________________
૯િ૨ જગન્નાથની મૂતિ અને ભારતનું ભવિષ્ય ગુએ ઘણું જ નિરાશાથી એ ઉત્તર આપ્યું. તેનું મુખમંડળ શેકવ્યાપ્ત થઈ ગયું. *
“તે શ્વસુરગૃહે તો નથી ગઈ?” હજી પણ તેના કહેવાનો ભાવ સમજી ન શકવાથી સેનાપતિ કાળાપહાડે ઉસુકતાથી એ પ્રશ્ન કર્યો.
“ના-વત્સ! ના. ઉષાને વિવાહ જ અદ્યાપિ થયે નથી, એટલે શ્વસુરગૃહે ક્યાંથી જાય? જે તે જીવતી હેત, તો હું પ્રભાત સાથે જ તેનો વિવાહ સંબંધ સાંધી આપવાનો હતો. મારી કર્મસ્થાનો હવે વારે આવ્યો છે. એ શેકપૂર્ણ કથા તને સંભળાવવામાટે જ હું તાંડા સુધી આવ્યો છું. એ કર્મકથાનું કથન કરતાં મારું ચિત્ત ચીરાઈ જાય છે, છતાં પણ કહેવા વિના છૂટકે નથી. તારા ગયા પછી થોડા દિવસે મેં જગન્નાથની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો અને મારો એ નિશ્ચય જોઈને ઉષાની માતાએ પણ આવવાને હઠ કર્યો. ત્યારે એકલી ઉષાને ક્યાં મૂકવી? અર્થાત ઉષાને સાથે લઈને અમે સ્ત્રીપુરુષ ઉભય જગન્નાથની યાત્રાએ ગયાં. ત્યાંથી પાછાં વળતી વેળાએ ભુવનેશ્વર પાસે અમે
* પ્રથમ પણ ચકધર મિશ્રના મુખે એક બેવાર ભુવનેશ્વરના નામને ઉલ્લેખ થએલે છે, માટે એ ઐતિહાસિક દેવમંદિરનું આવશ્યકીય વર્ણન અહીં આપીશું, તે તે અનુચિત અને અસ્થાનીય તે નહિ જ કહેવાય. બંગાળામાં એ સ્થાને બહુ જ પ્રસિદ્ધ હોવાથી મૂળ ગ્રંથકારે એવા સ્થાનેનું વર્ણન નથી આપ્યું, પણ ગુર્જર વાચકે બહુધા એ સ્થાનેથી અજ્ઞાત હેવાથી એમનું વર્ણન તેમના માટે ઘણું જ આવશ્યકીય છે. અસ્તુ.
કટકની દક્ષિણે વીસ માઈલના અંતરે ભુવનેશ્વર નગર આવેલું છે. એ નગરમાં લગભગ ૪૦૦૦ મનુષ્યની વસતિ છે અને તેમાંના ઘણાખરા બ્રાહ્મણે છે. એક સમયે એ એક મહાન વિસ્તારવાન રાજ્યની રાજધાનીનું ઉન્નત નગર હતું. જેણે બૌદ્ધધર્મને પરાજય કરીને એરીસામાં કેસરી અથવા સિંહવંશની સ્થાપના કરી હતી, તેજ સિંહવંશીય યયાતિ કેસરી ભુવનેશ્વરને સંસ્થાપક હતો. બહુધા ઈ. સ. ૫૦૦ માં એ યયાતિએ ભુવનેશ્વરના મહાન મંદિરના બાંધકામની શરઆત કરી હતી અને ત્યાર પછીના બે રાજાઓના સમયમાં પણ એ બાંધકામ ચાલુ રહ્યું હતું. અંતે કેસરીવંશના ચોથા ભૂપાલે ઇ. સ. ૬૫૭ માં એ મંદિરનું શિલ્પ કાર્ય સમાપ્ત કર્યું. કેસરીવંશે છ સે વર્ષ રાજ્ય કર્યું. એ વંશે જે અંતિમ ઉત્તમ કાર્ય કર્યું તે, ઈ. સ. ૧૦૯૯ અને ૧૧૦૪ ની વચ્ચે એ મંદિરના અગ્રભાગમાં એક સુશોભિત આરકુંકમાન બંધાવવાનું હતું. એ મંદિરના મોટામાં મેટા શિખરની ઉંચાઈ ૧૬૦ ફીટની છે. એ મંદિરમાં જે દેવમૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, તેનું પૂરેપૂરું નામ ત્રિભુવનેશ્વર–એટલે ત્રણ લોકને સ્વામી છે, પરંતુ એ સામાસિક નામના પ્રથમ શબ્દ વિને લકે ઉચ્ચાર કરતી વેળાએ સર્વથા ત્યાગ કરે છે—માત્ર ભુવનેશ્વર જ બેસે છે.
એ મંદિરમાં શિવ-મહાદેવની પૂજા કરવામાં આવે છે. અહીં મહાદેવનું જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com