________________
૧૩
જ્ઞાની, દયાળુ, જગત કર્તા ઈશ્વર. અસુરોને અને અધમ આત્માઓને સ્વયંપતે ઉત્પન્ન કરે, અને પુન: તેઓ પિત, પરમપદ જેવા ઉત્તમસ્થાનને છોડીને, ઉપકાર કરવા માટે અપવિત્રતાની ખાણ, નારીના શરીરમાં અવતાર ધારણ કરે, આવી વાતો પંડિત પુરૂષોને કેમ સાચી લાગે?
પ્રશ્ન : તો પછી જેનેએ સ્વીકારેલા તીર્થંકર પરમાત્મા પણ. નારીની કુક્ષિમાં અવતાર લે છે, એ પણ ગુને નથી? તેમને પણ પિતા માતા જરૂર હોય છેજ ને?
ઉત્તર : જેનેના તીર્થકરો ઈશ્વર થઈને, મોક્ષમાં ગયા પછી, અવતાર લેતા નથી. જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગનાં કારણ આઠ કર્મ છે. આઠ કર્મના જ કારણે જીવો સંસારમાં ભટકે છે. આઠ કર્મો હોય ત્યાં સુધી જીવ મોક્ષમાં જઈ શકતો નથી. અને આઠકમનો ક્ષય કરીને, મોક્ષ પામેલાઓને, પુન: સંસારમાં અવતાર લેવા પડતા જ નથી. આઠ કર્મોના કારણે જ જીવોને જન્મ લેવા પડે છે.
જૈનેએ, એક જ અથવા બ્રહ્મા, વિષણુ, શિવની પેઠે. બે ત્રણ જ ઈશ્વર માનેલા નથી. ઈશ્વરને એક અને જગતકર્તા પણ માન્યો નથી. જગત કોઈએ બનાવ્યું જ નથી. બનાવ્યું માનવાની દલીલો ટકી શકતી નથી. વળી કન્યકન્ય થયેલા મહાપુરૂષોને જગતને બનાવવાની ઉપાધિ પણ શા માટે? આ દુનિયામાં વસનારા સંતપુરુષો પણ કોઈનું બુરૂ કરતા નથી. તો પછી પ્રભુ=ઈશ્વર જગતનું બુરું કેમ કરે ? પ્રભુ ઈશ્વર પોતે કોઈને મારી નાખવાની બુદ્ધિ કેમ આપે?
પ્રશ્ન : તે પછી જૈનના ઈશ્વરનું સ્વરૂપ કેવું? અને ઈશ્વર કેટલા?
ઉત્તર : જૈન તીર્થને માને છે. તારે તેને તીર્થ કહેવાય છે. સંસારનાં દુ:ખોથી છોડાવે તે તીર્થ કહેવાય છે. આ સંસારના પાપથી છોડાવનાર ત્રણ વસ્તુ છે. ગણધર ભગવંતો, દ્વાદશાંગીશાસ્ત્રો, અને ચારપ્રકાર સંઘ; આ ત્રણે તીર્થ કહેવાય છે. આ ત્રણે પ્રકારના તીર્થને સ્થાપે છે, માટે તીર્થકર કહેવાય છે.
આવા તીર્થ કરો ભરતક્ષેત્રમાં ૨૪ ચઉશ્લીશ થયા છે. અનંતકાળે અઢીદ્રીપમાં અનંતી ચોવીસી અને અનંતી વીસી તીર્થકર થયા છે. એક તીર્થકર મોક્ષ પધાર્યા પછી, કેટલાક અંતરે બીજા તીર્થકરો ઉત્તરોત્તર થાય છે. તેઓ પણ આપણા જેવા જ અનાદિ સંસારી જીવ હતા. ભવસ્થિતિ પરિપાકથી ઉપર આવ્યા, અને મહાગુણી અને વીતરાગના, શ્રદ્ધાળુ, જ્ઞાની ત્યાગી, નિસ્પૃહી ગુરૂઓના સમાગમથી ધર્મ પામ્યા.
આત્મા આગળ આવ્યો. ધર્મ સમજો. ઉત્તરોત્તર દોષોને ઘટાડો અને ગુણોનો વિકાસ થતો ગયો. આંહી શાતિનાથ સ્વામીના આત્માનો ઉત્તરે ઉત્તર વિકાસ ટૂંકાણમાં જાણવા યોગ્ય વખું છું. ૧.લા ભવે શ્રીણ રાજવી. ધર્મપ્રાપ્તિ. બીજા ભવે યુગલિક મનુષ્ય. ત્રીજા ભવે પહેલું સ્વર્ગ. ચોથાભવે વિદ્યાધર રાજવી અમીતતેજા. પાંચમા ભવે દશમું સ્વર્ગ. છઠ્ઠા ભવે અપરાજિત બલદેવ, ૭મે ભવે બારમા સ્વર્ગ ઈદ્ર, ૮મા ભવે વાયુધ ચક્રવર્તી, નવમા ભવે ત્રીજું નૈવેયક સ્વર્ગ. ૧૦ મે ભવે મેઘરથરાજવી. ૧૧ મે ભવે સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાન. ૧૨મેં ભવે શાતિનાથ ચકવતી અને જિનેશ્વરદેવ થયા.
પ્રશ્ન : તે શું કોઈપણ આત્મા જગતનો સ્વામી બની શકે છે?
ઉત્તર : ગુણની અને પુણ્યની સંપૂર્ણતા યાને પરાકાષ્ઠાને પામેલા આત્મા, સ્વપર ઉભયનું ચોક્કસ કલ્યાણ કરનારા હોવાથી. અખિલ બ્રહ્માંડ, ત્રણે જગતના સ્વામી બને છે. તેઓ કોઈના સ્વામી થતા નથી. પરંતુ ગુણસમુદાયથી આકષયેલા આત્માઓ તેમને સ્વામી માને છે. સ્વામી બનાવે છે.