________________
પુરી-આક્રમણ કે ૧૩ કૂદીને જગન્નાથની મૂર્તિ પાસે ગયો અને તેને ઉદેશીને કહેવા લાગ્યો કે, જો તમે દેવ છે અને સુદર્શન નામક ચક્રને ધારણું કરનારા છે, તે ધાર્મિકેના ધર્મનું રક્ષણ કેમ નથી કરતા?” ભગ્ન સ્વરથી કાળાપહાડે એ વચને વદીને મૂત્તપર તલવારનો એક વાર કર્યો અને સિંહ સમાન ગર્જતે મંદિરમાંથી બહાર આવીને ગંભીર સ્વરથી કહેવા લાગ્યો કે, “કાળાપહાડનો સમરાભિનય આજે સમાપ્ત થયો, અને તેના જીવનવ્રતની પણ આજે સમાપ્તિ થઈ. જે વાસ્તવિકતાથી તમે દેવ જ છે, તે કાળાપહાડના પ્રેતાત્મામાટે નરકનાં દ્વાર સત્વર ખોલી નાખો.” પઠાણેના ઘોરતમ જયધ્વનિથી આકાશ અને અવનીમાં કંપનો આવિભવ થવા લાગ્યો.
આ યુદ્ધની ઈતિશ્રી કરીને અને જગન્નાથની ભગ્નમૂર્તિ તથા બંદિવાન પ્રભાતકુમારને સાથે લઈને કાળો પહાડ ચિલ્કાહૂ પ્રતિ ચાલતે થયે. નજીરુન્નિસાને જહાજપુરમાં એક ગુપ્ત સ્થળે રાખવામાં આવી હતી, તે સ્થળે તેને લઈ આવવા માટે તેણે વીસ સૈનિકોને રવાના કર્યો. મુસલમાનેને વિજય મેળવ્યા પછી લોકાપર જે અત્યાચાર કરવાનો નિયમ હતો, તેનું પાલન જગન્નાથપુરીમાં કરાયું નહિ. કારણ કે, સેનાપતિની આજ્ઞાથી રણશંગ વગાડીને સર્વને એવી આજ્ઞા આપી દેવામાં આવી કે, “નગરવાસીજનો પર અને ખાસ કરીને સ્ત્રીઓ પર જે કાઈ કાંઈ પણ અત્યાચાર કરશે, તો તેને તત્કાળ શૂળીએ ચઢાવી મારી નાખવામાં આવશે.” સેનાપતિની એ કઠિનતમ આજ્ઞાના મૂળ તાપયેને કોઈ પણ જાણી શક્યું નહિ. સર્વ યવન સૈનિકે નિરાશ થઈને પુરીમાંથી બહાર નીકળ્યા.
એ સમયે પુરીમાં સર્વત્ર હાહાકારવિના બીજે કોઈ પણ પ્રકારને ધ્વનિ સંભળાતે નહે. પતિ તથા પુત્રહીન નારીઓનો કાતરતાપૂર્ણ વિલાપ. અને તેમના વિયોગાન્ત શેકના અભિનયનું વર્ણન કાણુ કરી શકે એમ છે? એ ઉચ્ચ રદન ધ્વનિમાં એક બાળા શાન્ત ભાવથી નેમાંથી નીર વહેવડાવતી અત્યંત નમ્રતા સહિત આકાશસ્થ દેવ પાસેથી પોતાના હદયમંદિરના દેવની ભિક્ષા માગવામાં લીન થએલી હતી. એવો તે એ નિદૉષ નારીને શત્રુ કાણુ હશે, કે જેણે પ્રભાતના મરણસમાચારનો સર્વત્ર વિસ્તાર કરી નાખ્યો હતો ? કોઈએ આવીને એ દારુણ સમાચાર ઉષાને સંભળાવ્યા અને એ અશુભ વાર્તા સાંભળતાં જ ઉષાના પ્રાણ ઊડી ગયા. એ દુઃખદ વાર્તા તેનાથી સહન થઈ શકી નહિ-તે ત્યાં જ નિષ્ટ–ચેતનહીના થઈને પૃથ્વી પર ઢળી પડી. અફસ! એ વેળાએ તેને આશ્વાસન આપીને સચેત કરનારી તેની પ્રિયસખી પ્રભાવતી પાસે હતી નહિ, એટલે તે એમની એમ પડી રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com