________________
૧૫
પુણ્ય જ એવું હોય છે કે શિષ્યો અને ભકતો પણ તેમના વચનને અક્ષરશ: અનુસરે છે. અને ચૌદરાલેકના, ચારગતિના, છકાયના, ચોરાસી લાખ યોનીના સર્વજીવોના રક્ષણને જ પ્રચાર કરે છે. વાંચો :
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः ।
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥१॥ અર્થ : ભગવાન ફરમાવે છે કે જગતના સર્વજીવો સુખી થાવ. જગતના સર્વજીવો બીજાનું સ્વથી અન્ય સર્વ જીવોનું, હિત ચિતવનારા, હિત બોલનારા, હિત આચરનારા થાવ. અને સંસારને વધારનારા, હિંસા, અસત્ય, ચોરી, અને મૈથુન વિગેરે દોષ નાશ પામે અને દોષ નાશ થાય તો, અવશ્ય દુ:ખે નાશ પામે છે, અને સુખ પ્રકટ થાય છે.
પ્રશ્ન : કેટલાક કહે છે કે ઈશ્વરમાં ચમત્કારો ખૂબ હોય છે. અથવા ઈશ્વરની લીલાને પાર નથી. એ બરાબર છે?
ઉત્તર : આ વાત સાચી નથી, લીલાઓ, અથવા ચમત્કારો, એ મેહના ચાળા છે. નિર્દોષ આત્માઓમાં, લીલાઓ કે ચમત્કારની જરૂર નથી. રાગ અને દ્વેષ આ બેજ સંસારરૂપ મહામહેલના થાંભલા છે. લીલાઓ એ રાગદ્વેષની હાજરીનાં સૂચન છે. રાગદ્વેષના સંપૂર્ણ નાશથી જ આત્મા પરમાત્મા બને છે. પરમાત્મામાં સર્વશતા અને વીતરાગતા, બે શકિતઓ પ્રકટ થાય છે. આ બે શકિત વડે સાક્ષાત પણ અબજો જીવોનું અને પરંપરાએ અનંતા જીવોનું કલ્યાણ થઈ જાય છે. માટે જ તેઓ ઈશ્વર થવાને યોગ્ય છે. કલિકાલ સર્વજ્ઞ ફરમાવે છે કે:
इमां समक्ष प्रतिपक्षसाक्षिणा - मुदारघोषामवघोषणां ब्रुवे । न वीतरागात् परमस्ति दैवतं नचाप्यनेकान्तभृते नयस्थितिः ॥१॥
અર્થ : જગતભરમાં વસેલા પ્રત્યેક દર્શનકારોને ઉદ્દષણા કરીને જણાવું છે કે, વીતરાગ અરિહંત સિવાય જગતમાં બીજો કોઈ દેવ થવાને ગ્ય નથી. અને અનેકાન્તવાદ સિવાય કોઈ સિદ્ધાન્ત નથી.
આ (ઈતિ અ. વ્ય. શ્લો. ૨૮) પ્રશ્ન : અનેકાન્તવાદ એટલે શું? દેવગુરૂધર્મને પણ નિર્ણય ખરો કે નહીં?
ઉત્તર : અમે જૈને, નિત્ય ઇશ્વરને માનતા નથી. ઈશ્વરને જગતને કર્તા માનતા નથી. તેથી જૈનેતરોએ કપેલાં, ઈશ્વરનાં વર્ણને પણ, જૈનેને માન્ય નથી. જૈનેતરો વેદને અપૌરય માને છે. તેઓ કહે છે કે વેદને કોઈએ બનાવ્યો નથી. આ વાત પણ યુકિતથી, અસંગત હોવાથી, જૈને માનતા નથી. વળી તેઓ બ્રાહ્મણોને જ ગુરૂઓ માનવા સમર્થન કરે છે. આ વાત કેમ માની શકાય
ગુરૂજી ગુરૂજી બેલે સૌ. ગુરૂને ઘેર બેટા ને વહુ, ગુરૂને ઘેર લક્ષ્મી ને ઢેર. અખો કહે આપે કેટવાળ અને આપે ચોર,
તેમના જ ધર્મમાં જન્મેલા, અખા ભગત જેવા, અનેક વિદ્વાનેએ બ્રાહ્મણો અને બાવાઓના ભવાડા જાહેર કર્યા છે. તે ભોજાભગતના ચાબખા વિગેરે વાંચનાર સમજી શકે છે. તથા વેદમાં વિધાન કરાએલી હિંસા પણ ધર્મ છે. આવી વાતે જૈને કેમ માને? અને આવાં વિધાનોને ન માને તેમને નાસ્તિકો કહેવા તે શું માણસાઈ કહેવાય?