________________
મૂળશુદ્ધિ ભાગ-૧
ભાવતીર્થ તો જ્ઞાનાદિગુણ યુક્ત સાધુઓ છે, તેઓની સેવા-વૈયાવચ્ચ પણ સમક્તિને ઉજ્જવલ કરે છે. કારણ તેમની પાસે રહેતાં ધર્મોપદેશનું શ્રવણ વિગેરે પ્રાપ્ત થાય, જેથી શંકા, કુશંકા નિવારણ થતાં સમક્તિ દ્રઢ બને છે.
૧૮
કહ્યું છે કે...
જ્ઞાનાદિ ગુણસંપન્ન સાધુઓને જે નિત્ય સેવે છે, તેને સમ્યક્ત્વભૂષણ વિગેરે ગુણો પ્રાપ્ત થાય છે.
તથા ‘આચારાંગ નિર્યુક્તિ' ૩૩૩ માથામાં પણ કહ્યું છે કે... આ ગાથાની પણ વ્યાખ્યા ટીકાકારના અક્ષર વડે કરું છું... તીર્થંકર પ્રવચન = દ્વાદશોગીગણિપિટક માવચનિક યુગપ્રધાન આચાર્ય વિગેરે તથા કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ૧૪ પૂર્વધર તથા આમÑષધિ આદિ લબ્ધિવાળા વગેરેની સામે જવું. તેઓને નમન કરવું અને તેઓનું દર્શન, ઉત્કીર્તન (ગુણો ગાવવા) કરવું અને બરાસ, કેશર ઇત્યાદિરૂપ સુગંધી દ્રવ્યોવડે પૂજવું. સ્તોત્રોવડે સ્તુતિ કરવી, તે પણ સભ્યભાવનાના હેતુઓ છે.
દ્રવ્યતીર્થ નિષેવામાં (મૂલભાવ-આદરભાવ વિશે) આચાર્યમહાગિરીજી'નું ઉદાહરણ કહે છે. આર્ય મહાગિરિની કથા
શ્રી સ્થૂલભદ્ર સ્વામીને મહાયશવાળા ૬શપૂર્વધર ગુણસમૂહવાળા યુગપ્રધાન બે શિષ્ય થયાં, તેમાં પહેલાં સમ્યક્ત્વજ્ઞાન અને ચારિત્રની શુદ્ધિવાળા આર્યમહાગિરિ સૂરિ અને બીજા તેને તુલ્યગુણવાળા તેમની સેવા કરનાર (તેમને અનુસરનાર) આર્યસુહસ્તિસૂરિ છે. આર્યમહાગિરિએ એકવાર જિનકલ્પ વિચ્છેદ થયા છતાં ગચ્છ પ્રતિબદ્ધ આર્યસુષુપ્તિસૂરિને ગચ્છ સોંપીને જિનકલ્પની તુલના કરવાનો પ્રારંભ કર્યો. એક વખત વિચરતા આર્યસુહસ્તીસૂરિ પાટલીપુત્રમાં ગયા અને શ્રેષ્ઠ ઉદ્યાનમાં રહ્યાં. વસુભૂતિ વિગેરે શેઠિયાઓ વંદન કરવા આવ્યા, નગરજનો વંદન કરી શુદ્ધભૂમિ ઉપર બેઠા. તે પર્ષદામાં સકલ દુઃખ હરનારી સંવેગરંગના સંસર્ગને ઉત્પન્ન કરનારી સદ્ધર્મ દેશના સૂરિએ પ્રારંભ કરી.
ઓ ભવ્યજીવો ! અતિ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શ્રીસર્વજ્ઞ પ્રણીત ધર્મમાં સદા આદર કરવો. ૧૮ દોષોથી રહિત એવાં જિનને દેવ તરીકે સ્વીકારો અને શ્રેષ્ઠ સાધુઓને ગુરુ તરીકે સ્વીકારો, તેમજ જીવાદિ પદાર્થની શ્રદ્ધા કરો, મોહજાલ તોડી નાંખો, રાગદ્વેષરૂપી શત્રુઓનો નાશ કરો, કષાયો છોડી દો, દુર્રાન્ત ઇન્દ્રિય ઘોડાઓનું દમન કરો. સર્વ મોટા દુઃખની પરંપરાનું સ્થાન એવો ઘરવાસ છોડી રાત્રિભોજનથી રહિત, પાંચ મહાવ્રતથી યુક્ત ત્રણ ગુપ્તિથી સુગુપ્ત, પાંચ સમિતિથી સંવૃત, ક્ષાન્તિ વિ. દશ પ્રકારના ઉદાર સંયમધર્મને સ્વીકારો. જો આ સંયમધર્મ આદરવા શક્તિમાન ન હો તો ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતથી યુક્ત પાંચ અણુવ્રતવાળા ગુહસ્ત્રધર્મનું પાલન કરો. ઋદ્ધિઓ, યૌવન અને જીવનને ક્ષણભંગુર જાણી સંસારને છોડી શોભનસારવાળા સિદ્ધનગરમાં જાઓ. આ સાંભળી આખી સભા ઘણી જ સંવેગ પામી.
ત્યારપછી આચાર્ય ભગવંત આર્યસુહસ્તિસૂરિના ચરણ કમળમાં પ્રણામ કરી વસુભૂતિ બોલ્યો. હે ભગવન્ ! જે આપે કહ્યું તેમાં કોઈ સંદેહ નથી, પણ યતિધર્મને પાલન કરવા હું સમર્થ નથી.