________________
૧૮
સુધી પણ સંસારમાં રહેવા છતાં, દોષોના નાશ અને ગુણના વિકાસ પામતા, છેલ્લાના ત્રીજા ભવે, જિનનામકર્મ મહાપુણ્ય નિકાચિત કરે છે. સાથે બીજાં પણ બધાં જ શુભ પુણ્યો બાંધીને, દેવલાકમાં પધારીને, મનુષ્યક્ષેત્રમાં તીર્થંકર તરીકે જન્મે છે.
પ્રશ્ન : પ્રભુજી જન્મે ત્યાંથી જ તીર્થંકર કહેવાય છે?
ઉત્તર . કેવલજ્ઞાન થયા પછીજ રસાદયથી જનનામ મહાપુણ્ય અનુભવે છે. પરંતુ પ્રદેશેાદયા, નિકાચિત થયા પછી, અન્તર્મુહૂતે શરૂ થઈ જાય છે. તેથી મંદિવપાકોદય છેલ્લા ત્રીજા ભવથી શરૂ થવાથી, પહેલાં ત્રણ જ્ઞાન સહચારી બને છે. તેથી જનનીની કુક્ષિમાં પણ ત્રણ જ્ઞાનસહિત અવતરે છે. કૂ ક્ષિમાં અવતાર પણ કલ્યાણક બને છે. દેવા “ શક્રસ્તવ વડે સ્તવના ” કરે છે. જન્મક્ષણે ૫૬ દિકકુમારીઓ આવીને માતા પુત્રનું સૂતિકાર્ય કરે છે. તત્કાળ પહેલા સ્વર્ગના ઈન્દ્ર આવી, પાંચ રુપ કરી, પ્રભુજીને મેરૂ ઉપર લઈ જાય છે. અને ત્યાં મોટા આડંબરથી જન્માભિષેક કરે છે.
"
ચેાસદે ઈન્દ્રો અને ચારે નિકાયના સંખ્યાતીત દેવદેવી મલી, પ્રભુના જન્માભિષેક કરે છે.
પ્રશ્ન : પ્રભુજીને આટલા મેાટા જળ સમુદાયથી સ્નાન કરાવે તે પાણીના પ્રવાહ કેટલો મોટો બને ? અનેક નદીઓ સર્જાય તેટલા પાણી વડે, હજારો ગામેા તણાઈ જાય. માણસા, પશુઓ ખેંચાઈ જાય. આંહીં એક રેલસંકટથી પણ હજારો માણસો ઘરબાર વગરનાં થાય છે. જાનમાલ વિનાશ પામે છે. તે પછી ઉપર મુજબ પ્રભુજીની ભક્તિથી, રેડાએલા પાણીથી, કેટલા ગજબનાક ત્રાસ વર્તાયા હશે ?
ઉત્તર : શ્રી જિનેશ્વરદેવના આગમા અને ગ્રન્થાના અનુભવી આત્માઓને, આવી શંકા થાય જ નહીં. શ્રીજૈન શાસનની પ્રત્યેક વાતા પાયા સહિત જ હોય છે. પ્રરુપકપુરુષો જ્ઞાની અને શ્રદ્ધા સંપન્ન હોવાથી, અનર્થમૂલ વાતો લખે જ કેમ ? વળી જગતના એકાન્ત ઉપકારી, જિનેશ્વર દેવાની ભકિતમાં, પાપે લાગે તેવાં, આચરણે જ કેમ સર્જાય ?
પ્રશ્ન : એક ક્રોડ અને સાઠ લાખ કળશા વડે પ્રભુજીને સ્નાન કરાવ્યાની વાતા, જગજાહેર છેજ. અને આટલા જલપ્રવાહથી કોડો જીવા તણાઈ જાય, એમ માનવામાં આવે તે સાચું કેમ નહિ ?
ઉત્તર : મહાશય ? આપનું વાંચન, અગર આપની સમજણ અધુરી જણાય છે. તમે પ્રભુજીના સ્નાત્રની વાત વાંચી. પરંતુ તે સ્થાનને ધ્યાનમાં લીધું નથી. પ્રભુજીને મેરૂપર્વત ઉપર, તમામ જીવાકલતા રહિત પાંડુક બલા વેદિકા ઉપર; અભિષેક થાય છે. જયાં વિકલેન્દ્રિયજીવો પણ ઉત્પન્ન થતા નથી. મેરૂપર્વતનો ઊંચાઈ, એક લાખ યોજનની, અને પહોળાઈ દશ હજાર યોજનની હોય છે.
પ્રશ્ન : આ યોજનનું માપ કેટલું સમજવું?
ઉત્તર : જૈન શાસનમાં માપના ત્રણ પ્રકારો બતાવ્યા છે. પ્રથમ પ્રમાણઅંગુલ, બીજી આત્મઅંગુલ, ત્રીજું ઉત્સેધ અંગલ. આઠ લીક્ષાની એક સૂકા થાય છે. આઠ યુકાનો એક યવ. (યવધાન્યના મધ્ય ભાગ) એવા આઠ યવ મધ્યનો એક આંગુલ થાય છે. ચાવીશ આંગુલની એક રત્ની (હાથ) થાય છે. ચાર હાથનો એક ધનુષ થાય છે. બે હજાર ધનુષનો એક ગાઊ થાય છે. અને ચાર ગાઊને એક યોજન થાય છે. આ ઉત્સેધ આંગુલનું યાજન કહેવાય છે.