________________
ॐ अहम्
મ ળ ભા વ ના સર્વ પ્રાતિહાર્યયુક્ત-સમવસરણના મધ્યભાગમાં ચૈત્યવૃક્ષની નીચે સિંહાસન પર બેસી સકળ પરિષદ સમક્ષ–
વિશ્વના પ્રાણી માત્રનું કેવળ કલ્યાણ કરનારી અને સંપૂર્ણ સત્ય તથા ઉપદેશના સમગ્ર ગુણેને અનુસરનારી–જન પ્રસારિણી પરમપવિત્ર વાણી દ્વારા પરમ પુરુષ પરમાત્મા શ્રી મહાવીર દેવ—જે રીતે ઉપદેશ ધારા વર્ષાવતા હતા,–તેજ રીતે, તેમનું આ પ્રસંગે શાંત અને એકાગ્ર ચિત્તથી સ્મરણ કરી, એ પરમષિને યથાશકિત ત્રિકરણ-શુદ્ધિએ નમસ્કાર કરું છું.
૨. આ યુગના આદિ-ઈશ્વર પ્રભુત્રઋષભદેવસ્વામી વિગેરે વર્તમાન વીશ તીર્થકરે, અને બીજા પણ કાલિન સમસ્ત તીર્થકરેને પરમભક્તિપૂર્વક મારા સ્મરણ પથમાં એટલાજ માટે લાવું છું કે
જેઓના પવિત્ર સ્મરણ અને પવિત્ર મુખમુદ્રાઓના માનસિક દર્શનથી, આ પવિત્ર કાર્યમાં ઉમાર્ગથી બચી શકાય, અને સન્માર્ગને ઝળહળતે તેજસ્વી પ્રકાશ મારી સન્મુખ પ્રસરી રહે.
પ્રભુના મહાશાસનની આજ્ઞાઓ શિરસાવન્દ કરી ઉપાડી લેનારા, અને પરમાત્માના પરમ શિ એવા-ગણધર ભગવતે, આચાર્ય પંગ, શાસનની અનેક રીતે મહા-મહા પ્રભાવનાઓ કરનારા મહાત્માઓ અને એકંદર ત્રિકાળના એ સમગ્ર પવિત્ર મુનિમંડળને આ પ્રસંગે માનસિક વંદના કરું છું.
૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org