________________
૨૮
મૂળશુદ્ધિ ભાગ-૧
મંત્રીએ બોલાવી (બાલિકા)-મારી ગાય નાસી જાય છે. હું મંગાવી દઉં છું. અશ્વસવારો દ્વારા ગાયો મંગાવી, કન્યા પણ રાજા પાસે આવી ઉભી રહી. એની સાથે બગીચો પણ સ્થિર થયો. ત્યારે રાજાએ તેનો તે અતિશય દેખી સર્વાંગ જોયા, કુંવારી જાણી, રાજાને અનુરાગ થયો અને મંત્રીનું મુખ જોયું મંત્રી પણ રાજાનો ભાવ સમજી ગયો. તેણે વિદ્યુત્પ્રભાને કહ્યું કે હે ભદ્ર ! આખી ધરતીનો નાયક, અનેક સામંતો જેનાં ચરણ ચૂમી રહ્યા છે, એવા આ નરેન્દ્રને ભર્તાર તરીકે સ્વીકાર. કન્યા બોલી - હૈં સ્વતંત્ર નથી.
“મંત્રીએ પૂછ્યું તું કોને આધીન છે ?
હું મારા મા બાપને આધીન છું. એમ વિદ્યુત્પ્રભા બોલી, મંત્રી - તારો બાપ કોણ છે ? ક્યાં વસે છે. તેનું શું નામ છે ?” તે વિદ્યુત્પ્રભા બોલી આજ ગામમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ વસે છે. ત્યારે રાજાએ માહંતોને કહ્યું કે “તમે ત્યાં જાઓ અને આ બાળાને વરીને આવો.” ત્યારે મંત્રી ગામમાં ગયો, અને અગ્નિશર્માના ઘરમાં પ્રવેશ કર્યો. તે બ્રાહ્મણે મંત્રીને આવતા દેખી ઉભા થઈને આસન આપ્યું, અને કહ્યું કે મારા લાયક કામ હોય તો ફરમાવો. મંત્રી - “શું તારે કોઈ દીકરી છે ?” અગ્નિશર્માએ હા પાડી, મંત્રી “જો એમ હોય તો તારી દીકરી રાજાને આપ. અગ્નિશર્મા - “રાજાને આપી જ દીધેલી છે. કારણ કે અમારા પ્રાણ પણ રાજાને જ આધીન છે. તો પછી કન્યાનું શું પૂછવું ?”
-
મંત્રી - તો પછી રાજા પાસે ચાલો, ત્યારે અગ્નિશમાં રાજા પાસે ગયો, આશીર્વાદ આપીને રાજાની નજીકમાં બેઠો, મંત્રીએ બધી વાત કરી, ત્યારે રાજાએ વિચાર્યું, જો મહોત્સવ પૂર્વક લગ્ન કરવા જઈશ તો ઘણો કાળ નીકળી જશે.” આવા ભયથી રાજાએ ગાંધર્વ લગ્ન કર્યા. અને બાલાનું પૂર્વનામ પરાવર્તન કરી ‘આરામશોભા’ એવું સાર્થક નામ પાડ્યું. કારણ કે ઘણા ઉત્તમ ઝાડોથી રમ્ય બગીચો આની ઉપર શોભે છે. તેથી આ નામથી આરામશોભા હો ।।૨૨।।
અત્યારે આ મારા સસરા છે, એમ કહીને લોકો જાણશે, તેથી શરમાતા રાજાએ અગ્નિશર્માને શ્રેષ્ઠ બાર ગામ ભેટ આપ્યા. આગળ જવા લાગ્યો. અને આરામશોભાને હાથી ઉપર બેસાડી, બગીચો પણ તેનાં ઉપર સમાઈને સ્થિર રહ્યો. એ પ્રમાણે પોતાનાં મનોરથ પૂરા થતા રાજા હર્ષઘેલો બની જવા લાગ્યો. વળી આરામશોભાને મેળવી પોતાની જિંદગીને સફળ માનવા લાગ્યો. અથવા તો શ્રેષ્ઠ રત્ન પ્રાપ્ત કરી કોણ તુષ્ટ ન થાય ? રસ્તામાં તેનું મુખકમલ જોવામાં મસ્ત બનેલો રાજા ચાલ્યો. અથવા તો મનોહર વસ્તુમાં નજ૨ નિમગ્ન બને એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી, એક તો સુંદર રૂપલાવણ્યવાળી છે, અને વધારામાં દેવ તેની સહાયમાં છે. આવી કન્યા રાજાને મોહ પમાડે, બોલો ! તમે જ કહો એમાં આશ્ચર્ય જેવું છે જ શું ? અનુક્રમે પાટલીપુત્ર પહોંચતા રાજાએ આદેશ કર્યો કે....
હાટ હવેલીને શણગારો, સર્વ ઠેકાણે ધ્વજપતાકા ફરકાવો, મંડપ માંચડા વગેરેથી આખાય નગરને શોભતું કરો. ઘણું શું કર્યું ? આજે વિશેષ પ્રકારે બધી સામગ્રીને તૈયાર કરો, કે જેથી ઠાઠમાઠથી દેવી સાથે નગરમાં પ્રવેશ કરું ।।૨૭।
નગરજનોએ રાજાની સર્વ આજ્ઞાનું પાલન કર્યે છતે સ્થાને સ્થાને કૌતુક અને મંગલને પ્રાપ્ત કરી રાજાએ નગરમાં પ્રવેશ શરૂ કર્યો. (કૌતુક = નજર ન લાગે તે માટે કાળુ ધબ્બુ, રક્ષાબંધન કરવું, કે સૌભાગ્ય માટે ધૂપ હોમ વિ. કરવા) ત્યારે કુતૂહલ પૂર્ણ સર્વ નગરજનો રાજા રાણીને