________________
રસનિરૂપણ / રસનિષ્પત્તિ
વિરવિજયજીની નાની મોટી પ્રત્યેક રચનાઓમાં સર્વસામાન્ય રીતે કેન્દ્રમાં શાંતરસ રહેલો છે. પાત્રો અને પ્રસંગોના નિરૂપણથી શાંતરસ તરફ ગતિ થયેલી છે. રચનાના આરંભથી મધ્યભાગ સુધી વ્યવહારજીવન અને શૃંગાર રસની સામગ્રી હોય છે. પ્રસંગોચિત ચમત્કારથી અદ્ભુત રસ, યુદ્ધ વર્ણનના પ્રસંગમાં વિરરસ, નાયિકાના વિરહ વર્ણનમાં કરૂણરસ, પ્રેમી-પ્રેમીકાના મિલનમાં શૃંગારરસ અનુભવાય છે. નેમિવિવાહલો રચનામાં શૃંગારરસનું વર્ણન હાસ્યરસના સંયોજન સાથે કર્યું છે.
દડો ફૂલ કેરો રે ઉછાલે, બીજી રંગભર રમતી ઝાલે,
નેમિને કાંધે રે મારે, તવ એક જાઈ છાતી પંપાળે.' સુરસુંદરી રાસ, ચંદ્રશેખર રાસ, ધમ્મિલકુમાર રાસ, દર્શાણભદ્રની સઝાય, મહાવીર ભગવાનના ૨૭ ભવના સ્તવન ઇત્યાદિમાં અભુત રસનો અલૌકિક અનુભવ કરાવે છે.
સ્થૂલિભદ્રની શિયળવેલમાં સ્થૂલિભદ્ર કોશાને મૂકી નીકળી જાય છે ત્યારે સમાવિયોગથી કોશા ક્રોધિત બને છે. અહીં કરુણરસ અને રૌદ્રરસની સંયોગિકતા છે.
હો સજની રે બપૈયાને વાર રે કિમ પીકે પીઉ કરે, હો સજની રે પાંખો રે છેદીને ઉપર લૂણ ધરે,
હો સજની રે હું પીઉની પીઉ મહારી પીઉ પીઉં હું કરું? છંદ દેશીઓ અને રાગનો પ્રયોગઃ
વીરવિજયજીએ રાસ, સ્તવન, ઢાળિયા, વિવાહલો, ગહુલી, સઝાય, હરિયાળી, લાવણી, પૂજા વગેરે સ્વરૂપોમાં વિવિધ દેશીઓનો પ્રયોગ કર્યો છે. ચૈત્યવંદનમાં દોહરા છંદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્તુતિમાં છંદની સાથે દેશીઓનો પ્રયોગ થયો છે. અજિતનાથની સ્તુતિમાં પ્રહ ઊઠી વંદુ, સંભવનાથની સ્તુતિમાં શાંતિ જિનેસર સમરીયે', વિમલનાથની સ્તુતિમાં ચોપાઈનો પ્રયોગ છે. અનંતનાથની સ્તુતિમાં વસંતતિલકા, કુંથુનાથની સ્તુતિમાં ત્રાટકછંદનો પ્રયોગ છે. પૂજા સાહિત્યમાં અંતે કાવ્ય રચવામાં આવે છે. આવી પૂજામાં ઉપજાતિ, વ્રતવિલંબિત શાર્દૂલવિક્રીડિત વગેરે છંદોનો પ્રયોગ થયેલો છે. એમની વિવિધ રચનાઓની સમીક્ષામાં છંદ અને દેશીઓને સંદગંત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વળી બિલાવલ, કાફી, આશાવરી, ગોડી, સારંગ, મારુ, વસંતધુમાલ, અલૈયા, બંગાળી કેરબો, ધન્યાશ્રી, યમન કલ્યાણ જેવા વિવિધ અને પ્રચલિત રાગોનો પ્રયોગ કર્યો છે. આના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે એમની રચનાઓમાં છંદ, શાસ્ત્રીય રાગ અને દેશીઓનો સમન્વય સધાયેલો છે. એટલે ગેયતા એમની રચનાઓનું અનેરું આકર્ષણ છે. એમની
૧૦ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો