________________
મૂળશુદ્ધિ ભાગ-૧ આરામશોભા કથા
૩૧ આરામશોભાને આવતી જાણી સાવકીમાએ પોતાના ઘરની પાછળ મોટો કુવો ખોદાવ્યો. ગુuઘરમાં પોતાની દીકરીને રાખી. મોટા સિપાઈના સમૂહ સાથે આરામશોભા ત્યાં આવી. ત્યાં જઈ દેવકુમાર સરખા પુત્રને જન્મ આપ્યો.
એક વખત અંગરક્ષકો દૂર હતા અને સાવકીમા પાસે હતી ત્યારે દેહચિંતા માટે ઉઠેલી આરામશોભાને કુવા પાસે લઈ ગઈ. આ કુવો ક્યારે થયો ? સાવકીમા બોલી એ બેટી ! તું આવવાની છે એવું જાણી “ઉંદર વિગેરે ભમતા હોય તો નુકશાન કરશે તેવા ભયથી કૂવો ખોદાવ્યો છે. (એટલે કૂવામાં જ રહી જતાં તેમનો ભય મટી જશે.) જેટલામાં આરામશોભા કુતૂહલથી કુવાના તળીયાને જુએ છે. તેટલામાં તે નિર્દય સાવકી માતા તેને ધક્કો મારે છે, આરામશોભા નીચા મુખે કૂવામાં પડે છે. પણ તેણીએ પડતા પડતા દેવસંકેતને યાદ કરી બોલી હે તાત ! અત્યારે તમારા ચરણ મારે શરણ છે. ત્યારે તરત જ તે નાગકુમારદેવે હથેળીમાં તે આરામશોભાને ધારણ કરી. અને કૂવા મળે પાતાળભુવન બનાવી રાખી. ત્યાં સુખે રહેવા લાગી. બગીચો પણ કૂવામાં પેઠો, દેવ તેની સાવકીમા ઉપર ઘણો રોષે ભરાયો. “પણ આ તો મારી મા છે” એમ કહીને આરામશોભાએ શાંત પાડ્યો.
અપરમાતાએ સુવાવડીનો વેશ પહેરાવીને પોતાની પુત્રીને ત્યાં સુવડાવી દીધી. થોડીકવારમાં (ઘડીક રહીને) દાસીઓ આવી, તેઓએ જોયું કે કાંઈક કાંપતી નયનોવાળી, ઝાંખારૂપ લાવણ્ય અને દેહકાંતિવાળી, કંઈક સરખા અંગોવાળી તેણીને પથારી ઉપર સુતેલી જોઈ. || ૪૮ મે.
તે દાસીએ પૂછ્યું કે સ્વામીની ! આપનું શરીર ફેરફારવાળું કેમ દેખાય છે ? તે બોલી મને કશી ખબર પડતી નથી; પણ મારું શરીર સ્વસ્થ નથી. ત્યારે ઘબરાયેલી પરિચારિકાઓએ તેની માતાને પૂછ્યું. “આ શું થયું છે?” ત્યારે તે માયાવી છાતી કુટતી બોલવા લાગી, હા હા! હું હણાઈ ગઈ, મારી આશાઓ ધૂળધાણી થઈ ગઈ, હે બેટી ! હું ખરેખર ભાગ્ય વિહણી , કે જેથી તારા શરીર ઉપરનું રૂપ લાવણ્ય અન્ય જાતનું દેખાય છે. શું કોઈની નજર લાગી કે શું આ વાયુનો વિકાર છે? કે આ પ્રસૂતિરોગ તારા શરીરમાં ઉભો થયો છે ? એ પ્રમાણે વિલાપ કરતી બ્રાહ્મણીને દાસીઓએ કહ્યું કે તમે રડો નહિ. પણ અહીં જે કરવા યોગ્ય કૃત્ય હોય તે જલ્દી કરો, ત્યારે માતાએ રક્ષાબંધન ધૂપ હોમ વિગેરે અનેક પ્રયોગ કર્યા છતાં કશો ફેર ન પડ્યો. ત્યારે રાજભયથી નોકરાણીઓ દિલગીરી થઈ ગઈ. રાજાએ મોટા દરબારીને મોકલ્યો અને આજ્ઞા કરી કે કુમાર અને દેવીને લાવો. સર્વ સામગ્રી તૈયાર કરી પ્રયાણ કર્યું. પણ બગીચો તો નહિ આવ્યો. પાટલિપુત્ર આવતાં રાજાને વધામણી આપી....
ત્યારે હર્ષઘેલા રાજાએ હાટ-હવેલી સજાવ્યા. અને વધામણી આપવાનો આદેશ કર્યો ત્યારે નગરજનો પુત્રજન્મની વધામણી આપવા રાજદરબારમાં આવે.) જેટલામાં રાજા જાતે હર્ષપૂર્વકનીઆશ્ચર્યપૂર્વકની ચાલથી સામે ચાલ્યો તેટલામાં કુમાર અને રાણીને દેખી, ત્યારે રાણીનું રૂપ દેખી રાજાએ પૂછ્યું હે દેવી ! તારા શરીરમાં ફેર કેમ લાગે છે? ત્યારે દાસીઓએ કહ્યું કે હે રાજનું! બાળકને જન્મ આપ્યા પછી નજરદોષથી કે વાયુ વિકારથી, કે પ્રસૂતિના રોગથી દેવીનું આવું શરીર થયું લાગે છે. પણ પાકો ખ્યાલ આવતો નથી. ત્યારે રાણીની વાત (હકીકત) સાંભળી પુત્રજન્મના અભ્યદયથી હર્ષ પામેલ રાજાનું મોટું પડી ગયું, છતાં ધીરજ રાખી નગરમાં આવ્યો.