________________
બધુમીલન
૧૮૫ “કદાચિત મારી ભૂલ પણું હેય ખરી. કારણ કે, હું પણ ખુદાનો એક બંદે . કાંઈ ખુદા નથી. પરંતુ એ તો બતાવો કે, - કયા વીરવંશમાં તમારો જન્મ થએલો છે?” કાળાપહાડે વાતને ફેરવીને બીજો પ્રશ્ન કર્યો.
તેના ઉત્તરમાં પ્રભાતકુમારે મહા ગૌરવ અને અભિમાનયુક્ત મુદ્રાથી જણાવ્યું કે, “મહા પ્રતાપી બ્રહ્મર્ષિ વશિષ્ટ, મહાન બ્રાહ્મણચોધ પરશુરામ, અદ્વિતીય ધનુવિદ્યાપારંગત દ્રોણાચાર્ય આદિ નરપુંગવિોનો જે નિષ્કલંક વિપ્રવંશમાં જન્મ થએલો છે, તે જ બ્રાહ્મણવંશમાં
આ શરીરે પણ જન્મ ધારણ કરેલ છે. હું નથી ધારતો કે, બ્રાહ્મણવંશના જગદ્રવ્યાપક પ્રતાપ અને પ્રભાવથી તમે અજ્ઞાત હશે ?”
શસ્ત્ર ધારણ કરવાં, એ કાર્ય બ્રાહ્મણનું નથી. ત્યારે તમે શસ્ત્ર ધારણ કરીને બ્રાહ્મણકુળને સદાને માટે કલંકિત શા માટે કર્યું ?” કાળાપહાડે વળી નવીન પ્રકારને પ્રશ્ન કર્યો.
સ્વધર્મસંરક્ષણ, એ જ બ્રાહ્મણોનું પ્રધાન કર્તવ્ય છે. સ્વધર્મની રક્ષા માટે બ્રાહ્મણો શસ્ત્ર ધારણ કરે, તે તેમાં કોઈ પણ પ્રકારનું પાપ
કે કલંક નથી.” પ્રભાતે તેવું જ દંતભેદક ઉત્તર આપ્યું. *- “પાપ અને પુણ્ય એ શા પદાર્થો છે, તેનું તમને જ્ઞાન છે ખરું કે?” કાળા પહાડે બ્રૂ તથા નેત્રને કિંચિત સંકુચિત કરીને પૂછ્યું.
“પાપ અને પુણ્ય, એ શા પદાર્થો છે, તેનું મને સારી રીતે જ્ઞાન છે, પણ તે જ્ઞાનનું વિવેચન વિધર્મ જનો સમક્ષ કરી શકાય તેમ નથી.” પ્રભાતે કહ્યું.
“ત્યારે વિધમ જનેને તમે ધિક્કારે છે કે શું?” કાળાપહાડે પૂછ્યું. “હા-ધિક્કારું છું અને તે પણ અંતઃકરણપૂર્વક” પ્રભાત બોલ્ય.
“જે તમારે પોતાનો સહેદર-બંધુ જ વિધર્મી હોય, તે તેને પણ આવી જ રીતે ધિક્કારશે ખરા કે?”
એટલું કહીને કોણ જાણે શા કારણથી કાળાપહાડે ઉદ્વેગથી અધીર બનીને વસ્ત્રથી પિતાનું મુખ ઢાંકી દીધું. પ્રભાતના મનમાં ધીમે ધીમે સર્વ વ્યતીત વાર્તાઓની સ્મૃતિ થવા લાગી. તે એક ધ્યાન અને વિસ્મયતાથી સેનાપતિના મુખનું અવલોકન કરવા લાગ્યા. કેટલાક કાળ એવી રીતે મૌખ્યમાં જ વીતી જવા પછી યવન સેનાપતિએ પોતાના મુખપરથી વસ્ત્રને દૂર કર્યું. સેનાપતિના મુખમંડળને અશ્રુથી ભીંજાયેલું જોતાં જ સર્વના મનમાં એકાએક અદ્વિતીય આશ્ચર્યને ભાવ વ્યાપી ગયો. કાળેપહાડ સિંહાસન પરથી ઊઠીને નીચે ઊતર્યો અને પ્રભાત સમક્ષ પોતાના બને હસ્તાને પ્રસારીને ઉચ્ચસ્વરથી કહેવા લાગ્યો કે, “પ્રભાત!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com