________________
૨૧
પ્રશ્ન : પ્રભુજીને સુરગિરિ ઉપર જન્માભિષેક થાય છે, તેનાં શાસ્ત્રીય પ્રમાણા હોય તો બતાવો? ઉત્તર : હજારો વર્ષની પ્રાચીન અને સમગ્રશ્રીસંઘને માન્ય માટી શાન્તિમાં ચાખ્ખા પાઠ છે. જુઓ :
भोभो भव्यलीका इहहि भरतैरावतविदेह संभवानां समस्ततीर्थकृतां जन्मन्यासनप्रकम्पानन्तरमवधिना विज्ञाय सौधर्माधिपतिः सुघोषाघंटाचालनानन्तरं सकलसुरासुरेन्द्रैः सह समागत्य सविनय महद्भट्टारकं गृहित्वा गत्वा कनकाद्रिशृगे विहितजन्माभिषेकः शान्तिमुद्घोषयति ॥
અર્થ : હે ભવ્યવા, તમે સાંભળેા આ સમયક્ષેત્રમાં ભરત ઐરવત મહાવિદેહ ક્ષેત્રોમાં જન્મ પામનારા બધા જ જિનેશ્વરદેવના જન્મસમયે, આસનપ્રકંપ થવાથી, અવધિજ્ઞાનથી જાણીને, સૌધર્મદેવલોકના સ્વામી, સૌધમે ન્દ્ર, સુઘોષા ઘંટા વગડાવીને બધા સુરાસુરેન્દ્રો સાથે આવીને, તુરતના જન્મેલા અરિહંત ભટ્ટારકને વિનયપૂર્વક ગ્રહણ કરીને, મેરૂપર્વત ઉપર લઈ જઈને, પ્રભુજીને સ્નાન કરાવીને, શાન્તિની ઉદ્ઘોષણા કરે છે.
આ ઉપરાંત ત્રિષષ્ટીશલાકાપુરુષ ચિરત્રામાં ચોવીસે ભગવાનના જન્મસ્નાત્રનું વર્ણન બતાવ્યું છે. સ્નાતસ્યાની સ્તુતીમાં, નેમિચંદ્રસૂરિ મહારાજ અને ગુણચંદ્રસૂરિ મહારાજ પ્રણીત મહાવીરચરિત્રામાં બીજા પણ, સુપાસનાહચરિયું, ચંદ્રપ્રભસ્વામીચરિત્ર, વાસુપૂજય સ્વામીચરિત્ર, વિમળનાથસ્વામીચરિત્ર, શાન્તિનાથસ્વામી, મલ્લિનાથસ્વામી, મુનિ સુવ્રતસ્વામી, તેમનાથસ્વામી, પાર્શ્વનાથસ્વામીના ચરિત્રકારોએ તથા કલ્પસૂત્ર પાંચમા વ્યાખ્યાનમાં આ બધા સ્થાના પર એકધારૂં જન્મસ્નાત્રનું વર્ણન બતાવ્યું છે.
આ સિવાય, ગુર્જર કવિઓના પંચકલ્યાણ સત્તાવીસભવ હાલરડાં, આવાં અનેક કાવ્યોમાં તથા સ્નાત્રપૂજાઓમાં પંચકલ્યાણક, સત્તરભેદ નંદીશ્વરદીપ, આવી અનેક પૂજાઓમાં ઘણા વિસ્તારથી સુવિહીતગીતાર્થોનાં રચાયેલાં આલેખના જોઈ શકાય છે.
તથા એક પ્રાચીન ગાથા : સને સચ્ચāાપસન્દૂ સમભૂમિનુ સદ્ગુરુ सव्वमहिया सव्वे मेरुम्मि अभिसित्ता. "
અર્થ : બધા કાળમાં સર્વક્ષેત્રામાં થયેલા, સર્વજ્ઞ—વીતરાગ જિનેશ્વરદેવા, સર્વથી પૂજાએલા, સર્વના ગુરૂ તીર્થંકર ભગવંતા, મેરૂપર્વત ઉપર અભિષેક કરાએલા જાણવા. ઉપરના વર્ણનાથી વાંચકો સમજી શકે છે કે, શ્રી. જિનેશ્વર દેવા માટે જેટલાં વર્ણનો લખાયાં છે તે બધાં અતિશયોકિત વગરનાં જ છે. તેમના મહિમા જૈનસાહિત્યમાં ઠામઠામ ખૂબ જ વર્ણવાયા છે. સિદ્ધસેન દિવાકર મહાપુરુષને પણ કહેવું પડયું છે કે : “મોક્ષવાનુમતિ નાથ? मत्ये, नूनं गुणान् गणयितुं न तव क्षभेत.”
અર્થ : હે નાથ ! સંપૂર્ણ માહનાક્ષય થઈ જવાથી કેવલજ્ઞાન પામેલા પણ મનુષ્ય તમારા ગુણાનું વર્ણન કરવા શકિતમાન થતા નથી. માટે શ્રી. જિનેશ્વર દેવા. ગુણા અને પુણ્યોની ખાણ જેવા હાય છે.
આવા આવા અનેક ગુણાની ખાણ પણ પ્રભુજી અવશ્ય સંસારનો ત્યાગ કરે છે. દીક્ષાના દિવસથી એક વર્ષ પહેલાં પ્રભુજી હમ્મેશ દાન આપે છે, જેને વાર્ષિક દાન કહેવાય છે. દરરોજ છપ્પનસા અને પચ્ચીસ મણુ સુવર્ણનું દાન કરે છે.
પ્રશ્ન : આટલા મોટા દાનની વાત સાચી કેમ મનાય?
ઉત્તર : વિક્રમરાજાનાં ભોજ રાજાનાં શ્રીહર્ષરાજાનાં સંપ્રતિરાજાનાં, કુમારપાળરાજાનાં, આવા અનેક ધનવાનોના દાનાના વર્ણનાના ઈતિહાસા વાંચનારને, જિનેશ્વરદેવાના વાર્ષિકદાનના વર્ણનમાં શંકા થાય જ નહીં તથા શાસ્ત્રોના