________________
૧૪
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
લાલ્હાણી સરદારા એના પ્રાણવધના પ્રપંચ કરવા લાગ્યા, તે વેળાએ ત્યાંથી ભાગીને તે બંગાળામાં આવ્યા અને મહમૂદશાહના શરણમાં નિવાસ કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી ધાર વિશ્વાસધાત કરીને શહિતાસ” નામક કિલ્લો તેણે પેાતાના કબ્જામાં લઈ લીધા અને મહમૂદશાહને ગૌડ દેશમાંથી કાઢી મૂકયા. એ જ કારણથી શેરશાહ અને હુમાયૂન વચ્ચે પરસ્પર વિરાધ ઉત્પન્ન થયેા. પરંતુ તે સમયે શેરશાહનું ભાગ્ય ખળવાન હતું, એટલે વિશ્વાસધાતની સહાયતાથી તેણે દિલ્લીના બાદશાહના બે ત્રણ યુદ્ધમાં પરાજય કર્યો. જ્યારે સંપૂર્ણ ભારતવર્ષમાં હુમાયૂનને ઊભા રહેવાનું પણ સ્થાન રહ્યું નહિ, ત્યારે તે ભારતવર્ષને યાગીને ઇરાન તરફ ચાહ્યા ગયા. રાજપ્રતિનિધિ શેરશાહ બાદશાહની પદવી ધારણ કરીને દિલ્લીના સિંહાસને વિરાજ્યા.
શેરશાહના શાસનના સમયમાં સંપૂર્ણ અંગાળા દેશ તેના તાબામાં રહ્યો. તેણે ભંગાળાના કેટલાક ભાગા કરીને પ્રત્યેક ભાગમાં એક એક શાસનકર્તા નીમી દીધા. તે એક મહાચતુર અને કાર્યદક્ષ બાદશાહ હતા. જ્યાંસુધી તેણે રાજ્ય ચલાવ્યું, ત્યાંસુધી કાઈ પણ પ્રકારના કંટા અખેડાની ઉત્પત્તિ થઈ નહેાતી. તેના મરણ પછી તેના શાહજાદા સલીમે પણ સર્વથા નિર્વિઘ્ર રાજ્ય ચલાવ્યું અને સુખમાં જ સ્વર્ગવાસી થ્યા.
સલીમના સ્વર્ગવાસ પછી પાછે! સમસ્ત દેશમાં ધારતમ અરાજકતાના અગ્નિ પ્રજળવા લાગ્યા. સલીમનેા પુત્ર, અલશાહના હાથથી માર્યાં ગયા અને એ સમાચાર સાંભળીને બંગાળાના સૂબેદાર મહમ્મદખાં સ્વતંત્ર થઈ બેઠા. પરંતુ એ ધૃષ્ટતાનું ફળ તેને સત્વર જ ભેગવવું પડયું. અદ્દલશાહના નામાંકિત સેનાપતિએ-કે જેનું નામ હેયૂ હતું તેને યુદ્ધમાં પરાજય કર્યાં અને તેને મારી નાંખ્યા. એથી અગ્નિ વધારે ભડક્યા. મહમ્મદના પુત્ર અહાદુરશાહ માટી સેના લઇને બાદશાહ સામે લડવાને આવ્યેા. માંગીર પાસે ધાર યુદ્ધના આરંભ થયા અને અદલશાહ માર્યો ગયા. એ પછી છ સાત વર્ષ પર્યન્ત બંગાળામાં શ્રેણી જ અરાજકતા વ્યાપેલી રહી. એ સમયમાં પ્રશ્નલ પ્રતાપી મુગલ કુલભૂષણ અકબરશાહ દિલ્હીના સિંહાસને વિરાજમાન થઇને પેાતાના અસીમ સાહસ અને ખળની સહાયતાથી ધીમે ધીમે પેાતાના રાજ્યના વિસ્તારને વધારી રહ્યો હતેા. એ સમયે પ્રસંગને અનુકૂલ બેને સુલયમાનખાને બંગાળાના રાજ્યને પેાતાના અધિકારમાં કરી લઈને બાદશાહને નજરાણું મેાકલી, તેની આધીનતાના સ્વીકાર કર્યો. અકબરશાહ પણ એથી ઘણા જ પ્રસન્ન થય અને કાઈ પણ પ્રકારના વિગ્રહ વિના બંગાળાને પેાતાની આધીનતામાં આવેલા જોઇને કાઈ પણ જાતના વાંધા ઉઠાવવાનું તેણે વ્યાજન્મી ન ધાર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com