Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 15
________________ ૧૨ ઉત્તર : કર્તા, શાની, અને નીર્ષના નાશ-તિરસ્કાર, આ બધું જ પરસ્પર વિરોધ સૂચક છે. જો જગતના કર્તા જ્ઞાની હોય તો, તેઓએ જાણી જોઈને અસુરોને બનાવ્યા કેમ? વળી પરમપદ મેાક્ષને પામેલા આત્મા નિષ્કમાં થયેલા મહાશયો, ફરીને સંસારમાં આવે શા માટે? મોક્ષનાં સુખનો સ્વાદ પામેલા મહાગુણી પુરૂષો, સાત ધાતુ અને વિષ્ટા મૂત્રની ખાણ, નારીના શરીરમાં, ઊંધા મસ્તકે લટકવા અવતાર કેમ લઈ શકે ? જગતકર્તાના ગુવાન વર્ગને લખનાર નિપુરુષોએ પોતે જ વિચાર કર્યાં હોત તો, જગતકર્તાને સર્વશ માન્યા પછી, મોક્ષમાં જઈને પણ પાછા, જગતના જીવોનાં દુ:ખો મટાડવા, સંસારમાં અવતાર લેનારા વર્ણવાય નહીં, આ બધી પરસ્પરની વિરૂદ્ધ વા, સ્તુતિના ગર્ભમાં નિન્દાનેજ ફેલાવનારી થાય છે. એટલું પણ તે મહાશયો કેમ ન વિચારી શકો ? પ્રશ્ન : ઈશ્વરના જગત નૃત્વને સમર્થન આપનારી વર્ગનો મદાને વિસ્તારનારાં કેમ કહેવાય? ઉત્તર : ઈશ્વરે જગત શા માટે બનાવ્યું ? દાળુ ઈશ્વર દ્વારા બનેલું જગત દુ:ખી શા માટે? જ્ઞાની અને દયાળુ સર્વજ્ઞ ઈશ્વરે, જગતનો શત્રુ રાક્ષસો, રોગો, અને દુષ્કાળો કેમ બનાવ્યા? દયાળુ સર્વજ્ઞ ઈશ્વરે, પરસ્પર વિરોધીપ્રાણીઓને બનાવીને હિંસા જેવાં ભયંકર પાપોને પ્રોત્સાહન કેમ અપાવ્યું? વળી જગતનાં સર્વજ્ઞ દયાળુના રાજયમાં, દુ:ખની અધિકતા, પાપની પુષ્કળતા, અને દુર્જનોનું જ પ્રાર્ય શા માટે? સુખ, સજ્જન અને ધર્મની અલ્પતા કેમ? જેમ રામ જેવા રાજાઓના રાજ્યમાં, ધર્મની જ આગેવાની હતી, સજજનોથી જ જગત ભરેલું હતું, સુખ, સુભિક્ષ આરોગ્ય, નિર્ભયતા વ્યાપક બનેલાં હતાં, તો પછી જગતના દયાળુ સર્વજ્ઞ. જગત કર્તાના રાજયમાં, ઉપરનાં બધાં સુખપાષક સાધનોથી જ ભરેલું જગત કેમ નહીં ? જો જગતને ઈશ્વરે બનાવ્યું હોય તો અસુરો, દિકો, રાસે રોગોને કોણે બનાવ્યા ? જે ઈશ્વરે જ બનાવ્યા હોય તો, તેમનું સર્વજ્ઞપણ અને દયાળુપણ’ સત્ય કેમ કહી શકાય? અને અસુરો પોતાની મેળે જ યા કહેવાય તો, પછી તેમનું જગત્ કર્તૃત્વ કેમ માની શકાય? આ બધાં વર્ણનાથી ઈશ્વરની પ્રશંસા પોષાતી નથી પરંતુ નિન્દા અવશ્ય તરી આવે છે. રામરાજય કોને કહેવાય એ વિચા “અકાલ મરણ નવ નિપજે, ગર્ભપાત નવ થાય, દુષ્કાળો આવે નહી, રામરાજય કહેવાય.” 66 ‘જજુગાર જાર નહી ચોરટા, માંસભક્ષણ નવ થાય, વાગે ઢોલ અમારીનો, રામરાજય કહેવાય.” “સંત સતી ઘરઘર વસે, અનાચાર નવ થાય. પણ માનવ નિર્ભય વગે. રામરાજ્ય કહેવાય." “ સ્નેહ સંપ સંસ્કારનું, વાતાવરણ સદાય, માયતાયામ રાજવી, રામરાજય કહેવાય.” “ સઘળાં રસલ ધાન્યથી, પૃથ્વીતલ ઢંકાય, કસી ચીજ ખૂટે નહી, રામરાજય કહેવાય.” 66 કુલટા વેશ્યા કેદિઓ, નામ શેષ થઈ જાય, દાન શીલ તપસા ઘણી, રામરાજય કહેવાય.” ૧ ૨ ૫ વાંચકો સમજી શકે છે, કે આવા ન્યાયસંપન્ન રાજાઓના રાજ્યમાં પણ દુર્જનો જન્મતા નથી. તો પછી મહાપ્રતાપી ઈશ્વરના રાજયમાં અસુરો, રાક્ષસ, ચોરટાઓ, ૨’ડીબાજો, લાંચીયાઓ અને હિંસક લોકો ઉત્પન્ન થાય એ કેમ બની શકે ? કેમ માની શકાય?

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 670