મનવાળો સુઈ ગયો. સવારે રાજાએ તેણીને કહ્યું કે આજ તારે બાગ લાવવો જ પડશે. તે સાંભળી તેણીનું મુખ એકદમ પડી ગયું. ચોથી રાત્રીએ આરામશોભા આવી બધુ કરીને પાછી ફરે છે તેટલામાં હાથથી રાજાએ પકડી અને કહ્યું “શા માટે હે પ્રિયે ! સ્વભાવથી સ્નેહવાળા એવા મને ઠગે છે.” આરામશોભા - નાથ ! હું ઠગતી નથી પણ એમાં કારણ છે. રાજા શું કારણ છે? રાણી કાલે કહીશ, પણ અત્યારે મને મૂકી દો. રાજા- શું હાથમાં આવેલા અમૃતને બાળક પણ મૂકે ખરો ? રાણી - હે નાથ ! આમ