________________
ગુરુ અને શિષ્ય
૧૮૩
રમાં મારાં માતાપિતા, ભગિની, ભ્રાતા કે સ્નેહ સંબંધી કાઈ પણુ નથી. હું સર્વથા નિરાધાર છું. આ મારા એક જ આધારને તલવારને વાર કરીને કાપી નાખશેા, તેા પછી મારું જીવન શા ઉપયાગનું છે? આ અભાગિની અમળાને પ્રથમ મારે અને પછી એમને સંહાર !” એમ કહીને ઉષા મૂચ્છિત થઈ ગઈ.
એ વેળાએ પ્રાતઃકાલીન સૂર્યનાં રક્તવર્ણ કિરણાનું ઉષાના મુખમંડળમાં પતન થતું હતું. ન્યાયરને અશ્રુપૂર્ણ ક્ષીણ દૃષ્ટિથી તે અશ્રુજલસિકત મુખમંડળને નિહાળ્યું. તે મુખમંડળ અને તે કંઠસ્વર તેનાં ચિરકાળનાં પરિચિત હાય, એમ તેને ભાસ થયેા. ન્યાયરને એકાએક ગલરાષ્ટ્રને પાકાર કર્યો, “તું આમ રડે છે શામાટે ? પુત્રિ ! તું આ અભાગી વૃદ્ધનાં નેત્રાના પ્રકાશ ઉષા તે। નથી ?” ઉષાએ એ શબ્દો સાંભળ્યા. પાંચ છ વર્ષથી ઉષાએ એ કંઠસ્વર સાંભળ્યેા નહાતા. એથી આજે પિતા પ્રમાણે મને, પુત્રિ! કહીને કાણે ખાલાવી?” અેવા સાહજિક પ્રશ્ન તેના મનમાં ઉદ્ભવ્યો. વિસ્મયતાથી ન્યાયરત્નના મુખનું અવલાકન કરતાં જ ઉષા આળખી ગઈ કે, તે તેના જન્મદાતા પિતા હતા. તે અચાનક આક્રુન્દ કરીને કહેવા લાગી કે, ' પિતા ! પિતા ! મને બચાવેા.” એમ કહીને તે પેાતાના પિતાને ગળે ખાઝી પડી.
"C
મહન્ત પણ એ શાકાભિનયને જેવા માટે ન્યાયરત્નની પાછળ પાછળ ચાલ્યેા આવ્યા હતા. તે એ દૃશ્ય ોઇને આનન્દ અને વિસ્મ યતાથી મૌન્ય ધારણ કરી બાજૂએ ઉભા રહ્યો. એક બાજૂએ પ્રભાત અને ખીજી બાજૂએ ઉષા! કેવા અપૂર્વ મેળાપ! મહન્ત કંપિત કંઠસ્વરથી કહેવા લાગ્યા કે, “ ન્યાયરત્ન! શું એ આપની જ પુત્રી ઉષા છે? હું કહેતા હતા, તે ઉષા પણ આ ખાળા જ છે. ઉષે ! બેટા! તું અહીં કેવી રીતે આવી ?”
**
ઉષામાં મેલવાની શક્તિ હતી નહિ. આજે વર્ષો પછી તેને પિતાના પ્રેમપૂણૅ અંકમાં સુખે બેસવાના અલભ્ય પ્રસંગ પાછે! પ્રાપ્ત થયા હતા અને વર્ષો પછી મન ભરીને રાવાને અવસર તેને મળ્યા હતા, એટલે મહંતના પ્રશ્નનું કશું પણ ઉત્તર ન આપતાં તે પિતાને ગળે બાઝીને ખની શકે, તેટલું રુદન જ કરવા લાગી.
ખીજ઼ ખાજાએ પ્રભાતને ખળાત્કારે ધક્કા મારીને સિપાહી કાળાપહાડ સમક્ષ લઈ ગયા અને તેને બાંધીને ઉભા રાખ્યા.
કેદી આવીને સેનાપતિ સમક્ષ ઉભા રહ્યો–સેનાપતિએ કાઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછ્યાવિના કેટલીકવાર સુધી સ્થિર દૃષ્ટિથી ક્રેદીના મુખનું અવલાકન કર્યું. એક અદ્ભુત અને અજ્ઞાત હ્રદ્યવેગ મહાકષ્ટપૂર્વક તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com