________________
. '
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય - તૃતીય પરિચ્છેદ
* રાજદુર્ગ - વૈશાખ માસની પૂર્ણિમાને બીજે દિવસે પ્રભાતકુમાર, હુલાયુધ મિશ્ર સાથે ઓરીસાના રાજા નન્દકુમાર દેવને મળવા માટે તેની રાજધાનીમાં ગયો અને ત્યાં જઈને તેણે રાજા સાથે મુલાકાત કરી. હલાયુધ મિએ રાજા સાથે પ્રભાતકુમારની ઓળખાણ કરાવી અને રાજા તેના દર્શનથી ઘણો જ પ્રસન્ન થયો. યોગ્ય રીતિથી તેણે પ્રભાતને આદર આપે અને તેને રીસા રાજ્યને એક પરમ હિતૈષી પુરુષ જાણીને પિતાના સૈન્યમાં મેળવી લીધું. યુદ્ધના સંબંધમાં તેમની પરસ્પર ઘણું વાતો થઈ.
કેટલાક દિવસના સતત વ્યવહારથી જ્યારે મહારાજાનો એ નિશ્ચય થઈ ગયો કે, “પ્રભાત ઓરીસા દેશનો એક ખરેખર નિઃસ્પૃહી હિતૈષી છે અને આર્ય ધર્મને મિત્ર છે.” ત્યારે હુલાયુધ મિશ્રની ઈચ્છા અનુસાર તેણે નગરમાં સર્વત્ર જાહેર કરાવી દીધું કે, “આર્યોના પવિત્ર તીર્થરાજ જગન્નાથપુરીના રક્ષણ માટે જે વીર યુવક સ્વદેશને ત્યાગીને
એરીસાના આપત્તિના દિવસેમાં મિત્રભાવથી શત્રુઓ સમક્ષ લડવાને તૈિયાર થયા છે, તે વીર પ્રભાતકુમાર જે વેળાએ જેને કાંઈ પણ આજ્ઞા કરે, તેણે તે ક્ષણે જ તે આજ્ઞાનું પાલન કરવું. જે કોઈ પણ તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે, તે તેને યુદ્ધના નિયમ અનુસાર દેહાન્ત દંડની શિક્ષા કરવામાં આવશે.” એ જાહેરનામું ફેરવવા પછી મહારાજા નન્દકુમારદેવે તેને એક સુન્દર તત્વાર ભેટ આપી અને તે શસ્ત્રને કટિભાગે ધારીને પ્રભાત ક્ષત્રિયનું રૂપ ધારણ કર્યું -વિરચિત ગૌરવથી સન્માનિત થઈને તે રાજદુમાં વસવા લાગ્યો.
- જે વેળાએ પ્રભાતકુમાર જહાજપુર જવા માટે નીકળ્યો હતો, તે વેળાએ રાજા સાથે યુદ્ધ વિશે વાતચીત કરીને ત્વરિત જ પુનઃ જગન્નાથપુરીમાં ચાલ્યા આવવાને તેણે વિચાર કર્યો હતો. પરંતુ ત્યાં પહોંચ્યા પછી થોડા દિવસે બંગાળામાંથી એક ગુપ્ત દૂત આવ્યો અને તેણે એવા સમાચાર સંભળાવ્યા કે,” સુલતાન સુલયમાન ઘણું જ બીમાર છે; માટે
જ્યાં સુધી તેની તબીયત સારી થશે નહિ, ત્યાં સુધી એરીસામાં આવવા માટે તેની સેના પ્રયાણ કરશે નહિ. છતાં પણ વર્ષાઋતુથી પ્રથમ જ બહુધા યુદ્ધ થશે અને સર્વેથી પ્રથમ રાજધાનીના નગર જહાજપુરપર જ હલ્લો કરવામાં આવશે.” એ કારણથી નન્દકુમારદેવે પ્રભાતને ત્યાંથી જવાની આજ્ઞા આપી નહિ. અર્થાત જ્યાં સુધી બીજા સારા સમાચાર ન સંભળાય, ત્યાં સુધી પ્રભાત અને હલાયુધ મિશ્રને રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com