________________
બીજા પુણ્ય નહીં પણ ગુણની સંપુર્ણતાને પામેલા, કેવલી ભગવંતો અને સિદ્ધભગવંતો પણ જગતના પૂજય સ્થાને બિરાજેલા ગણાયા છે. ત્રીજા પુણ્યની પ્રબળતાના ઉદયથી, ચક્રવર્તીઓ, વાસુદેવ, બલદેવા, તથા બીજા પણ હજારો, લાખાની સંખ્યામાં પૃથ્વી ઉપર થઈ ગયેલા મહાસમ્રાટો, અને બાવા, યોગી, સંત, સન્યાસીઓ પણ જગતમાં ખૂબપૂજાયા છે.
પ્રશ્ન : આ ત્રણ પ્રકારમાં તીર્થંકરના કયા પ્રકારમાં સમાવેશ કરી શકાય છે?
૧૪
ઉત્તર : જિનેશ્વરદેવાના આત્માઓ ધર્મ પામ્યા પછી, ઉત્તરોત્તર મહાનુભાવતાને ખીલવે છે. ઘણું કરીને ધર્મ પામ્યા પછીના પ્રત્યેક ભવમાં આત્માના વિકાસ વધે છે. કર્મો નબળાં પડવા લાગે છે. ગૃહસ્થપણે પણ ન્યાય સંપન્નતાજ હોય છે. પ્રાય: મનુષ્યના પ્રત્યેક ભવે, નિર્મલ ચારિત્ર આરાધે છે. છેલ્લાના ત્રીજા ભવનું જીવન ખૂબજ ઉચ્ચતર હોય છે. માટે તેઓ મહાગુણી, અને મહાપુણ્ય પુરુષ મનાયા છે.
જેમ પ્રભુ શ્રી મહાવીરદેવના ૨૫ મા ભવમાં, એકલાખ વર્ષ નિર્મલ ચારિત્ર આરાધ્યું, અગિયાર લાખ એસી હજાર છસા પીસ્તાલીસ માસ ક્ષપણને તપ કર્યો; દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની પરાકાષ્ઠાથી આઠ કર્મા ઘણા ખપાવી નાખ્યા. તીર્થંકર નામ કર્મ મહાપુણ્ય બંધાયું. દશમા સ્વર્ગે ગયા. ચ્યવીને મહાવીર પ્રભુ થયા.
તેથી વાંચકો સમજી શકે છે કે છેલ્લા ભવમાંજ સર્વગુણ સંપન્ન થયેલા મહાપુરુષને બુદ્ધિમાન જગતમાં ઈશ્વર તરીકે સંબાધાયા છે. ઓળખાયા છે. જેનો જગતભરને ઉપકાર હોય, તેજ જગતના પૂજય થવાને યોગ્ય છે.
“મહાગુણી જિનરાજવિણ, ઉપકારી નહીં કોય, વણ ઉપકાર પૂજા નહીં, જાણે છે સૌ કોય.”
પ્રશ્ન : જગત કર્તા ઈશ્વરના ઉપકાર શું જેવા તેવા છે? કહયું છે કે:
એ ઈશ્વર તું એક છે. સરજ્યા તે સંસાર, પૃથ્વી પાણી વાયરો તેં કીધા તૈયાર.
‘ભગવાન જ સ્વર્ગાદિ સુખો આપે છે.” “ભગવાનની જ કૃપાથી જીવીએ છીએ.” “ પ્રભુ ધારે તે કરે છે પ્રભુ મારે તો મરીએ જીવાડે તો જીવીએ.” આ બધા પ્રભુની મહેરબાનીના પુરાવા નથી?
66
66
ઉત્તર : આ તો બધા ગાંડા માણસાના ગોઠવેલા ગપગોળા છે. જો ઈશ્વરની મહેરબાનીથી સુખ મળતું હોય તો સર્વ સુખી હોવા જોઈએને ? કારણકે આખા જગતના કર્તા ઈશ્વર છે. એટલે આ સૃષ્ટિ ઈશ્વરની છે. અને ઈશ્વર જગતનો પિતા છે. સમસ્ત પ્રાણીગણ, ઈશ્વરનાં સંતાન છે. જો આ વાત સત્ય હોય તો, સુખિયા અતિથોડા જ અને દુખિયાઓના પાર જ નહીં. એમ કેમ? થોડાને જ સુખ આપવા માટે હજારોના, લાખાના, ક્રોડોના અથવા સંખ્યાતીત જીવાના પ્રાણાના નાશ થાય છે. આવું સમસ્ત જગતના કર્તા ઈશ્વર ચલાવી લે ખરા? ન્યાયી રાજયમાં પણ આવા અન્યાય હોઈ શકે ખરો?
પ્રશ્ન : ત્યારે સાચા ઈશ્વરનો અર્થ શે? ઈશ્વર કોને કહેવાય ? ઈશ્વરનું કર્તવ્ય શું ? ઈશ્વરથી જગતને શું લાભ ?
ઉત્તર : પ્રાણીમાત્રનું રક્ષણ કરવાની ભાવનાવાળા ઈશ્વર કહેવાય છે. અને નાના કે મોટા, ઝીણા કે સ્કૂલ સર્વ જીવોને બચાવવા માટે જાગતા રહે તે ઈશ્વર કહેવાય છે. મનથી જગતના પ્રાણીમાત્રનું ભલું ચિંતવે છે. વચનથી પ્રાણીમાત્રને બચાવવાના ઉપદેશ આપે છે. કાયાથી કોઈપણ પ્રાણી હણાઈ ન જાય તેવા સાવધાન રહે છે. અને ઉપદેશ પણ સર્વ જીવના રક્ષણના જ આપે છે. શાસ્ત્રનાં બંધારણ પણ સર્વજીવોની દયા માટે જ હોય છે. તેમનું