________________
t
જૈને તો ગુણના પૂજારી હતા અને છેજ. જૈનો કૃષ્ણમહારાજને ભવિષ્યના જિનેશ્વરદેવ માને છે. તેમજ અજૈનોએ મહાદેવ તરીકે માનેલા, સત્યકી વિદ્યાધરને પણ, ભવિષ્યના જિનેશ્વર દેવ માનેલા છે. તથા રામચંદ્ર મહારાજ અને હનુમાનજી જેવા મહાપુરુષોને જૈના બારે માસ ભજે છે. માત્ર જૈનોની પદ્ધતિ ગુણની પૂજાને અનુસરે છે. વ્યકિતને નહિ, જેથી કહયું છે કે:
गता ये पूज्यत्वं प्रकृतिपुरुषा एव खलु ते । जना दोषत्यागे जनयत समुत्साहमतुलं । न साधूनां क्षेत्रं न च भवति नैसर्जिकमिदं । गुणान् योयो धत्ते सस भवति साधुर्भजत तान् ||१|| આ સમગ્ર જગતમાં જેટલા પૂજયપદને પામ્યા છે. તે બધાજ પહેલા સાધારણ પુરૂષો જ હતા. જેમ જેમ ગુણા વધતા ગયા, તેમ, તેમ સજજન, સંત, સાધુ, સૂરિ, વિગેરે મેાટા સ્થાન પામતા ગયા. દોષનો ત્યાગ થાય તાજ ગુણા આવે છે. અથવા ગુણો આવ્યાથી દોષો ઘટવા શરૂ થાય છે. સાધુ પુરુષો અમુક કુટુંબમાં કે અમુક વંશમાંજ થાય એવું ચોક્કસ નથી.
કે
“ નિશાળના બાળક બધા, પહેલા સૌ અજ્ઞાન, પણ વિદ્યાઅભ્યાસથી, બને મહાવિદ્રાન ’ ૧
66
બહુ પુસ્તક—અનુભવ મળે, મહામાત્ય પણ થાય, સદ્ ગુરુના સહયોગથી જડ પણ શાની થાય. ૨ “દિનકરદેવ પ્રકાશથી અંધકાર ક્ષય થાય, અનુભવ જ્ઞાનપ્રકાશથી દોષઘ્વાન્ત ક્ષય થાય.” ૩
આ વર્ણનથી સમજી શકાય છે કે દેવ ગુરૂ ધર્મના અસદ્દગૃહ, જૈના માનતા નથી. પરંતુ સુવર્ણની પેઠે કષ, તાપ અને ચ્છેદથી પરીક્ષા કરીને શુદ્ધ દેવ, ગુરૂ,ધર્મને ચોક્કસ સ્વીકારે છે.
આવા વિધાનોથી વાચકો સમજી શકે છે કે, જૈનાએ દેવ-ગુરૂ ધર્મ ત્રણેને પરીક્ષા કરીને જ આદર્યા છે. આંહીં જાતિ—વ્યકિતને જ આદર નથી. પરંતુ ગુણને જ આદર છે. ગુણના રાગ, ગુણની ઓળખાણ અને ગુણને આદર પ્રકટ દેખાય, તેને જ ગુરુ માન્યા છે. ગુણાની સંપૂર્ણતા હોય, તેમને જ દેવ, માન્યા છે. અને સમ્યગ દર્શન જ્ઞાન—ચારિત્ર—ગુણાને જ ધર્મ મનાયો છે.
પ્રશ્ન : દેવ, ગુરુ, ધર્મની માન્યતામાં અનેકાન્તવાદ ખરો ?
ઉત્તર : જરુર. આંહીં જિનમૂતિને ચોક્કસ માનવી. પરંતુ અજૈનાએ સ્વાધીન કરેલી જિનપ્રતિમાને માનવી નહીં. ગુણાની પરાકાષ્ટા હોય, તેમનું ધ્યાન કરવું. મનમાં નમસ્કાર કરવા, પણ ગૃહસ્થના વેશમાં કેવળ જ્ઞાની હોય તે, સાક્ષાત પ્રણામ કરવા નહીં. છઠ્ઠા, સાતમા ગુણઠાણે રહેલા મનુષ્ય લોકના સાધુઓને પ્રણામ થાય છે. તેમાં સાધ્વીજી પણ ગુણકાણા પામેલાંને પ્રણામ થાય છે. પરંતુ ગૃહસ્થ શ્રાવક, સાધ્વીજીને, ખમાસણાં આપે નહીં.
આવતી ચોવીસીમાં થનારા જિનેશ્વરદેવને વર્તમાન સાધુઓ વંદન કરે છે. પરંતુ વિદ્યમાન શ્રેણિક કૃષ્ણસત્યકીને—તેમનાથ સ્વામી કે મહાવીર સ્વામાંના સાધુઓ વાંદે નહીં. નમો સિદ્ધાણં તરીકે રામ, હનુમાનને જેને ચોક્કસ વંદન કરે છે. પરંતુ જૈને રામનામનો જાપ કરે નહિ. મહાશીલવ્રતધારીને નમસ્કાર કરનારો સુશ્રાવક, સોતા જેવી પેાતાની પત્નીને પગે લાગે નહિ. આવા આવા વિચારો વડે અમારા અનેકાન્તવાદ ગાજતો છે જ.
વલી પણ શ્રી. જિનેશ્વરદેવા કેવળ જ્ઞાન પામી ત્રણ પદો પ્રકાશે છે. ઉપન્નેઈવા, વિગમેઈવા, વેઈવા, આ સ્થાને ત્રણપદે.માં જ્ગતના સર્વપદાર્થોનું વર્ણન કર્યું છે. અને જગતના સવપદાર્થોને નિત્યાનિત્ય બતાવ્યા છે.