________________
મૂળશુદ્ધિ ભાગ-૧ આર્ય મહાગિરી કથા
૧૯ તેથી મહેરબાની કરી મને ગૃહસ્થ ધર્મ આપો. ભલે, “તો એ પ્રમાણે કરો', એમ ગુરુએ કહ્યું. ત્યારે વસુભૂતિ ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ઘેર ગયો અને તે ધર્મ સ્વજનો આગળ કહ્યો, પણ કોઈએ ન સ્વીકાર્યો. ત્યારે પાછો ગુરુ પાસે જઈ હાથ જોડી કહ્યું કે “મેં સ્વજનોને આ જિનધર્મ કહ્યો પણ મારા વચનથી તેમને પરિણમ્યો નહિ.” તેથી આપ ત્યાં પધારીને સ્વદેશનારૂપ યાનપાત્રવડે સમુદ્રમાં ડુબતા તેઓનો ઉદ્ધાર કરો.
ત્યારે સુહસ્તસૂરિ તેનાં ઘેર આવી દેશના આપી અાવ્રત આપે છે. તેટલામાં જિનકલ્પના વિધાનથી વિચરતા આર્યમહાગિરિ ત્યાં આવ્યા. અને તેઓને દેખી સહસા આચાર્ય સુહસ્તિસૂરિ ઉભા થયા. તે દેખી શેઠે પૂછ્યું શું તમારે પણ અન્ય ગુરુ છે ? સૂરિ બોલ્યા, હા, અમારા ગુરુ છે. જે દુષ્કર ક્રિયામાં રક્ત બની અતિ દુષ્કર તપનું આચરણ કરે છે. શરીર ઉપર ઉપેક્ષાવાળા મશાન વિગેરેમાં પ્રતિમા ધ્યાને ઉભા રહે છે. ઘણાં પ્રકારના ઉપસર્ગો સહન કરે છે.
બાવીસ પરિષહોને જિતે છે. દશપૂર્વમહાશ્રુતરૂપ સમુદ્રને પાર પામેલાં છે. દૂર રહેલા કાગડા વિગેરે પણ જે ભક્તપાનને લેવા ન ઈચ્છે એવા ઉજિઝત ધર્મવાળા ભક્તપાનને બુદ્ધિમાન ને ધીર આ મહાત્મા ગ્રહણ કરે છે.
એ પ્રમાણે તેમનાં ગુણ સમૂહનું વર્ણન કરી અણુવ્રતો આપી સુરિ ગયા. અને શેઠ પોતાના કુટુંબીજનોને કહેવા લાગ્યા કે જયારે આ ભગવાન ભિક્ષા માટે પધારે ત્યારે ભક્તાદિ છોડી દેવા (એટલે કે તમે એકબીજાને એવી રીતે ભોજન આપો કે તમને ગમતું જ ન હોય એટલે તમે ના ના કરો છતાં કોઈક તમારાં પાત્રમાં ભક્તાદિ નાંખી દે તો તમે બીજાની થાળીમાં નાંખી દેજો આવી રીતે છોડાતી ભિક્ષાને) જો કદાચિત્ તે મહાત્મા વહોરશે તો મહાપુણ્ય થશે. તેથી બીજા દિવસે તે અપૂર્વ ભોજન દેખી ભગવાન્ આર્યમહાગિરિ પણ ઉપયોગથી અશુદ્ધ જાણી પાછા ફર્યા. આવશ્યક ક્રિયાના અંતે જ્યારે આર્યસૂતિસૂરિ ગુરુને વાંદે છે, ત્યારે આર્યમહાગિરિ ગુરુએ કહ્યું કે આર્ય ! આજે તે મારા આહાર પાણીમાં અનેષણ કરી, કેવી રીતે? ગુરુએ કહ્યું! કાલે અભુત્થાન કર્યું જેથી; આ જાણીને પરમ વિનયથી ખમાવે છે.
પછી ત્યાંથી નીકળી આર્યમહાગિરિ ઉજજૈની નગરીમાં ગયા. ત્યાં જીવંતસ્વામીની પ્રતિમાને ભક્તિથી નમીને ગજાગ્રપદના નમન માટે એલકા નગરમાં ગયા. તે એકાક્ષ નગરની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જણાવે છે...
(તદન્તર્ગત એલકાણ કથા) દશાર્ણપુર નગર છે. તેમાં ગુણસમૃદ્ધિવાળી રૂપાળી ધનસાર્થવાહની પુત્રી ધનશ્રી નામે શ્રાવિકા છે. જે ઉત્તમ સમક્તિ અને અણુવ્રત તેમજ શિક્ષાવ્રતને ધારણ કરનારી હતી. પણ દૈવયોગે મિથ્યાદ્રષ્ટિનાં ઘેર પરણાવી. તે હંમેશા સંધ્યાકાળે ચૈત્યવંદન કરી દરરોજ પચ્ચકખાણ ગ્રહણ કરે છે. તે દેખી તેનો પતિ હસે છે. હું પણ પચ્ચકખાણ કરીશ એમ એકવાર તેના પતિએ કહ્યું. ત્યારે ધનશ્રી બોલી તમે ભાંગી નાંખશો, ત્યારે પતિએ જવાબ આપ્યો કે રાત્રે ઉઠીને કોઈ ખાતું નથી એટલે મને પણ પચ્ચખાણ આપ. તેણીએ આપ્યું. ત્યારપછી શ્રાવિકાના ગુણથી રંજિત-દેવતા વિચારે છે કે આ મૂઢ શ્રાવિકાની મશ્કરી કરે છે. તેથી આજે એને શિક્ષા કરું. શ્રેષ્ઠ જમણવારના