________________
૧૭
પ્રશ્ન : ઉત્પન્ન વસ્તુને નાશ ચોક્કસ થાય છે. તેથી ઉત્પન અને વિગમ તે બરાબર છે. પરંતુ નિત્ય કેમ કહેવાય?
ઉત્તર : જેમ સુવર્ણના એક ટુકડામાંથી મુકુટ બને છે. તેની જરુર ન હોય તે મુકટને નાશ કરીએ કુંડલ કે કડાં બનાવાય છે. તેની પણ જિર્ણતા થતાં ભાંગી, ગાળી, કંદોરો કટિમેખલા બનાવે છે. આ જગ્યાએ મુકટ, કડાંકુંડળ, આકારોને નાશ થવા છતાં સુવર્ણ કાયમ રહે છે. એક વસ્તુ કાયમ રહે છે પર્યાયો નાશ પામે છે.
તથા નાનું જન્મેલું બાળક—બરણું–બાબલો–દશ—બાર વર્ષે વિદ્યાર્થી, અઢાર વીસ વર્ષે યુવાન, પચીશ ત્રિીશ વષે છોકરાનો બાપ, પચાસ વર્ષો દાદો થાય છે. પૂર્વ પૂર્વ પર્યાયો અદ્રશ્ય થાય છે. અને નવા નવા પર્યાયો ઉત્પન્ન થાય છે. અને વ્યકિત કાયમ રહે છે.
પ્રશ્ન, એક જ વસ્તુમાં વિરૂદ્ધ ધર્મો કેમ રહી શકે? જેમ એક જ વસ્તુમાં અસ્તિ બરાબર છે. પરંતુ નાસ્તિ કેમ?
ઉત્તર : એક ચાલીશ વર્ષનો માણસ છે. તેની પાસે પાંસઠ વર્ષને વૃદ્ધ બેઠો છે. આ બેની અપેક્ષાએ ચાલીશ વર્ષના માણસમાં પુત્રત્વ ધર્મ છે. હવે પાંસઠ વર્ષને વૃદ્ધ ગયો અને વીસ વર્ષના છોકરો આવ્યો. આંહીં ચાલીશ વર્ષનો માણસ પિતા ગણાય છે. તેથી ચાલીશ વર્ષના માણસમાં પુત્રત્વ અને પિતૃત્વ અને વિરોધીધર્મો રહે છે.
એક ૨૦-૨૫૩૦ વર્ષની કોઈ સ્ત્રી છે. તેની પાસે એક પુરુષ ઉભે છે, તે તેણીને સગો ભાઈ થાય છે. તે ગયો અને તે જ બીજો આવ્યો તે તેણીને પતિ છે. આંહીં એક જ સ્ત્રીમાં પત્નીપણું અને ભગિનીપણું રહેલું છે. આવી રીતે પ્રત્યેક ધર્મો વિચારી શકાય છે.
તેમ આત્મામાં પણ મનુષ્યપણું, દેવપાણું, નારકીપણું, પશુપણું, વિગેરે અનંતાપર્યાય થયા છે, તેથી મરણ પણ થયા છે. અને જન્મ પણ થયા છે. આપણો જીવ કોઈ જગ્યાએથી મરીને જ ચાલુ જન્મ પામ્યો છે. હવે પછી મરણ પણ નક્કી છે. અને પુન: જન્મ પણ ચોક્કસ છે જ. તો પણ આત્મા તે, અનંતકાળથ હો, છે અને રહેવાને છે.
તથા ગતના તમામ પુદ્ગલ દ્રવ્ય, પરમાણુરુપે નિત્ય છે. તેના સ્કન્ધ અનિત્ય છે. તે જ પ્રમાણે મેરૂપર્વતાદિક મૂલસ્વરુપે નિત્ય હોવા છતાં તેમાંથી પરમાણુઓનાં ગમનાગમન, નાશ ઉત્પત્તિ ચાલુ હોવાથી નિત્યાનિત્ય સમજાય છે.
શ્રીવીતરાગ શાસન ન સમજે તેવાઓ, ગમે તે બોલે, અથવા ઠોક લાગે તેમ કલ્પે. પરંતુ વાસ્તવિક અનેકાન્તવાદને સમજનાર પંડિત પુરૂએ એકાન્તવાદને ફેંકી દીધો છે. વા
“વચનનિરપેક્ષવ્યવહાર જો કહો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ સાંભળી આદરી કાંઈ રાચે.” ઈતિ આનંદઘનજી મ.
અર્થ : જગતમાં જેટલા અપેક્ષા વગરના વ્યવહાર ચાલે છે. આવા એકાન્તનિશ્ચયાત્મક વ્યવહારો છે, તે બધા ખેટા જાણવા, આવા વ્યવહારો સાંભળનારા કે આચરનારા ક્યારે પણ માન પામતા નથી. અને સાપેક્ષવાદને સમજનારા અને આચરનારા આ સંસારમાં સુખી થાય છે. સ્વપરનું કલ્યાણ કરી શકે છે. શાસ્ત્રોનાં રહસ્ય પામે છે.
આ બધા અનેકાન્તવાદ સ્યાદ્વાદ અથવા સાપેક્ષવાદ એકાર્ય છે તથા આદરવા યોગ્ય છે. એકાતવાદ અથવા નિરપેક્ષવાદ સંસાર વધારનારા હોઈ ત્યાગવા યોગ્ય છે.
હવે જેનોએ માનેલા ઇશ્વરની સમજણઃ શ્રીજિનેશ્વરદેવના આત્માઓ, ભવસ્થિતિને પરિપાક પામવાથી, ઉપર આવીને આરાધનામાં જોડાય છે. તેમાં કોઈ ત્રણ જ ભવો કરીને અથવા સાત, નવ, દશ, બાર, તેર ભવો