________________
૧૭
અને પકડાયા પછી મહાભયંકર યાતાનાઓ કે શૂળી, ફાંસી, પામે છે. અને ભવાન્તરમાં નરક કે પશુગતિમાં ચાલ્યા જાય છે. અને હજારો પશુઓ કે નારકીઓના ભવામાં મહાદુ:ખો અનુભવે છે. આ શું પાપને સાક્ષાત્કાર નથી ?
એક અતિરૂપાળા વણિક પુત્ર રાજાની પટરાણીના મહેલમાં પહોંચ્યો. અને બન્નેની પરસ્પરની મિત્રતા થવાથી વર્ષો સુધી રાણીએ પોતાના મહેલમાં રાખ્યો. અને બન્ને જણાં પોતાને દેવ અને દેવી સમાન સમજીને, યમરાજના મહેલ જેવા રાજાના મહેલમાં રહે છે, એક દિવસ રાજાને ખબર પડી જવાથી, બન્નેને પકડાવીને, શરીરની જીવતી ચામડી ઉતરાવી ને, તેમના શરીરમાં મરચાં—મીઠાં છંટાવે છે. તેથી મહિનાઓ સુધી વિકરાળ દુ:ખો ભાગવી નરકતિના મહેમાન થાય છે. આંહીના હિસકો અને તેવા બધાઓને આ દાંન્તથી સમજાય તેવું છે.
ચાલુ જન્મના પાપ અને પુણ્યના ફળ બધાં આંહીંજ ભાગવાતા નથી. પરંતુ ગયા જન્મોનાં પાપ અથવા પુણ્યોનાં ફળા જ, બહુલતાએ આંહીં ભાગવાય છે. અને ચાલુ જન્મમાં થયેલાં પાપા કે પુણ્યોનાં ફળા, હવે પછીના ભવામાં અવશ્ય ભાગવવાં પડશે. માટે જ ચાલુ જન્મના કસાઈઓ, ખાટકીઓ, મચ્છીમારો, માંસ, મચ્છી ખાનારાઓને, હમણાં સુખ મળે છે. તે ચાલુ જન્મેાના પાપનું ફળ નથી. પરંતુ ગયા જન્મના પુણ્યનું ફળ છે. તેમ ચાલુ જન્મના સાચા ધર્મી પણ દુ:ખ ભાગવતા દેખાતા હોય તે, તે ગયા જન્મમાં કરેલાં પાપાના ઉદયો ભાગવાય છે એમ સમજવું. કોઈ કવિ કહે છે કે :
66
<<
‘ જબ લગ તેરે પુણ્યકા; પહોંચ્યા નહીં કરાર. 'પુણ્યપુરા જબ હાયગા, ઉદય હોયગા પાપ, “ ભયરોગો ને આપદા, વિયોગને અંતરાય, “ધન નારી, સુત, બાંધવા, નીરોગ સુંદર કાય,
તબલગ તુજકો માક્ હૈ. અવગુણ કર હજાર.” પ્રકટ થશે દુ:ખ ડુંગરા ભાગવસે તું આપ.” પૂરવપાપ વિષ વૃક્ષનો, જાણા ફળ સમુદાય.” માન પાન જશ આબરૂ પુણ્યતણા સમુદાય”
કેટલાક શાલિભદ્ર જેવા મહાપુરુ ષો, પુણ્ય ભાગવી, પુણ્ય બાંધી, સ્વર્ગે ગયા છે, કેટલાક ખુણીયા શ્રાવક જેવા સુશ્રાવકો ચાલુ જન્મમાં ધન સંપત્તિ પામ્યા નહીં. પરંતુ મહાપુણ્ય બાંધી સ્વર્ગમાં ગયા. હવે ભાભવ સ્વર્ગ અને નરભવનાં સુખ ભાગવી મેાક્ષમાં જશે. તથા કેટલાક ત્રિપુષ્ટ, સુભૂમાદિકની પેઠે, ચાલુ જન્મમાં ખૂબ સુખ ભાગવી, નરકાદિકમાં ચાલ્યા ગયા છે. કેટલાક બિચારા અધમ કોટિના જીવા, મહાપાપો કરીને, નરકાદિકની વેદનાઓ ભાગવીને, નરભવ પામીને પણ, રાંકોના કુલામાં જન્મે છે. જિંદગી સુધી આજીવિકાનાં દુ:ખો ભાગવી, માંસાહાર કરી, પાછા નરકાદિકમાં ચાલ્યા જાય છે.
આ બધા વિધાનોથી સમજી શકાય છે કે, આ જગતમાં સુખ કોઈ આપતું નથી. તેમ દુ:ખ પણ કોઈ આપતું નથી જ. પ્રાણીમાત્ર પોતાના સારાં ખાટાં આચરણાથી, સુખ દુ:ખ પામે છે. માટે ખરાબને છેડાવી, સારું બતાવનાર કોઈપણ મહાશય મલે, તેની શિખામણ માનવી તે ડાહ્યા માણસની ફરજ છે.
પ્રશ્ન : હુશીયાર માણસે બીજાની દોરવણીથી ચાલવું પડે, તે પણ આત્માના વિકાસને જોખમમાં મૂકવા જેવું નથી ?
ઉત્તર : આખું જગત અજ્ઞાની છે. અપૂર્ણ છે. મનુષ્યમાત્રને અન્યની સહાય લેવી જ પડે છે. એક એકથી અધિક હોય છે. માટે પ્રસંગેા પામીને બીજાની સહાય લેવી પડે છે જ,
જુઓ :
ભૂલા પડેલા અથવા માર્ગના અજાણ મુસાફરને, માર્ગદર્શકની આજ્ઞા પાળવી પડે છે.”
“ રોગને પરવશ પડેલા દર્દી (રાગી)ને વૈદ્ય ડોકટરની સલાહ પ્રમાણે જ વર્તવું પડે છે.”