________________
૨૦
ઉત્તર : કલિકાલ સર્વજ્ઞની સ્તુતિ વાંચનાર મહાશય સ્વયં સમજી શકે છે કે આ સ્તુતિ અજેનેએ સ્વીકારેલા ગૌરીપતિ મહાદેવની છે કે, મહાદેવપણું ઘટી શકે તેવા દેવાધિદેવની છે. महत्वाद् ईश्वरत्वाच्च, यो महेश्वरतां गतः । राग-द्वेषविनिर्मुक्त वन्देऽहं तं महेश्वरं ॥१॥ रागद्वेषौ महामलो, दुर्जयो येन निर्जितौ । महादेवं तु तं मन्ये, शेषा वै नामधारकाः ॥२॥ नमोस्तु ते महादेव ? महामदविवर्जितः । महालोभविनिर्मुक्तः. महागुणसमन्वितः ॥३॥ भवबीजांकुरजनना, रागाद्याःक्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥४॥
અર્થ : ત્રણે mતમાં મહાન હોવાથી, અથવા કેવલજ્ઞાનલક્ષ્મી વડે, ઐશ્વર્યવાન હોવાથી વળી અષ્ટમહાપ્રાતિ હાર્ય, ચેત્રીશ અતિશય, અને અંગમાં એક હજાર આઠ લક્ષણે, આદિ પ્રત્યેક સામગ્રી વડે આપ મહાન અને જગતના ઈશ્વર હોવાથી, રાગદ્ર ષથી મુકત બનીને, મહાઈશ્વરપણાને પામેલા મહેશ્વરને હું વાંદું છું. (૧)
વળી ગતના પ્રત્યેક દેવોને હરાવનાર અને કોઈથીપણ નહીં જિતાએલા, મહામલ્લ જેવા, રાગદ્વેષને જેમણે જિત્યા હોય, તેને જ હું મહાદેવ માનું છું. અને બીજા કોઈ પિતાને મહાદેવ કહેવડાવતા હોય, તેમને તે હું નામધારી જ મહાદેવ માનું છું.” (૨)
વળી મહોમદ અને મહાભથી મુકત થયેલા અને મહાગુણયુકત હોય, તેવા હે મહાદેવ આપને મારો નમસ્કાર થાઓ. (૩)
વળી રાંસારનાં કારણ હિસાદિ અઢાર મહાપાપ, તેનાં કારણ રાગ ૫ ક્રોધમાનાદિ. જેનામાંથી નિર્મળ નાશ પામ્યાં હોય. એવા બ્રહ્મા, વિષણુ મહાદેવ કે જિનરાજ કોઈપણ હોય, તેને હું નમસ્કાર કરું છું. (૪) ઈતિમહાદેવ સ્તોત્ર શ્લેક ૨/૫/૮/૪૪
આ આખું મહાદેવ સ્તોત્ર વાંચવાથી, જૈન, અજેના પ્રત્યેકને આનંદ થાય તેવું, મહાદેવપણાનું સ્વરુપ બતાવ્યું છે. જેને જાણવાથી તટસ્થ આત્માઓની ભ્રમણા દૂર થયા વિના રહે નહીં.
તથા જિનેશ્વરદેવના પ્રદેશોદય જિનનામકર્મ મહાપુણ્યદયથી, નીચે મુજબ બનાવ બને છે.
પ્રભુજીનું વન (જનનીની કુક્ષિમાં અવતરવું) જન્મ દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ આ પાંચે મોટા બનાવને કલ્યાણક તરીકે મનાય છે. દેવ, ગાંધર્વો ઉજવણી કરે છે. ચૌદરાબ્લેકમાં પ્રકાશ થાય છે. નિત્ય દુખિયા નારકીઓ અને પાંચે સ્થાવરો વિગેરે સમગ્ર લેકમાં આનંદાદ્વૈત ફેલાય છે. રાજાધિરાજની માનીતી રાણીની કક્ષમાં પ્રભુજી અવતરે છે. માતાજી ચૌદ સ્વપ્ન જુએ છે.
પ્રભુજીના માતા પિતાનું ઘર ધનધાન્યથી ભરાઈ જાય છે. પ્રભુજી જન્મીને પણ જનનીને ધાવતા નથી. પરંતુ સુર સંચારિત પીયૂષપૂર્ણ જમણા હાથને અંગુઠો ચૂસે છે. પ્રભુજીનાં આહાર નીહાર અદ્રશ્ય રહે છે. શ્વાસોશ્વાસ કમળ જેવો મહાસુગંધી હોય છે. કાયા વેદ મળ અને રોગ વગરની હોય છે. શરીરનાં રુધિરામિષ શ્વેત હોય છે.
પ્રશ્ન : સમસ્ત પ્રાણીગણનું રુધિરામિષ રકત લાલ હોય છે. જ્યારે શ્રી તીર્થંકરદેવના શરીરમાં લોહી અને માંસ શ્વેત હોય છે એ કેમ માની શકાય?
ઉત્તર : કોઈપણ સ્ત્રી જનની થયા પહેલાં તેના સમગ્ર શરીરમાં રુધિરમાંસ રકત હોય છે. પરંતુ તે બાળા માતા થાય છે, ત્યારે બાળક ઉપરના વાત્સલ્યના કારણે, લોહીના પરમાણુઓ દૂધમાં પરિણમી જાય છે. તેમ પ્રભુજીને આત્મા mતના સર્વજીવોના રક્ષણના પરિણામથી અપ્રમાણ કરુણારસના યોગથી, જિનનામ મહાપુણ્ય બાંધતા હોવાથી, પ્રાણીમાત્રના વાત્સલ્ય ભાવથી જ તીર્થકરોનું શરીર ઉજવળ રુધિરામિષવાળું હોય છે.