________________
૨૨
બનાવનાર મહાશયેના, જીવનને અને, તે મહાશયના ગ્રન્થને વિચારતાં આવડે તેવાઓને, ઉપરનાં વર્ણન સાચાં લાગે જ. પ્રભુજી મોટી દ્ધિ પત્નીઓ, પુત્રો, રાજ્ય, ધનધાન્યના ભંડારો વગેરે સર્વ પરિગ્રહનો ત્યાગ કરી, અવશ્ય દીક્ષા લે છે તથા કેવલ જ્ઞાન પામે ત્યાં સુધી મૌન જ રહે છે. કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા રહે છે. બેસતા નથી. દેવ-મનુષ્યપશુઓએ કરેલા ઉપદ્રવ અદીન ભાવે સહન કરે છે. મોટી મોટી તપસ્યાઓ કરે છે. ટાઢ, તાપ, પવનના ઉપદ્રવ નિર્ભય સહન કરે છે, ચારકર્મ ક્ષય પામે છે, અને સર્વજ્ઞ ભગવાન થાય છે. લોકાલેક, જીવાજીવ, ત્રણેકાળને નિવિંદન જાણે છે.
સર્વજ્ઞ ભગવાનની પહેલી જ દેશનામાં હજારો મહાશયો પ્રતિબોધ પામે છે, તેમાં મહાબુદ્ધિશાળી, બીજબુદ્ધિવાળા; મહાપુરૂષને પિતાના પટ્ટધર બનાવે છે, જેઓ ગણધર કહેવાય છે. તેઓ ભગવાનને તત્ત્વ પૂછવાથી ઉપન્નઈવા, વિગઈવ, ધુવેઈવા, ત્રણ જ શબ્દોમાં, સર્વદ્રવ્ય, ગુણ અને પર્યાયને સમાવેશ થઈ જાય છે. ગણધરો દ્વાદશાંગી, અને ચૌદપૂરવની રચના કરે છે.
તથા પ્રભુજીનું દેશનાસ્થાન સમવસરણ કહેવાય છે. જેને જોઈને પણ, આકર્ષા થેલા મનુષ્યો અને પશુઓનાં યુથ પ્રભુજીનાં દર્શન પામે છે. વાણી સાંભળે છે. સર્વવિરતિ-દેશવિરતિ અથવા સમકિત પણ પામી જાય છે. ચાર નિકાય દેવ અને દેવીઓ પણ આવી સમવસરણમાં બેસી પ્રભુની વાણી સાંભળે છે.
પ્રશ્ન : વીતરાગ નિરંજન-નિરાકાર અરિહંતદેવનાં આવાં સમવસરણ શા માટે?
ઉત્તર : આજકાલ દેશનેતાઓનાં કલાક બે કલાકનાં વ્યાખ્યાને માટે. લાખ, બે લાખના ખર્ચા કરી, મોટાં મંડપ બંધાય છે. આવા મંડપ દેશનેતાઓ માટે નથી, પરંતુ લોકોને બેસવાની સગવડ છે, તેમ આંહીં પ્રભુજી વીતરાગ છે. એમના કષાયો નાશ પામી ગયા હોવાથી, માન હોય જ નહીં, પરંતુ જીવો ધર્મ પામવા આવે છે. તેમને પ્રભુજીની વાણી સાંભળવાને લાભ મળે. તે માટે દેવે સમવસરણની રચના કરે છે. શાશ્વતિક આચાર છે.
વાચકોને ધ્યાન રહે કે, આ કાળના આપણા જેવા નેતાઓ માટે, ફકત આ લેકની સાચી અથવા મનઘડંત કલ્પનાઓ રજા કરવા માટે, લાખના ખર્ચા થાય છે. ત્યારે જિનેશ્વરદેવનાં સમવસરણ તો કેવળ ઉપકાર માટે સર્વજીવનું ભલું કરવા માટે થાય છે. સ્થાન,ઘણું આકર્ષક બનવા છતાં, પાઈને ખર્ચ થતો નથી. એક પણ જીવને નાશ થતો નથી પરંતુ પ્રભુજીના જિનનામ પુણ્યને જ પ્રભાવ કામ કરે છે, અને ભવ્યજીવો દર્શન-વંદન વ્યાખ્યાન શ્રવણ કરીને આત્મકલ્યાણ પામી જાય છે.
પ્રશ્ન : આજકાલ જિનમૂર્તિઓ ઉપર આંગિઓ અને આભૂષણના ઠઠારા શા માટે કરાય છે ?
ઉત્તર : આંહીં પણ જિનેશ્વરદેવ તો મોક્ષમાં પધારેલા છે. તે મહાપુરૂષની મુદ્રા સમજવા માટે તેમની સ્મૃતિ છે. અને મતિના દર્શન કરનારા ભવ્યજી મૂર્તિની અષ્ટ પ્રકાર વગેરે પૂજા કરીને, વીતરાગનું બહુમાન કરીને, વીતરાગ પ્રભુને આરાધે છે. ભવભવ વીતરાગોનાં દર્શન મેળવવાની યોજના છે. આ રીતે પણ વીતરાગતાને અભ્યાસ જ થાય છે.
આ કાળમાં વિદ્યમાન હોય કે મેક્ષમાં પધારી ગયેલા હોય. પરંતુ ભકત લોકોની ભકિતથી ભગવાન ભૂલા પડયા નથી. અને પડે પણ કેમ? રાગદ્રષ-અજ્ઞાનતા નાશ પામ્યા હોય, તેઓ જ જિનેશ્વરદેવ કહેવાય છે. કેવલજ્ઞાન થયા પછી જ સમવસરણ થાય છે. જિનેશ્વરદેવે જન્મે ત્યારથી જ નવાં કર્મો ન બંધાય તેવા સજાગ હોય છે. મહાપૂગ્યોદય ભેગવવા માટે જ સંસારના કેદખાનામાં રહેવું પડે છે.