________________
મૂળશુદ્ધિ ભાગ-૧ આર્ય ખપૂટાચાર્યની કથા
૧૫ કહેવાય કે દ્રઢબંધનમાંથી હાથીને પોતાના પ્રભાવથી મુક્ત કરાવ્યો. ત્યારે ભગવાને કીધું વનમાં મત્ત હાથીનું બંધનપાશથી મુકાવું દુષ્કર નથી. જેટલું સૂતરના તંતુઓ વડે થયેલ બંધનથી મુકાવું મને દુષ્કર લાગે છે. ' હે ભગવાન્ ! આ કેવી રીતે ? - ત્યારે પોતાના ચરિત્રરૂપ પૂર્વ વૃત્તાંત કીધો. તેથી તે મહારાજા! જે મારા પુત્રે ચરખાના તંતુઓના બંધન આપ્યા તે સ્નેહ તંતુઓ મારા વડે પણ મુશ્કેલીથી તોડાયા, માટે ગજબંધનના મોચનથી પણ દુર્મોચન રૂપે લાગ્યા. એથી મેં તમને એમ કહ્યું. આ સાંભળી ઘણાં પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. શ્રેણીક અને અભયકુમાર પણ પરિતોષ પામ્યા. અને વિંદન કરી સ્વસ્થાને ગયા. મહર્ષિ પણ ભગવાન મહાવીરને વંદન કરી ઉગ્ર વિહાર વડે વિચરી - ઉત્સર્ગ = ઉત્કૃષ્ટ રીતે સંયમનું પાલન કરી કેવલજ્ઞાન ઉપાર્જન કરી પરમસુખવાળા મોક્ષને પામ્યા.
આદ્રકકુમારનું કથાનક પુર અહીં અભયકુમારે આર્તકકુમારને પ્રતિબોધ કરવા માટે જે કુશળતા વાપરી તેવી કુશળતા અહીં જરૂરી છે.
કોસલ્લયા મો જિણ સાસણગ્નિ' આ પદથી સમક્તિનું પહેલું ભૂષણ કહ્યું. હવે બીજું ભૂષણ કહે છે. પ્રભાવના - એટલે તીર્થની ઉન્નતિ કરવી. તે પ્રભાવના આઠ પ્રકારે થાય છે. જેમકે (૧) પ્રવચનકાર, (૨) ધર્મકથા કરનાર, (૩) વાદિ, (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) વિદ્યાવાન, (૭) અણિમાદિ સિદ્ધિવાળો, () કવિ આ આઠ પ્રભાવકો કહ્યાં.
આર્ય ખપૂટાચાર્યની કથા) આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં નર્મદા મહાનદીનાં કિનારે ભૃગુકચ્છ (ભરુચ) નામે મહાનગર છે. એકવાર ત્યાં વિચરતાં આર્યખપૂટ નામના આચાર્ય પધાર્યા. તે ઘણાં શિષ્યના પરિવારવાળા હતા. અનેક પ્રકારની સિદ્ધિવિદ્યાવાળા વિદ્યાચક્રવર્તી હતા. તેઓમાં એક નાનો સાધુ જે આચાર્યનો ભાણેજ હતો. તે આચાર્યશ્રીને વંદન નમસ્કાર વગેરે સેવા કરવામાં તત્પર રહેતો. આચાર્ય વડે ગણાતી વિદ્યાઓ તેનાં કાનમાં પડી અને વિદ્યાસિદ્ધ પુરુષને નમસ્કાર કરવાથી પણ વિદ્યાઓ સિદ્ધ થઈ જાય છે. એથી તેણે વિદ્યાઓ સિદ્ધ થઈ ગઈ. આ બાજુ ગુડશસ્ત્ર નગરથી એક સાધુ સંઘાટક આવ્યું. આચાર્યશ્રીને વાંદીને જણાવ્યું કે તે નગરમાં એક અક્રિયાવાદી પરિવ્રાજક આવેલો હતો. અને તે પરિવ્રાજક... “કોઈ દેવ નથી. ધર્મ નથી. પુણ્ય પાપ નથી, તેમજ પંચભૂતથી ભિન્ન અન્ય કોઈ આત્મા નથી.” એ પ્રમાણે પ્રલાપ કરતો હતો. તેને આગમજ્ઞાતા એવાં સાધુઓએ હરાવ્યો. અને અપમાનથી મરી ગયો. મરીને તે જ નગરમાં વડુકર નામનો વ્યંતર થયો. અને પૂર્વ વૃત્તાંત જાણી અતિપ્રચંડ ક્રૂર વિકરાલ રૂપધારી વ્યંતર આકાશમાં રહેલો એમ કહે છે. રે રે પાપીઓ ! અધમપાખંડીઓ ! શરમ વગરના ! ત્યારે વાદમાં મને જીતનારા હવે તમે મને ઓળખો. અત્યારે વિવિધ પીડાથી હેરાન થાઓ, તે રીતે મારીશ ! કદાચ તમે પાતાળમાં પ્રવેશો, આકાશમાં જતાં રહો કે અન્ય કોઈ જગ્યાએ જાઓ, તો પણ તમે તમારાં દુષ્કર્મથી છુટવાનાં નથી. એમ બોલતો તે વિવિધ ઉપસર્ગો વડે શ્રમણ સંઘ ઉપર ઉપસર્ગ કરવા પ્રવૃત્ત થયો છે.//શા હવે આ બાબતમાં શું કરવું તે આપના ઉપર છે.
7