________________
૧૭૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એવી એક મનોવ્યથામાં પડી ગયો છે, જેને અંત લેવામાં આવ્યો નહિ. ભગ્ન સ્વરથી “ઉષે ! ઉષે !” કહીને તે પોકાર કરવા લાગ્યો. સંદેહ હોવાથી તેના શરીરને સ્પર્શ કરીને જાગૃત કરવાનું પણ તેણે ઉચિત નધાર્યું. કઠિન યંત્રણને સહન કરતે તે પ્રાતઃકાલની માર્ગપ્રતીક્ષા કરવા લાગ્યો. અસહ્ય કષ્ટોથી તેના મનની સંપૂર્ણ વૃત્તિઓ શિથિલ થઈ ગઈ હતી. યુદ્ધના કઠિન પરિશ્રમથી તેનું શરીર અવસન્ન થઈ ગયું હતું. તે હતાશ થઈને પૃથ્વી પર પડી રહ્યો. પડતાં જ નિદ્રાદેવીએ તેને પોતાના અંકમાં લઈ લીધો.
જે ઉષાના પ્રેમે પ્રભાતને મરણથી ભયભીત બનાવી દીધો હતો, સંસારને સૌન્દર્યને આગાર બનાવી દીધો હતો, મરભૂમિને નન્દનવન બનાવી દીધી હતી અને જે ઉષા તેને જાગતાં ચિન્તા અને સૂતાં સ્વમ સમાન થઈ રહી હતી, તે ઉષાને તેણે પ્રાતઃકાલમાં સ્વમમાં ઉપસ્થિત થએલી નિહાળી–“જાણે પ્રભાતને સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો છે, વધિકની ચમકતી તલવાર તેના શિરપર નૃત્ય કરી રહી છે અને ઉન્માદિની થઈને ઉષા હસ્તય જોડી કાતરભાવથી તેના પ્રાણરક્ષણની ભિક્ષા માગતી રુદન કરતી ઉભી છે.” એ સ્વમનો વિષય હતે.
એટલામાં પ્રભાતની નિદ્રા ઊડી ગઈ અને તેણે ને ઉઘાડીને જોયું તે ઉષ:કાલનો સમય થઈ ગએલે હતે. કારાગૃહના આસમન્તાત ભાગમાં પ્રકાશ પ્રસરી ગયો હતો અને તેના મુખ સમક્ષ ઉષા બેઠેલી હતી. પ્રેમી યુગ્મનાં ચાર નેત્રો થયાં, ઉભયનાં નેત્રોમાં આનંદ, આશ્ચર્ય અને શોકને ભાવ સ્પષ્ટ વ્યક્ત થવા લાગ્યો. થોડીવાર સુધી તે બન્ને એક બીજાના અસ્તિત્વને પણ વિસરી ગયાં. તેમનાં નેત્રોમાં અશ્રુ હતાં નહિ અને દૃષ્ટિમાં કોઈ પણ પ્રકારની ચંચળતા પણ હતી નહિ, મુખમાં શબ્દનો પણ અભાવ હતો. હૃદયના નિર્જન ગુપ્ત સ્થાનમાં અશ્રુપૂર્ણ બે હદોનું અવ્યક્ત અને મધુર આલિંગન થઈ ગયું. એ આલિંગનથી તેમનાં હૃદયોમાં એક પ્રકારનો અવ્યક્ત આનન્દ પસાર થઈ ગયો. એ આનન્દની કલ્પના કરવાની શક્તિ તેમના જેવાં પ્રેમીઓમાં જ રહેલી હોય છે. અમારામાં તેના વિવેચનનું કિચિત માત્ર પણ સામર્થ નથી.
થોડીવાર પછી હૃદયને એ પ્રબળ આવેગ ન્યૂન થયા–અન્નેની ખેવાયેલી ચિત્તવૃત્તિ પાછી મળી આવી. જોતજોતામાં બન્નેનાં નેત્રોમાંથી શ્રાવણું ભાદ્રપદની જલધારા વર્ષવા લાગી. બન્નેનાં શુષ્કથએલા હદયમાં પાછો પ્રેમને પય પ્રવાહ વહેવા માંડ્યો! અવરુદ્ધ કંઠથી મહાપ્રયત્ન પ્રભાતે મોન્યનો ભંગ કર્યો અને કહ્યું કે, “ઉષે !” તેના કેમલ અંતઃકરણમાં એ શબ્દ પ્રતિધ્વનિત થવા લાગ્યો. અશુપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com