________________
૨૩
પ્રશ્ન ઃ રાજ્ય ભાગવે, ચક્રવર્તીપણું ભોગવે, કામ ભાગ સેવે, પુત્ર થાય છે, તો પછી રાગ કેમ નહીં?
ઉત્તર : શાલિભદ્રસેઠ જેવા મોટા મોટા ક્રોડપતિઓ અને ચક્રવર્તી જેવા રાજામહારાજાઓ માટે જાજરૂ પણ મહા કીમતી હોય છે. તેવાં સ્થાનો પામરોને અલભ્ય હોવા છતાં મહાપુરુષોને અમેધ્યઘર જ ગણાય છે. આવા જાજરૂમાં પધારેલા હોય તે પણ તેમને કંટાળા જ હોય છે. જ્લદિ કાર્ય પતાવીને, નીકળવા ઈચ્છતા હોય છે. તેમ સંસારના ભાગા પણ જિનેશ્વરદેવાના આત્માઓને, જાજરૂ ઘરના વસવાટ જેવા લાગતા હોવાથી રસવગર ભાગવાતા હોવાથી, નવાકર્મબંધનું કારણ થાય જ નહીં.
તીર્થંકર ભગવંતા આયુષ્યની, સમાપ્તિ જ્ઞાનથી જાણી, પાદાપગમન, અનશન કરી, બાકીનાં ચારકર્મ ક્ષય કરી મેાક્ષ પધારે છે. હવે તેસ્થાનમાં સાદિઅનંતભાગે. આત્મામાં પ્રકટેલ સહજસ્વભાવ અનંતજ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય–સુખાસ્વાદમાં તલ્લીન સ્થિર રહે છે. હવે પછી તેમનાં જન્મ, રોગ, શાક, વિયોગ જરા અને મરણ કયારે પણ થવાનાં નથી. નિરુપાધિ સુખાસ્વાદમાં વસે છે.
ઉપર મુજબનું વર્ણન વાંચનાર મહાશયો જરૂર સમજી શકે છે. જિનેશ્વર દેવાજ, જગતના સર્વ જીવાના એકાન્ત ઉપકારી થવા યોગ્ય છે. અને નિ:સ્વાર્થ ઉપકાર કરનારની આજ્ઞા સ્વીકારનાર માણસોમાં સાચી માણસાઈ આવવાની આશા રાખી શકાય એ જરા પણ વધુ પડતું નથી.
66
‘કામ, ક્રોધ, મદ, લાભની, ખાણા જયાં ખડકાય, તેવાના ઉપકારથી, ભલું શી રીતે થાય?” “કામ, ક્રોધ, મદ, લાભના, જયાં નહીં અંશ જરાય, તેવાના ઉપકારથી, સર્વપાપ ક્ષય થાય.” “દોષ વગરના દેવથી, દોષ વૃન્દ જિતાય, જ્ઞાની, ત્યાગી, ગુરૂ મલે, ભવનો પાર પમાય.” “જિનવરની આણા મલે, નરભવ સલા થાય, પાપ ઘટે સદ્ગુણ વધે, મહામાનવ કહેવાય.” લેખક : પંન્યાસ ચરણવિજયગણી,
ઈતિ ૨૦૨૩ પેષપૂર્ણિમા ગુરુવાર પુષ્યનક્ષત્ર નાસિક સિટિ, જૈન ઉપાશ્રય પગડ બંધ લેન,