________________
૨૭
પૂછશુદ્ધિ ભાગ-૧
આરામશોભા કથા ઢાંકીને સુઈ ગયેલી તેથી મને શા માટે પૂછો છો ? તેઓ બોલ્યા અરે ! આ બાલાએ જો નાગ દેખ્યો હોત તો કૂકતી કૂકતી ભાગી જાત ! તેથી ચાલો આપણે આગળ જઈએ. તેઓ આગળ પાછળ જોઈને ક્યાંય પણ તે સાપને ન દેખવાથી “અરે ! આપણા દેખતા જ તે કેવી રીતે ભાગી ગયો ?” એમ આશ્ચર્યથી ખીલેલી આંખવાળા ગાડિકો પાછા ફર્યા. અને બાલાએ સર્પને કહ્યું “તારા રાજાઓ ગયા તેથી બહાર નીકળ.” ત્યારે સાપનો અધિષ્ઠાયક નાગકુમાર દેવ પ્રત્યક્ષ થઈ સાપનું રૂપ આવરી દેવ રૂપે પ્રગટ થઈ બાલાને કહ્યું કે પુત્રી ! તારા આ અસાધારણ ઉપકારથી હૈ તુષ્ટ થયો છું. તેથી વર માંગ કે જેથી વરદાનને હું આવું. ત્યારે ચંચલ કુંડલ વિગેરે આભરણોથી શોભતા દેવને દેખી તે બોલી હે તાત એ પ્રમાણે હોય તો મોટી છાયા કર. જેથી સુખેથી ગાયો ચરાવું. ગર્મીથી હું ઘણી પીડાઉ છું. દેવે વિચાર્યું બિચારી ભોળી લાગે છે. તેથી હું તુષ્ટ થવા છતાં આવું માંગે છે. પણ આનો ઉપકાર કરું એમ વિચારી તેની ઉપર મોટો બાગ બનાવ્યો.
જે વિવિધ જાતનાં વૃક્ષ સમૂહવાળો, સર્વ ઋતુના ફળ આપનારો, સદા ફૂલના પરાગથી દિશાને સુગંધિત કરવાવાળો, મત્ત ભમરાઓના ગુંજનથી વ્યાપ્ત, ચારે બાજુથી સૂર્યતાપને રોકનારો, એવો મનમોહક બગીચો દેવે રચ્યો.
દેવે કહ્યું હે પુત્રી ! મહાપ્રભાવથી તું જયાં જઈશ ત્યાં ત્યાં તારી ઉપર આ બગીચો સમાઈને રહેશે. આપત્તિ સમયે મને યાદ કરજે. એમ કહી દેવ ગયો. તે પણ અમૃતફળના સ્વાદથી ભૂખ તરસ વિનાની ત્યાં જ રહી. એટલામાં રાત્રિ થઈ તેથી ગાયો લઈ ઘેર ગઈ. અને બગીચો પણ ઘર ઉપર રહ્યો.
માતાએ ખાવાનું કહ્યું ત્યારે તે બોલી ભૂખ નથી. એમ જવાબ આપી સુઈ ગઈ. સવારે ગાયો લઈ વનમાં ગઈ એ પ્રમાણે કેટલાય વર્ષો વીત્યા.
એક વખત વિદ્યુમ્રભા જંગલમાં બગીચાની મળે સૂતી હતી. ત્યારે વિજય મેળવી પાછા ફરેલા પાટલીપુત્રના રાજા જિતશત્રુએ તે બગીચો દેખ્યો. અને મંત્રીને કહ્યું કે અહીં બગીચામાં પડાવ નાંખો. મંત્રિએ “તહત્તિ” કરી આંબાના ઝાડ નીચે રાજાનું સિંહાસન ગોઠવ્યું. તેમાં રાજા બેઠો - ત્યાર પછી ઉત્તમશોભાવાળા ચંચલ ઘોડોઓને શ્રેષ્ઠ વૃક્ષો જોડે બાંધ્યા. પલાણ વિગેરે શાખા ઉપર ટીંગાવ્યા. મદોન્મત્ત હાથીઓ મોટા થડવાળા વૃક્ષો જોડે મજબુતરીતે બાંધ્યા. ઉંટ વિગેરે કે વાહનોને યથાયોગ્ય વૃક્ષ પાસે રાખ્યા. જ્યારે વિદ્યુત્મભા સૈન્યની છાવણીના અવાજ સાંભળી
ઉંઘમાંથી ઉઠી આંખ ચોળી હાથી વિગેરે ને જોઈ ભયભીત થઈ દૂર ગયેલી ગાયોને દેખી ત્યારે મંત્રીના દેખતા જ તેઓને વાળવા ભાગી. તો તે બગીચો ઘોડા વિગેરેની સાથે તેની જોડે ગયો. અરે આ શું? તેથી રાજા વિગેરે લોકોમાં ખળભળાટ મચી ગયો. અને ઉભા થયાં શું આ ઈન્દ્રજાલ છે? એમ રાજાએ મંત્રીને પૂછ્યું, ત્યારે મંત્રીએ જણાવ્યું હું માનું છું કે ઉંઘમાંથી ઉઠી ચમઢતીબે આંખો ચોળતી ભયભ્રાંત નયનોવાળી આ બાલિકા ભાગી તેની સાથે આ બગીચો પણ ચાલ્યો. માટે આ બધો તે બાળાનો પ્રભાવ છે. આ બાલિકા દેવી નથી કારણ કે આંખો ચોળતી હતી. તેથી આ સાચે કોણ છે? “તે તપાસ કરું” એમ કહી દોડીને પેલી છોકરીને બુમ પાડી, શું કહો છો ?” એમ બોલતી ઉભી રહી, તેની સાથે બગીચો પણ ઉભો રહ્યો. “અહીં આવ !” એમ